SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૩૦૩ વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું કહ્યું તે સાંભળીને પણ વિમલકુમારને તેના પ્રત્યે દ્વેષ થતો નથી પરંતુ બુધસૂરિને પૂછે છે કે તે મારો મિત્ર શું ભવ્ય નથી ? અને ભવ્ય હોવા છતાં કેમ આ પ્રમાણે કરે છે ? તેથી બુધસૂરિ કહે છે – તેના ચિત્તમાં એક માયા અને બીજો ચોરીનો પરિણામ વિદ્યમાન છે તેથી પૂર્વમાં તારા રત્નનું હરણાદિ કરેલું. છતાં વામદેવના જીવનો આ દોષ નથી. તેનામાં રહેલા કર્મજન્ય માયાનો પરિણામ અને ચોરીનો પરિણામ છે તેનો આ દોષ છે. આ સાંભળીને તેના પ્રત્યે વિમલને દ્વેષ થતો નથી. પરંતુ કઈ રીતે તે આ બંને પાપોથી મુક્ત થશે, તેનું કારણ બુધસૂરિને પૂછે છે. વળી બુધસૂરિ કહે છે. અંતરંગ દુનિયામાં શુભ-અભિસંધિ નામના રાજાનું વિશદમાનસ નામનું નગર છે. તેની બે પત્નીઓ છે. શુદ્ધતા અને પાપભીરુતા. તે રાજા અને રાણીને બે કન્યાઓ છે. ઋજુતા અને અચૌર્યતા. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોના ચિત્તમાં તત્ત્વને અભિમુખ વિશદમાનસ વર્તે છે અને તે વિશદમાનસ કોઈ નિમિત્તને પામીને શુભઅભિસંધિવાળું થાય છે જેનાથી તે જીવમાં શુદ્ધતાનો યોગ અને પાપભીરુતાનો યોગ પ્રગટે છે અને જ્યારે જીવમાં શુભઅભિસંધિપૂર્વક શુદ્ધતાનો યોગ થાય ત્યારે તેનામાં ઋજુતા પ્રગટે છે અને શુભઅભિસંધિપૂર્વક પાપભીરુતાનો યોગ થાય ત્યારે તેનામાં અચૌર્યતા પ્રગટે છે; કેમ કે પાપભીરુ જીવો ક્યારે કોઈ વસ્તુની ચોરી કરતા નથી. જેમ વિમલકુમારમાં અત્યંત ઋજુતા હતી તેથી જ રામદેવના ચોરી આદિના પ્રસંગો જોયેલા હોવા છતાં વામદેવ વિષયક માયાવી આદિ ભાવોની શંકા કરતો નથી. પરંતુ પોતે સરળ હોવાથી વામદેવને પણ સરળ માને છે તે શુદ્ધતાથી પ્રગટ થયેલી ઋજુતા છે. વળી વામદેવમાં જેમ ચોરીનો પરિણામ હતો તેથી પાપભીરુતા ન હતી. જ્યારે વિમલકુમારમાં તત્ત્વને અભિમુખ શુભઅભિસંધિ પ્રવર્તતી હતી તેથી તેનામાં પાપભીરુતા વર્તતી હતી. તેથી ક્યારેય કોઈની વસ્તુ ગ્રહણ ન કરે તેવો અચૌર્યતાનો પરિણામ પણ વર્તતો હતો. આથી અચૌર્યતા નિઃસ્પૃહપરિણામવાળી હોય છે તેથી જ વિમલકુમારને રત્નચૂડ રત્ન આપે છે ત્યારે નિઃસ્પૃહતાને કારણે વિમલકુમારને તે રત્ન લેવાનો પરિણામ પણ થતો નથી. તેથી જેના ચિત્તમાં નિઃસ્પૃહતા વર્તે છે તેના ચિત્તમાં અચૌર્યતા વર્તે છે. વળી વામદેવને આ બે કન્યા પ્રાપ્ત થશે ત્યારે વામદેવ માયા અને તેયરૂપ દોષોથી મુકાશે. એ પ્રકારે બુધસૂરિ વિમલકુમારને કહે છે અને કહે છે કે વર્તમાનમાં વામદેવ ધર્મ પ્રત્યે યોગ્ય નથી. માટે તેની ઉપેક્ષા કરીને તું આત્મહિતમાં પ્રયત્ન કર. તેથી મહાત્માના વચનથી વિમલકુમાર વામદેવની ઉપેક્ષા કરે છે. वामदेवकृतः सरलगृहे धनापहारः अहं तु प्राप्तः काञ्चनपुरे, प्रविष्टो हट्टमार्गे, दृष्टः सरलो नाम वाणिजः, गतस्तस्यापणे, विजृम्भिता बहुलिका कृतमस्य पादपतनं नटेनेव, भृतमानन्दोदकस्य नयनयुगलम् । तदवलोक्याीभूतः सरलः, ततोऽभिहितमनेन-भद्र! किमेतत् ? मयोक्तं-तात! युष्मानवलोक्य मयाऽऽत्मजनकस्य स्मृतम् । सरलेनोक्तं - यद्येवं ततो वत्स! पुत्र एवासि त्वं, ततो नीतोऽहमनेन स्वभवने, समर्पितो बन्धुमत्याः स्वभार्यायाः, कारितः स्नानभोजनादिकं, पृष्टो नामकुलादिकं, निवेदितं मया 'सजातीयोऽयमिति तुष्टः सरलः, अभिहितमनेन
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy