SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ચિત્તવૃત્તિ મહાટવીમાં પ્રમત્તતા નદી પાસે પુલિન હતું. તેના ઉપર ચિત્તવિક્ષેપ નામનો મહામંડપ હતો. તેમાં મહામોહ રાજા સંબંધી તૃષ્ણા વેદિકા હતી. તેના ઉપર મકરધ્વજને બેઠેલો તેં જોયેલો. તેનો પ્રિય મિત્ર આ વસંતઋતુ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવની ચિત્તવૃત્તિમાં પ્રમાદને કારણે જે ચિત્તવિક્ષેપો વર્તતા હતા ત્યાં મહામોહ રાજાની તૃષ્ણાની પરિણતિરૂપ વેદિકા હતી. તેના ઉપર કામનો પરિણામ બેઠેલો જોવાયેલો; કેમ કે તૃષ્ણામાંથી જ જેમ અન્ય ઇચ્છાઓ પેદા થાય છે તેમ કામની ઇચ્છા થાય છે. આ કામ એ મકરધ્વજ છે અને તેને વસંતઋતુ અત્યંત પ્રિય છે. શિશિરઋતુ પૂર્ણ થવા આવી અને વસંતઋતુ આવવાની તૈયારી છે, અને આ વસંતઋતુ કર્મપરિણામ રાજાની મહાદેવી જે કાલપરિણતિ છે તેનો અનુચર છે; કેમ કે કાલપરિણતિથી જ તે તે ઋતુ મનુષ્યલોકમાં પ્રગટ થાય છે. તેથી કાલપરિણતિનો અનુચર એવો વસંતઋતુ છે. અને કામને વસંતઋતુએ પોતાનું કથન નિવેદન કર્યું. શું નિવેદન કર્યું ? તે કહે છે – કાલપરિણતિની આજ્ઞાથી મારે ભવચક્ર નગરમાં માનવાવાસ નગરના અવાંતર નગરમાં મારે જવાનું છે, કેમ કે તે તે ક્ષેત્રમાં કાલપરિણતિની આજ્ઞાથી વસંતઋતુ આવે છે. માટે વસંતઋતુ પોતાના મિત્ર મકરધ્વજને મળવા આવે છે. તેથી મકરધ્વજ કહે છે કે જ્યારે તને કાલપરિણતિ માનવાવાસમાં મોકલે છે ત્યારે મને પણ મહામોહનરેન્દ્ર તે નગરમાં જ રાજ્ય આપે છે; કેમ કે જ્યારે મનુષ્યલોકમાં વસંતઋતુ આવે છે ત્યારે લોકોમાં કામવૃત્તિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવા માટે મહામોહ મનુષ્યલોકનું રાજ્ય મકરધ્વજને સોંપે છે. આ રીતે મકરધ્વજ અને વસંતઋતુ હંમેશાં માનવાવાસમાં આવે છે, ત્યારે ઇન્દ્રિયોના સુખમાં લોલુપ્ત રાજા, નગરજનો વગેરે કામને વશ થઈને ઉદ્યાનમાં ફરવા માટે આવે છે. તેથી મહામોહનો પદાતિભાવ ધરાવનારા જ વિષયાભિલાષ આદિ છે અને તેઓ જ વસંતઋતુના કામદેવનો રાજ્યાભિષેક કરે છે અને તે વખતે જ મહામોહ પણ તેનો મહત્તમભાવ ધારણ કરે છે અર્થાત્ કામને મુખ્ય કરે છે અને તેનાં સર્વ ગુપ્ત કાર્યો કરવા માટે મહામોહ પ્રવર્તે છે. વળી, મહામોહે મકરધ્વજને રાજ્ય આપતી વખતે કહેલું કે આ સર્વ સ્વજનોને તારે રાજ્યમાં તેનું કામ સોંપવું જોઈએ પરંતુ તેઓની સ્થિતિનું હરણ કરવું જોઈએ નહીં. અને તેઓને પોતપોતાનું જે આભવ્ય છે તેઓને તારે આપવું. તેનાથી એ પ્રાપ્ત થાય કે વસંતઋતુમાં જીવો કામને વશ થઈને ફરવા નીકળે છે ત્યારે અન્ય ઇન્દ્રિયોનાં જે જે કાર્યો છે તે કાર્યો કરવામાં અન્ય ઇન્દ્રિયો વ્યાપાર કરે છે, મકરધ્વજ કરતો નથી. રાગકેસરી-દ્વેષગજેન્દ્ર આદિ અન્ય રાજાઓ છે તેઓ પણ પોતપોતાનાં કાર્યો કરે છે, ફક્ત તે વખતે કામપ્રધાન બને છે અને કામવશ બનેલ લોલાક્ષ નામના રાજાને બાણથી વધે છે. તેથી કામથી વિહ્વળ થઈને તે રાજા ઉપવનમાં આવેલો છે છતાં કામે પોતાને જીત્યો છે તે રાજા પોતે જાણતો નથી. પરંતુ હું ભોગવિલાસ કરું છું, આનંદ-પ્રમોદ કરું છે તેમ માને છે. તે મહામોહ આદિના પ્રતાપથી પોતે હણાયા છે તેમ આ લોકો જાણતા નથી. મૂઢ જીવો કામ પોતાના સુખનું કારણ છે એમ માનીને પોતે કામથી હણાયા છે તેમ જાણતા નથી. કેમ તેઓ જાણતા નથી ? એ પ્રકારે જિજ્ઞાસામાં વિમર્શ કહે છે – આ કષાયો તે જીવોના દેહમાં અંતર્ધાન થઈને આ પ્રકારે તેઓનો વિનાશ કરે છે તેથી સંસારી જીવો તેઓથી પોતે વિનાશ પામી રહ્યા છે તે જોઈ શકતા નથી. અને અંદરમાં રહીને જીવોને પોતાને પરાધીન કરીને તેઓનું અંતરંગ સામ્રાજ્ય પોતાને પ્રાપ્ત થયું છે તેથી તે સર્વ અંદરમાં હર્ષિત થાય છે. આથી જ મૂઢ જીવોના કષાયો તે તે નિમિત્તને પામીને વૃદ્ધિ પામે છે પરંતુ ક્ષીણ થતા નથી. માત્ર જેઓમાં અત્યંત મૂઢતા વર્તે છે તેવા જીવોને
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy