SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૯૯ તે સદ્ધોધની અવગતિ નામની પત્ની છે. તે સદ્ધધ સાથે અભેદ પરિણતિ સ્વરૂપ જ છે. તેથી સમ્બોધ એ જીવમાં જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થયેલો પરિણામ છે કે ક્ષયથી થયેલો પરિણામ છે. વળી આ સમ્બોધના સ્વઅંગભૂત જ પાંચ મિત્રો છે. તેમાં પ્રથમ મતિજ્ઞાનનો પરિણામ છે. તેથી જેઓને તત્ત્વ જોવાને અનુકૂળ નિર્મળમતિ થઈ છે તે સદ્ધોધની પ્રથમ અવસ્થા છે અને નિર્મળમતિ પ્રગટ્યા પછી શાસ્ત્રઅધ્યયનથી તે જીવોને સર્વજ્ઞના વચનાનુસાર જે સૂક્ષ્મ પદાર્થોનો બોધ થાય છે તે સદાગમરૂપ સદ્ધોધની બીજી અવસ્થા છે અને તે પ્રકર્ષથી ચૌદપૂર્વના બોધ સ્વરૂપ છે. જે જીવો નિર્મળમતિ અને સદાગમના બોધપૂર્વક ઉચિત ક્રિયાઓ કરે છે જેનાથી કષાયો સતત ક્ષીણ થાય છે તેમ જ્ઞાનવરણીય કર્મ પણ તેઓનું સતત ક્ષીણ થાય છે, તેથી આત્મકલ્યાણનું પ્રબળ કારણ બને એવી અવધિજ્ઞાનરૂપ સદ્ધોધની ત્રીજી અવસ્થા પ્રાપ્ત થાય છે. વળી, વિશિષ્ટ પ્રકારના કષાયના ક્ષયથી વિશિષ્ટ જ્ઞાનાવરણીયનો ક્ષય થાય છે જે સદ્ધોધની ચોથી અવસ્થા રૂપ મન:પર્યવજ્ઞાન છે અને આ ચાર જ્ઞાનના બળથી મહાત્માઓ જ્યારે પ્રાભિજ્ઞાનને પ્રાપ્ત કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે ત્યારે સદ્ધોધની પાંચમી અવસ્થા પ્રાપ્ત થાય છે જે સમ્બોધની પૂર્ણ અવસ્થા છે. વળી, જૈનપુરમાં રહેલા મહાત્માઓ સદાગમરૂપ બીજા પુરુષના વચનથી જ સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તેથી ચારિત્ર રાજાનાં સર્વ કાર્યોની મંત્રણા આ સદાગમ કરે છે; કેમ કે વચનથી બોધ કરાવવા સમર્થ સદાગમ છે. બીજા ચાર સદાગમના વયસ્ક મૂક મૂંગા છે. તેથી સદાગમનું વચનકુશલપણું જાણીને ચારિત્ર રાજાએ સદ્ધોધને મંત્રીરૂપે સ્થાપન કર્યો છે. આથી જેમ રાજા મંત્રીની સલાહથી સર્વ કાર્ય કરે તેમ જીવની ચિત્તવૃત્તિમાં વર્તતો ચારિત્રનો પરિણામ ભગવાનના વચનરૂપ સદ્ધોધથી સર્વ ઉચિત પ્રવૃત્તિનો નિર્ણય કરીને યોગમાર્ગમાં જીવોને પ્રવર્તાવે છે. તેથી જૈનપુરમાં વસતા જીવોમાં ચારિત્રધર્મનું સૈન્ય વિકાસ પામે છે અને મહામોહાદિ ચોરટાઓ તેમનાથી દૂર ભાગે છે. તે સર્વમાં સદાગમરૂપ મંત્રીનું જ કુશલપણું છે. જ્યારે સદાગમ વિદ્યમાન ન હોય ત્યારે ચારિત્રનું બળ, જૈનપુર ક્યારેય પોતાના સ્વરૂપે પ્રકાશમાન થતું નથી. આથી જ જે જીવોને સદાગમનો બોધ નથી તેઓ વ્યવહારથી જૈનદર્શનનાં અનુષ્ઠાનો કરતા હોય તોપણ જિનતુલ્ય થવાનો યત્ન કરીને તે જીવો મોહના નાશ માટે યત્ન કરી શકતા નથી. તેથી તેઓ જે જૈનપુરમાં વસે છે તે જૈનપુર પણ પોતાના સ્વરૂપે જૈનપુર નથી; કેમ કે અપ્રમત્તશિખર ઉપર રહેલ જેવું જૈનપુર છે તેવા સ્વરૂપે તે જૈનપુર પ્રકાશતું નથી. વળી, તે જીવોની ચિત્તવૃત્તિમાં ચારિત્રનું બળ પણ પોતાના સ્વરૂપે પ્રકાશતું નથી. આથી જ સાધુવેશમાં રહેલા કે શ્રાવકાચાર પાળનારા જીવો સદાગમના પ્રકાશ વગરના હોય ત્યારે જે સંયમની ક્રિયા કરે છે કે જે શ્રાવકાચાર પાળે છે, તેનાથી તેઓના ચિત્તમાં ચારિત્રનું સૈન્ય પોતાના સ્વરૂપે પ્રકાશતું નથી; કેમ કે મોહાદિની નાશ કરવા માટે તેઓની ચિત્તવૃત્તિમાં વર્તતું ચારિત્રનું બળ સદાગમની સહાય વગર અસમર્થ બને છે. તેથી જ તેઓની ચિત્તવૃત્તિમાં ચારિત્રની ક્રિયાઓ વિદ્યમાન હોવા છતાં મોદાદિ ચોરટાઓ પોતાનું સ્થાન જમાવીને તેઓની સંયમની ક્રિયામાં પણ હું તપસ્વી છું, હું ત્યાગી છું ઇત્યાદિ ભાવો કરાવીને ચારિત્રના સૈન્યને સતત ક્ષીણ કરે છે અને ચિત્તવૃત્તિમાં ચારિત્રના ભાવોને વ્યક્ત થવામાં યત્ન કરવા દેતા નથી. પરંતુ જે મહાત્માઓ સદાગમને પામેલા છે તેઓ જ
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy