SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૩૦૫ તે સાંભળીને બંધુમતી હર્ષિત થઈ. સરલશેઠ વડે મારા ઉપર જ ઘરનો (ભાર) નિક્ષેપ કર્યો=આરોપણ કર્યો. દુકાનની અંદર અંતર્ધન રત્નાદિક સ્થાપન કરાયેલું બતાવાયું અને તેની જ મૂચ્છથી=રત્વની મૂચ્છથી જ મારા સહિત જ તે=સરળશેઠ, તે દુકાનમાં સૂતા હતા. અચદા સંધ્યાવેળામાં અમે બંને ઘરમાં રહ્યું છતે સરલના બંધુલ નામના પ્રિય મિત્રતા ગૃહથી બોલાવનાર આવ્યો. શું કહે છે ? તે ‘ાથા'થી બતાવે છે – મારા પુત્રની છઠી જાગરણ છે. અહીં મારા ઘરે, તમારા વડે આવીને વસવું જોઈએ. તેથી હું સરલ વડે કહેવાયો. હે પુત્ર વામદેવ ! મારા વડે બંધુલના ગૃહમાં જવાનું છે. તું વળી દુકાનમાં જઈને રહેજે. મારા વડે કહેવાયું. પિતાના રહિત એવા મને દુકાનમાં જવા વડે સર્યું, આજે માતાની પાસે જ હું વસીશ. તેથી વામદેવે આ પ્રમાણે કહ્યું તેથી, સ્નેહસાર આ છે=વામદેવ છે, એ પ્રમાણે વિચારતો, આ પ્રમાણે થાવ, એ પ્રમાણે બોલતો સરલ ગયો. હું રાત્રિમાં ઘરમાં રહેલો હતો. ચોરીનો પરિણામ વિજશ્મિત થયો. મારા વડે વિચારાયું. તેનું અંતર્ધત હરણ કરું. તેથી અર્ધરાત્રિમાં બજારમાં ગયો. અને ઉઘાડતાં દંડપાલિકો આવ્યા. હું તેઓ વડે જોવાયો અને ઓળખાયો. તેથી અમે જોઈએ, આ અર્ધરાત્રિમાં દુકાનને ખોલીને શું કરે છે એ પ્રમાણે વિચારીને મૌનભાવથી પ્રચ્છન્ન રહ્યા. મારા વડે અંતર્ધન ખોદાયું અને તે જ દુકાનની પાછળના ભૂ-ભાગમાં દટાયું, અને વિભાતપ્રાયઃ એવી રાત્રિમાં હાહારવ કરાયો વામદેવ વડે હાહાર કરાયો. અર્થાત્ ચોરી થઈ છે એ પ્રકારે બૂમાબૂમ કરાઈ. નગરલોક એકઠો થયો. સરલ પ્રાપ્ત થયો. દંડપાલિકો પ્રગટ થયા. કલકલ પ્રવૃત્ત થયો. दण्डपाशिकैः राजसमीपे नयनम् सरलेनोक्तं-वत्स! वामदेव! किमेतत् ? मयोक्तं हा तात! मुषिता मुषिताः स्म इति, दर्शितश्चोद्घाटित आपणो निधानस्थानं च, सरलेनोक्तं-पुत्र! त्वया कथमिदं ज्ञातं? मयोक्तं-अस्ति तावनिर्गतस्तातः ततो मे तातविरहवेदनया नागता निद्रा, स्थितः शय्यायां विपरिवर्तमानः रात्रिशेषे च चन्तितिं मया-अयि! यदि परमेतस्यां तातस्पर्शपूतायां आपणशय्यायां निद्रासुखं संपद्यते नान्यत्रेति संचिन्त्य समागतोऽहमापणे दृष्टमिदमीदृशं चौरविलसितं ततः कृतो हाहारव इति । दण्डपाशिकैश्चिन्तितं निश्चितमेतत्तस्करोऽयं दुरात्मा वामदेवः, अहो अस्यालजालचातुर्यं, अहो वाचालता, अहो वञ्चकत्वं, अहो कृतघ्नता, अहो विश्रम्भघातित्वमहो पापिष्ठतेति । ततस्तैरुत्त्कंश्रेष्ठिनिराकुलो भव, लब्ध एवास्तेऽस्माभिश्चौरः, ततः साकूतमवलोकितं सर्वैर्ममाभिमुखं, ज्ञातोऽहमेतैरिति संजातं मे भयं, ततः पुनः सलोप्नं ग्रहीष्याम इत्यालोच्य गतास्तावद्दण्डपाशिकाः, दत्तो ममावरक्षकः, अनेककुविकल्पाकुलस्य मे लवितं तद्दिनं, सन्ध्यायां गृहीत्वा तदन्तर्धनं पलायमानोऽहं गृहीतो दण्डपाशिकैः, जातः कोलाहलः, मिलितं पुनर्नगरं, कथितो दण्डपाशिकैः समस्तोऽपि लोकाय मदीयव्यतिकरः, संजातो मच्चरितेन विस्मयः, नीतोऽहं रिपुसूदनराजसमीपे, आज्ञापितस्तेन वध्यतया, समागतः सरलः, पतितो नृपचरणयोः, अभिहितमनेन
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy