SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ४० ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ રતિલલિતા માટે લોલાક્ષ અને રિપુકંપન વચ્ચે યુદ્ધ એટલામાં મહામોહથી વશ કરાયેલો, રાગકેસરીથી ક્રોડી કરાયેલો, વિષયાભિલાષથી પ્રેરણા કરાયેલો, રતિના સામર્થ્યથી અભિભૂત થયેલો, મકરધ્વજના તીરના પ્રહારથી હૃદયના મર્મને ભેદાયેલો, જાણે મરતો હોય એવો, પોતાને નહીં જાણતો લોલાક્ષ રાજા રતિલલિતાના ગ્રહણ માટે વેગથી ચાલ્યો. તેના સમીપ બાહુદંડ પ્રસાર કર્યા. તેથી આ શું છે એ પ્રમાણે રતિલલિતા વડે વિચારાયું. તેનો આકૂત=રાજાનો ઇરાદો, આના વડે=રતિલલિતા વડે જણાયો. સાધ્વસ ઉત્પન્ન થયું=વિહ્વળતા ઉત્પન્ન થઈ. ભયવાળી થઈ, મદિરાનો મદ વિગલિત થયો. પલાયન થવા માટે પ્રવૃત્ત થઈ. લોલાક્ષ વડે ગ્રહણ કરાઈ. આના વડે=રતિલલિતા વડે, પોતાની જાતને છોડાવી. ફરી દોડતી લોલાક્ષ વડે ગ્રહણ કરાઈ. ત્યારપછી પોતાને છોડાવીને તે ચંડિકા આયતનમાં પ્રવેશી. ચંડિકા પ્રતિમાની પાછળ ભયથી, કાંપતી રહી. એટલામાં દ્વેષગજેન્દ્રને રાજાનો આદેશ પ્રાપ્ત થયો=મકરધ્વજ રાજાનો આદેશ થયો. - - કહેવાયું લોલાક્ષ રાજામાં જે કામની વૃત્તિ હતી તે કામની વૃત્તિ તૃપ્ત થઈ નહીં તેથી તેનામાં રહેલ દ્વેષ ઉલ્લસિત થયો. આ=દ્વેષ, આવિર્ભૂત થયો=લોલાક્ષ રાજામાં આવિર્ભૂત થયો. પ્રકર્ષ વડે જોવાયું. તે=પ્રકર્ષ કહે છે હે મામા ! પોતાના બાળકોના સહિત તે આ દ્વેષગજેન્દ્ર છે, વિમર્શ વડે હે વત્સ ! આનો=દ્વેષગજેન્દ્રનો, નિયોગનો અવસર પ્રાપ્ત થયો છે=પોતાનાં કૃત્યો કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. કેવલ આવું વિલસિત= દ્વેષગજેન્દ્રનું વિલસિત, હે વત્સ ! જો. પ્રકર્ષ વડે કહેવાયું એ પ્રમાણે કરું છું=અવલોકન કરું છું. ત્યારપછી દ્વેષગજેન્દ્ર વડે રાજશાસન સ્વીકારાયું=મકરધ્વજની આજ્ઞા સ્વીકારાઈ. લોલાક્ષ અધિષ્ઠિત થયો=દ્વેષથી અધિષ્ઠિત થયો, આવા દ્વારા વિચારાયું=લોલાક્ષ રાજા વડે વિચારાયું. આ પાપી રતિલલિતાને હું મારું. જે મને છોડીને આ રીતે નાસી ગઈ. આના દ્વારા=લોલાક્ષ રાજા દ્વારા, ખડ્ગ ગ્રહણ કરાયો. ચંડિકાના આયતનમાં પ્રવેશ કર્યો. મદિરાના મદથી અંધપણું હોવાને કારણે તદ્ બુદ્ધિથી=રતિલલિતાની બુદ્ધિથી આવા દ્વારા=લોલાક્ષ રાજા દ્વારા, ચંડિકા બે ટુકડા કરાઈ. રતિલલિતા નાસી ગઈ. બહાર નીકળીને તેણી વડે હે આર્ય પુત્ર ! હે આર્ય પુત્ર ! રક્ષણ કર. રક્ષણ કર. એ પ્રકારે હાહારવ કરાયો. લોક સહિત રિપુકંપન જાગ્યા. આના વડે=રિપુકંપન વડે, કહેવાયું – હે પ્રિયતમા ! તને કોનાથી ભય છે ? આવા વડે=રતિલલિતા વડે, લોલાક્ષ રાજાનું ચેષ્ટિત કહેવાયું. તેથી તે પણ=રિપુકંપન પણ, દ્વેષગજેન્દ્રથી અધિષ્ઠિત થયો. સ્પર્ધા સહિત સતિરસ્કાર આના દ્વારા=રિપુકંપન દ્વારા, લોલાક્ષ રણ માટે=યુદ્ધ માટે, બોલાવાયો. સુભટો પ્રભુભિત થયા. શેષવનના પાનકો સમુસ્થિત થયા. કલકલ સમુલ્લસિત થયો. ચતુરંગ બલ સન્નદ્ધ થયું=લડવા તત્પર થયું. ગુંદલ પ્રાદુર્ભૂત થયું=યુદ્ધ પ્રાદુર્ભૂત થયું. તેથી અવિજ્ઞાત વ્યતિકરપણાને કારણે=લડવાનું પ્રયોજન શું તે નહીં જાણતા હોવાને કારણે, અને મદિરામદના પરવશપણાને કારણે કાયર નરો કાયર નરોની સાથે, ખચ્ચરવાળા ખચ્ચરોની સાથે, ઘોડેસવારો ઘોડેસવારોની સાથે, ઊંટવાળાઓ ઊંટવાળાની સાથે, શ્રેષ્ઠ હાથીવાળા હાથીવાળાની સાથે, રથવાળાઓ થવાળાની સાથે, કુંજરો કુંજરોની સાથે, તેનાથી બીજા શ્રેષ્ઠ કુંજરોની સાથે
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy