SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૨૧ વળી, પ્રકર્ષ અને વિમર્શ વિચક્ષણ પાસે આવીને પોતે જે અત્યાર સુધી અવલોકન કર્યું તે સર્વ સંક્ષેપથી બતાવતાં કહે છે. અમે બંનેએ પ્રથમ રાજસચિત્ત-તામસચિત્ત નામનાં બે નગરો જોયાં. ત્યારપછી ચિત્તરૂપી મહાટવી જોઈ. ત્યાં મહામોહાદિનું સ્થાન જોયું અને અમને જે પ્રમાણે રસનાની મૂલશુદ્ધિ પ્રાપ્ત થઈ અને નિર્ણય કરાયો કે આ રસના રાગકેસરી મંત્રીની પુત્રી છે તે સર્વ કથન વિમર્શ કર્યું. તેથી એ ફલિત થયું કે જીવમાં રાગના પરિણામને કારણે જે વિષયનો અભિલાષ થાય છે તેને જ આ રસનેન્દ્રિય આપી છે. રસનેન્દ્રિયને વશ થઈને જીવો મહામોહના સૈન્યને પુષ્ટ કરે છે, કર્મ બાંધે છે, સંસારને સતત ગતિમાન રાખે છે અને સર્વ વિડંબના પામે છે. વળી, વિમર્શ અને પ્રકર્ષ કુતૂહલવશથી ભવચક્રને જોવા ગયા. ત્યાં ભવચક્રને જોઈને ભવચક્રમાં રહેલા વિવેકપર્વતને જોયો. ચારિત્રધર્મમંડપ વગેરે જોયું. સંતોષને જોયો. તે સર્વ જોવાના કારણે આટલો કાલ પસાર થયો. તે સર્વ વિમર્શ વડે વિસ્તારથી વિચક્ષણ આદિની આગળ નિવેદન કરાયું. જેથી વિમર્શના બળથી વિચક્ષણને તે સર્વનો બોધ થાય છે. વિચક્ષણસૂરિ પોતાનો વૃત્તાંત કહે છે અને તે કહેતાં કહ્યું હતું કે મલસંચય રાજાની તત્પક્તિ રાણી છે અને તેના બે પુત્રો છે શુભોદય અને અશુભોદય. શુભોદય અને નિજચારુતાનો પુત્ર વિચક્ષણ છે. અને અશુભોદય અને સ્વયોગ્યતાનો પુત્ર જડ છે. ત્યારપછી વિચક્ષણનું સ્વરૂપ અત્યાર સુધી બતાવ્યું. હવે આ બાજુ જડ શું કરે છે? તે બતાવતાં કહે છે – रसनालोलनासक्तजडचेष्टाः શ્લોક : इतश्च मांसमद्याद्यालयंस्तामसौ जडः । रसनां लोलतावाक्यैर्न चेतयति किञ्चन ।।३२३।। રસના અને લોલનામાં આસક્ત જડની ચેષ્ટાઓ શ્લોકાર્થ : અને આ બાજુ, માંસ, મધાદિથી તેને રસનાને, લાલન કરતો આ જડ લોલતાનાં વાક્યો વડે કંઈ વિચારતો નથી=રસનાની દાસી લોલતાનાં વાક્યોથી બીજું કંઈ વિચારતો નથી. Il૩૨૩ll શ્લોક - स तस्या लालने सक्तः, कुर्वाणः कर्म गर्हितम् । न पश्यति महापापं, न लज्जां न कुलक्रमम् ।।३२४।। શ્લોકાર્ય :તે જડ, તેના લાલનમાં રસનાના લાલનમાં, આસક્ત ગહિત કર્મને કરતો=નિંદિત કૃત્યને
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy