________________
૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ लोचनं दत्तो मुखे वामपादपार्णिप्रहारः निःसारितो भवनात्, हसितं सहस्ततालं मदनमञ्जरीकुन्दकलिकाभ्यां, प्रत्यायितश्चण्डोऽपि पेशलवचनैः कृतो हृतहदयः । रमणस्तु निर्गच्छनितरां जर्जरितः प्रहारै राजलोकेन प्राप्तो नारकसमं दुःखं वियुक्तः प्राणैः कृच्छ्रेण । ततः प्रकर्षणोक्तं- अहो मकरध्वजसामर्थ्यमहो भयविलसितं, अहो कुट्टनीप्रपञ्चचातुर्य, अहो सर्वथा करुणास्थानं सोपहासप्रेक्षणकप्रायं चेदं रमणचरितमिति ।
વેશ્યાગમનનો વિપાક એટલામાં ચંડ દ્વારમાં આવ્યો. બહુ કલકલ સમુલ્લસિત થયો. ભય વિસ્મિત થયો. રમણ કાંપવા લાગ્યો. ચંડે પ્રવેશ કર્યો. આના દ્વારા=ચંડ દ્વારા, રમણ જોવાયો. ક્રોધથી ચંડ ગ્રહણ કરાયો. તલવાર ખેંચાઈ. લડવા માટે રમણ બોલાવાયો. તેથી દેવ્યને પામેલ, નિર્લજ્જાપણાને પ્રાપ્ત થયેલ, નપુંસકતાને પામેલ, ભયથી અભિભૂત એવા તે રમણ વડે અંગુલીથી ગૃહીત દંત વડે ચંડને અષ્ટાંગ પાદપતન કરાયું. હે દેવ ચંડ ! રક્ષણ કરો, રક્ષણ કરો. એ પ્રમાણે કરુણાવચન બોલાયાં, ચંડને દયા આવી. આ રમણ મારી ન નંખાયો. કેવલ રોષના ઉત્કર્ષથી આવા વડે–ચંડ વડે, રમણનો આમોટ ચોટલો, છેદાયો. નાસિકા કાપી નંખાઈ. બે કાનો કપાયા. દાંતની પંક્તિ તોડી નંખાઈ. ઉપરનો ઓષ્ઠ કાપી નંખાયો. બે કપોલ કાપી નંખાયા. એક લોચન કાઢી નંખાયું. મુખ ઉપર ડાબા પગની પાનીથી પ્રહાર અપાયો. ભવનથી બહાર કઢાયો. સહસ્તતાપૂર્વક મદનમંજરી અને કુંદલિકા દ્વારા હસાયો. પેશલ વચનો વડે વિશ્વાસ પામેલો ચંડ પણ હત હદયવાળો કરાયો. વળી બહાર જતો રમણ રાજલોક વડે અત્યંત પ્રહારોથી જર્જરિત કરાયો. તારક જેવા દુઃખને પામ્યો. મુશ્કેલીથી પ્રાણોથી મુકાયો. ત્યારપછી પ્રકર્ષ વડે કહેવાયું. અહો ! મકરધ્વજનું સામર્થ્ય અર્થાત્ મકરધ્વજે આ રીતે રમણની વિડંબના કરી તે તેનું સામર્થ્ય. અહો ભયનું વિલસિત=ચંડ પ્રવેશ્યો ત્યારે રમણમાં પ્રવેશ કરાયેલા ભયનું અત્યંત વિલસિત. અહો, વેશ્યાના પ્રપંચનું ચાતુર્ય. અહો સવથ કરુણાનું સ્થાન, ઉપહાસ સહિત પ્રેક્ષણક પ્રાય=જોવાલાયક, આ રમણનું ચરિત્ર. શ્લોક :
विमर्शेनोक्तंवत्स गणिकाव्यसने रक्ता, भवन्त्यन्येऽपि मानवाः ।
તેષામેવંવિધાળેવ ચરિતન = સંશય: આશા શ્લોકાર્ચ -
વિમર્શ વડે કહેવાયું – હે વત્સ પ્રકર્ષ! ગણિકાના વ્યસનમાં રક્ત અન્ય પણ માનવો હોય છે. તેઓના આવા પ્રકારનાં જ ચરિત્રો છે, સંશય નથી. IIII