SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોકાર્થ : સેંકડો લોકોથી આકીર્ણ જે તે સાત્વિક માનસ નામનું નગર છે અને જે આ નિર્મલ, ઊંચો વિવેક નામનો પર્વત છે. જે રમ્ય અપ્રમત્ત નામનું તેનું શિખર છે. જે તેના જ=અપ્રમતશિખરના જ, ઉપરમાં રહેલું જૈન-સત્પર છે. અને જે મહાત્મા સાધુ લોકો તેના નિવાસી છે=જેનસપુરમાં રહેનારા છે, અને ત્યાં જેનપુરમાં, મધ્યમાં રહેલો જે ચિત્તસમાધાન નામનો મંડપ છે. અને ત્યાં= ચિત્તસમાધાનમંડપમાં, જે નિઃસ્પૃહતા નામની વેદિકા રહેલી છે તેના ઉપર નિઃસ્પૃહતા વેદિકા ઉપર, જે સુંદર જીવવીર્ય નામનું મહા આસન છે. અને પરિવારથી વીંટાળાયેલો ચારિત્રધર્મરાજા અને જે તેના-ચારિત્રધર્મરાજાના, શુભ્ર ગુણો છે અને જે તે રાજાઓના=ચારિત્રધર્મ પાસે રહેલા રાજાઓના, શુભ્ર ગુણો છે. હે મહારાજ નરવાહન ! તે આ=પૂર્વમાં વર્ણન કર્યું તે આ, ત્યારે વિચક્ષણ વડે સંપૂર્ણ સાક્ષાત્ જ અવલોકન કરાયું. ll૩૫૭થી ૩૬રા विचक्षणप्रव्रज्या ततश्च भो भो महानरेन्द्र! नरवाहन! स विचक्षणः सहैव तेन शुभोदयेन पित्रा, युक्त एव तया निजचारुतया मात्रा, आलिङ्गित एव तया प्रियभार्यया बुद्ध्या, सहित एव तेन श्वशुर्येण विमर्शन, अन्वित एव वक्षःस्थलशायिना तेन प्रकर्षेण प्रियतमतनयेन, समुपेत एव वदनकोटरवने वर्तमानया रसनाभार्यया, सर्वथा सकुटुम्बक एव केवलं तामेकां लोलतां दासचेटी परित्यज्य निराकृत्य च परुषक्रियया संप्राप्य गुणधरनामानमाचार्यं प्रव्राजितः, વિચક્ષણની પ્રવજ્યા અને તેથી તે મહાનરેન્દ્ર તરવાહત ! તે શુભોદય પિતા સાથે જ, તે નિજચારુતા માતાથી યુક્ત જ તે પ્રિયભાર્યા બુદ્ધિથી આલિંગિત જ, તે સાળા વિમર્શથી સહિત જ, વક્ષ:સ્થલમાં રહેલ પ્રિયતમ પુત્ર એવા તે પ્રકર્ષથી અવિત જ યુક્ત જ, વદનકોટરરૂપ વનમાં વર્તમાન રસના ભાર્યાથી યુક્ત જ સર્વથા સકુટુંબવાળો જ એવો તે વિચક્ષણ કેવલ તે એક લોલતા નામની દાસચેટીનો ત્યાગ કરીને અને કઠોર ક્રિયાથી નિરાકરણ કરીને ગુણધર નામના આચાર્યને પ્રાપ્ત કરીને પ્રવ્રજિત થયો. ભાવાર્થ - વિચક્ષણસૂરિએ નરવાહનરાજા પાસે પોતાનો વૃત્તાંત કહેતાં કહ્યું કે વિચક્ષણ અને જડ નામના બે પિતરાઈ ભાઈ હતા. તેમને રસનાની અને લોલતાની પ્રાપ્તિ થઈ પરંતુ વિચક્ષણને તેની શુદ્ધિને જાણવાની ઇચ્છા થઈ. તેથી તે વિચક્ષણે પોતાની વિમર્શશક્તિ અને બુદ્ધિના પ્રકર્ષના બળથી રસનાનું ઉત્પત્તિસ્થાન કોણ છે ? તેની ગવેષણા કરી અને તે ગવેષણા કરીને વિમર્શ અને પ્રકર્ષે જે સંસારનું સ્વરૂપ, જૈનનગરનું સ્વરૂપ ઇત્યાદિ બતાવ્યું, તેનો બોધ વિચક્ષણને થયો. આ કથન કર્યા પછી જડનો શું પ્રસંગ છે ? તે બતાવતાં કહે છે –
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy