SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ – ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ પુછાઈ, હે ભટ્ટારિકા ! તમે કોણ છો ? તે કહે છે – હું વનદેવતા છું, મારા વડે આ વામદેવ આ પ્રમાણે કરાયો છે. જે કારણથી આ પાપી વડે સદ્ભાવને પામેલો પણ આ સરલ વિમલ ઠગાયો છે, આવું રત્ન હરણ કરાયું છે, અન્ય પ્રદેશમાં દટાયું છે, ફરી ગ્રહણ કરીને નાસેલો, ફરી લવાયેલા આવા વડે=વામદેવ વડે, આલજાલ રચાયું છે=અસંબદ્ધ કથન કરાયું છે, અને આ રીતે તે વનદેવતા વડે વિસ્તારપૂર્વક મારું કરાયેલું કહેવાયું. તે પ્રદેશમાં=જે પ્રદેશમાં રત્ન દાટેલું તે પ્રદેશમાં, રત્ન બતાવાયું. અને કહે છે. તે કારણથી=વામદેવે આ રીતે અનુચિત કર્યું તે કારણથી, મારા વડે=દેવતા વડે, દુષ્ટાત્મા એવો આ વામદેવ ચૂર્ણ કરવા યોગ્ય છે. ૯૪ विमलकारिता मुक्ति: विमलेनोक्तं - सुन्दरि ! मा मैवं कार्षीः, महानेवं क्रियमाणे मम चित्तसन्तापः संपद्यते, ततो विमलाभ्यर्थनया मुक्तोऽहं वनदेवतया, निन्दितोऽहं लोकेन, धिक्कारितः शिष्टजनेन, हसितो बालसार्थेन, बहिष्कृतः स्वजनवर्गेण, जातस्तृणादपि जनमध्ये लघुतरोऽहमिति, तथापि महानुभावतया विमलो मामवलोकयति चिरन्तनस्थित्या, न दर्शयति विप्रियं, न मुञ्चति स्नेहभावं, न शिथिलयति प्रसादं, न रहयति मां क्षणमप्येकं वदति च - वयस्य! वामदेव ! न भवता मनागप्यज्ञजनवचनैश्चित्तोद्वेगो विधेयः, यतो दुराराधोऽयं लोकः, ततो भवादृशामेष केवलमवधीरणामर्हतीति, न च न प्रतीतं तस्य महात्मनो विमलस्य तदा मदीयचरितं, વિમલ વડે વનદેવતા પાસેથી વામદેવની મુક્તિ વિમલ વડે કહેવાયું – હે સુંદરી ! આ પ્રમાણે કર નહીં, કર નહીં=વામદેવને આ રીતે વિડંબના કર નહીં, કર નહીં. આ રીતે કરાયે છતે વામદેવને વિડંબના કરાયે છતે, મને મહાન ચિત્તસંતાપ જ પ્રાપ્ત થાય છે. તેથી=વિમલે આ પ્રમાણે કહ્યું તેથી, વિમલની અભ્યર્થના વડે હું વનદેવતાથી મુકાયો, લોક વડે હું નિંદા કરાયો, શિષ્ટજન વડે ધિક્કાર કરાયો, બાલના સમુદાયથી હસાયો, સ્વજનવર્ગથી તિરસ્કાર કરાયો, લોકમાં તૃણથી પણ લઘુતર હું થયો, તોપણ મહાનુભાવપણું હોવાને કારણે વિમલ મને પૂર્વની સ્થિતિથી જ જુએ છે=પૂર્વની જેમ જ વ્યવહાર કરે છે. વિપ્રિય બતાવતો નથી, સ્નેહભાવ મૂકતો નથી, પ્રસાદ શિથિલ કરતો નથી, એક ક્ષણ પણ મને દૂર કરતો નથી. અને કહે છે હે મિત્ર ! વામદેવ ! તારા વડે થોડોક પણ અન્નજનનાં વચનોથી ચિત્તનો ઉદ્વેગ કરવો જોઈએ નહીં. જે કારણથી આ લોક દુઃખે કરીને આરાધ્ય છે=દુઃખે કરીને અનુકૂળ કરી શકાય તેમ છે, તેથી તારા જેવાને આ= લોક, કેવલ ઉપેક્ષાને યોગ્ય છે. અને મહાત્મા વિમલને મારું ચરિત પ્રતીત નથી એમ નથી,
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy