SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ છે તેમાં ઘટનું ઠીકરું આપીને નરકમાં લઈ જાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભોગની અતિ આકાંક્ષાથી ક્ષીણ થયેલો જીવ વર્તે છે ત્યારે ધન, ભોગ આદિમાં અત્યંત આસક્ત થઈને નવા નવા વિષયોની યાચના કરે છે જેનાથી ક્લિષ્ટ કર્મો કરીને તે જીવ ઘટના ઠીકરા જેવું નરકાયુષ્ય બાંધે છે. જ્યાં તે જીવને રાગાદિ ભાવો લઈ જાય છે. વળી, કથામાં કહ્યું કે ત્યાં લઈ જઈને રાગાદિ તસ્કરોએ ષિડ્રગ લોકોને કહ્યું કે આને તમે ચૂર્ણ કરો. તેથી તે રાંકડો કૃતાંત જેવા પરમાધામી વડે અનેક પ્રકારની કદર્થના કરાવાય છે અને લેશ પણ ભોજનને પ્રાપ્ત કરતો નથી અર્થાત્ કોઈ પ્રકારના ભોગવિલાસને પ્રાપ્ત કરતો નથી. માત્ર ભૂખતરસ વેઠે છે અને નરકનાં કષ્ટો વેઠે છે તે સર્વ રાગાદિ તસ્કરોનું કાર્ય છે. કોઈક રીતે નરકાદિનાં કષ્ટો વેઠીને આયુષ્ય ક્ષીણ થાય છે ત્યારે તે જીવ પશુના ભવમાં આવે છે. ત્યાં શરાવ જેવું તિર્યંચ આયુષ્યનું પાત્ર મળે છે. જેને લઈને ભોગ અર્થે તિર્યંચગતિમાં ભટકે છે. ત્યાં પણ પ્રાયઃ ભોગ મળતા નથી. ક્વચિત્ અલ્પ આહાર-પાણી મળે છે જ્યારે અનેક પ્રકારની તિર્યંચભવની કદર્થના પામે છે. વળી ત્યાંનું આયુષ્ય પૂરું થાય ત્યારે કોઈક રીતે ત્રીજા પાડારૂપ મનુષ્યભવ પામે છે. ત્યાં તામ્રના જેવું આયુષ્યરૂપ ભાજન મળે છે. જ્યાં પુણ્યલેશને કારણે કંઈક તેને સુખ મળે છે. તે પણ તેના અંતરંગ ક્ષમાદિ ભાવોની જ સમૃદ્ધિની છાયા છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈક રીતે કષાયો જીવે કંઈક મંદ કર્યા. જેથી તે જીવને મનુષ્યઆયુષ્યની પ્રાપ્તિ થઈ. જેથી તામ્ર જેવું ભાજન મળ્યું. માટે અંતરંગ ક્ષમાદિ ભાવો રૂપ ઐશ્વર્ય જોકે પ્રગટ નથી, તોપણ તેની છાયાથી જ કંઈક તે જીવે પુણ્ય બાંધ્યું. જેથી મનુષ્યલોકમાં કંઈક ભોગસામગ્રી મેળવે છે. ત્યાં પણ રાગાદિ ધૂર્ત લોકોથી પીડાય છે. અનેક પ્રકારના ક્લેશોને પ્રાપ્ત કરે છે. વળી, કંઈક રાગાદિ ભાવો અલ્પ થવાથી દેવઆયુષ્ય બાંધીને દેવલોકમાં જાય છે. ત્યાં ચાંદીના આકાર જેવું દેવઆયુષ્યનું ભાજન મળે છે ત્યાં પણ તેના અંતરંગ ક્ષમાદિ ભાવો રૂપ મહારત્નની છાયાને જ કારણે ઘણા ભોગો પ્રાપ્ત થાય છે અર્થાત્ તે જીવ જે કંઈ શુભભાવ કરે છે જેનાથી દેવઆયુષ્ય બાંધે છે તે સર્વ શુભભાવ તેના અંતરંગ ક્ષમાદિ ભાવોના જ છાયારૂપ અંશો છે. ફક્ત ગાઢ વિપર્યાસ હોવાને કારણે ત્યાં પણ તે જીવને ચોર જેવા રાગાદિ તસ્કરો મિત્ર લાગે છે. તેથી કંઈક ભોગવિલાસ કરીને ફરી તે જીવ તે ચાર ગતિરૂપ ભવગ્રામમાં ફરી ફરી ફરે છે. આ રીતે રાગાદિથી વિડંબના કરતો યોનિરૂપ ગૃહોમાં તે જીવ સતત ભમ્યા કરે છે. અને જે કંઈ થોડી ભિક્ષા મળે છે તેનાથી હર્ષિત થાય છે. ગાઢ મૂઢતાને કા૨ણે તે બઠરગુરુ પોતાનું રત્નથી ભરાયેલું હરણ કરાયેલું ગૃહ જાણતો નથી. વળી, સુખનું પ્રબલ કારણ, ગાઢ વત્સલ એવા ક્ષમાદિ ભાવો રૂપ અંતરંગ કુટુંબને જાણતો નથી. વળી, પોતે સંસારમાં દુઃખસાગરમાં પડેલો છે તેને જાણતો નથી. કેવલ અજ્ઞાનને કારણે તુચ્છ વિષયોમાં સંતોષ પામેલો, વિષયોમાં કૂદાકૂદ કરતો આત્માની વિડંબના કરે છે. તે રીતે આ જીવ પણ તુચ્છ વૈયિક સુખોમાં આનંદ માનીને હું સુખી છું એમ માને છે પરંતુ અંતરંગ ભાવરત્નોથી ભરેલા આત્મસ્વરૂપને જાણતો નથી અને રાગાદિભાવ તસ્કરોથી મંદિરની ઉપમાવાળું પોતાનું સ્વરૂપ હરાયું છે તે જાણતો નથી. વળી, પોતાનું ક્ષમાદિ ભાવરૂપ કુટુંબ હિતવત્સલ છે તે જાણતો નથી. વળી, પોતાના ચિત્તના કોઈક ઓરડામાં રાગાદિ
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy