SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કરાયેલ આતાવાળો, દેવતાઓના સમૂહની વચમાં રહેલો, ઐરાવત હાથી ઉપર બેઠેલો જાણે ઇન્દ્ર હોય તેવો તે રાજા જોવાયો. હર્ષિત, કલકલ કરતો, ઘણા શ્વેત આતપત્રના ફેનના પિંડવાળો, સુભિત મહાસાગર જેવો, ચાલતા કદલિકના હજાર હાથ વડે, સ્પર્ધા દ્વારા ત્રણ ભુવનની જાણે અવગણના કરતો, અતિ ભૂરિપણાને કારણે તેની આગળ=રાજાની આગળ, જોવાયો. એટલામાંsઉદ્યાનના પરિસરમાં રાજા પ્રાપ્ત થયો એટલામાં, વિશેષથી ચર્ચારીઓ ઉલ્લસિત થઈ. મૃદંગો વગાડાયાં. વેણુઓ વાદન કરાઈ. કંસાલકો ઉલ્લસિત કરાયા. મંજીરનો રણરણ કરાવાઈ. તાલનો આરવ પ્રવર્ધન કરાયો. હિંગનો કોલાહલ વિજસ્મિત થયો. જયજય અવાજ પ્રવૃત થયો. બંદીવૃંદનો શબ્દ ઉભવ થયો. ગણિકાગણી પ્રવૃત્ત થયા. પ્રેક્ષકજન સુભિત થયો. કેલીઓ થઈ. તેથી તે લોકો કેટલાક નૃત્ય કરે છે, કેટલાક કૂદકા મારે છે, કેટલાક દોડાદોડ કરે છે. કેટલાક કલકલ કરે છે. કેટલાક કટાક્ષો કરે છે, કેટલાક આળોટે છે, કેટલાક ઉપહાસ કરે છે. કેટલાક ગાય છે. કેટલાક વાદન કરે છે. કેટલાક ઉલ્લસિત થાય છે. કેટલાક જોરથી શબ્દોને મૂકે છે. કેટલાક બાહુમૂલને આસ્ફોટન કરે છે. કેટલાક પરસ્પર ચંદન, કેસરના લોદના રસ વડે સુવર્ણતા શૃંખલાઓથી સિંચે છે. તેથી આમ હોતે છતે – શ્લોક : लसदुद्भटभूरिविलासकरे, मदनानलदीपितसर्वजने । अथ तादृशलोचनगोचरतां, किमचिन्ति गते तु महामतिना? ।।१।। શ્લોકાર્ય : વિલાસ કરતાં ઉભટ એવા ઘણા પ્રકારના વિલાસને કરનાર એવું, કામના અગ્નિથી દીપ્ત થયેલું સર્વજન હોતે છતે, તેવી લોચનગોચરતા થયે છતે મહામતિ વડે શું વિચારાયું? IlIl इदं हि तदा मधुमासरसवशमत्तजनजनितं तत्तादृशं गुन्दलमवलोक्य विमर्शेन चिन्तितं यदुतअहो महामोहसामर्थ्य, अहो रागकेसरिविलसितं, अहो विषयाभिलाषप्रतापः, अहो मकरध्वजमाहात्म्यं, अहो रतिविजृम्भितं, अहो हासमहाभटोल्लासः, अहो अमीषां लोकानामकार्यकरणधीरता, अहो प्रमत्तता, अहो स्रोतोगामिता, अहो अदीर्घदर्शिता, अहो विक्षिप्तचित्तता, अहो अनालोचकत्वं, अहो विपर्यासातिरेकः, अहो अशुभभावनापरता, अहो भोगतृष्णादौर्लालित्यं, अहो अविद्यापहतचित्ततेति । ततः प्रकर्षो विस्फारिताक्षो निरीक्षमाणस्तल्लोकविलसितमभिहितो विमर्शेन-भद्र! एते बहिरङ्गजना, यद्विषयो मया वर्णितस्तेषां महामोहादिमहीभुजां प्रतापः । प्रकर्षः प्राह-माम! केन पुनर्वृत्तान्तेन कतमस्य वा भूभुजः प्रतापेन खल्वेते लोका एवं चेष्टन्ते? विमर्शेनोक्तं-निरूप्य कथयामि । ત્યારે મધુમાસના=વસંતઋતુના, રસના વશથી મત્ત થયેલા જનથી જનિત તે તેવા પ્રકારના ગુંદલને અવલોકન કરીને વિમર્શ વડે વિચારાયું. શું વિચારાયું ? તે ‘દુત'થી બતાવે છે – અહો, મહામોહનું સામર્થ્ય, અહો રાગકેસરીનું વિલસિત, અહો વિષયાભિલાષનો પ્રતાપ, અહો મકરધ્વજનું
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy