SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ અનંતાનુબંધી કષાયનો ઉપશમ વર્તે છે. તેથી શમસુખનો અનુભવ છે, અધિક કષાયોનું શમન કરીને નિષ્કષાય અવસ્થા તરફ જવાનો પરિણામ છે તે રૂપ સંવેગ વર્તે છે. ચાર ગતિઓ વિડંબના સ્વરૂપ દેખાય છે તેથી તેની પ્રાપ્તિના કારણભૂત કષાયો-નોકષાયો પ્રત્યે નિર્વેદ વર્તે છે. વળી દયાળુ ચિત્ત હોવાથી યોગ્ય જીવોનું કેમ હિત થાય ? તે પ્રકારે યત્ન કરે છે – વળી, જિનવચન જ તત્ત્વ છે તેથી મારો આત્મા નિત્ય છે ઇત્યાદિ ભાવોમાં સ્થિરબુદ્ધિરૂપ આસ્તિય વર્તે છે. સમ્યગ્દષ્ટિ જીવનું ચિત્ત મૈત્રી, પ્રમોદ, કરુણા, અને માધ્યશ્મભાવનાથી ભાવિત હોય છે તેથી જ જીવોની પારમાર્થિક હિતચિંતા વર્તે છે. ગુણવાનના ગુણોને જોઈને પ્રમોદ થાય છે. દુઃખિત જીવોને જોઈને કરુણા થાય છે. આથી જ શારીરિક દુઃખિત કે કષાયથી દુઃખિત જીવોને જોઈને તેઓ પ્રત્યે ઉચિત યત્નથી તેઓના દુ:ખના નિવારણ માટે યત્ન કરે છે. વળી, કેટલાક જીવો ક્લિષ્ટ પ્રકૃતિવાળા હોય છે, પ્રયત્નથી સુધરે તેવા નથી. તેઓ પ્રત્યે પણ વિવેકી એવા સમ્યગ્દષ્ટિ જીવો દ્વેષ કરતા નથી પરંતુ ઉપેક્ષારૂપ માધ્યચ્યભાવને ધારણ કરે છે. વળી, સમ્યગ્દર્શન જીવને સદા ઉત્તરોત્તરના કષાયના ક્ષય માટે ઉચિત પ્રવૃત્તિ કરાવનાર છે, તેથી મોક્ષમાં જવાની ઇચ્છાથી દેશવિરતિધર, સર્વવિરતિધર કે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો પણ સદા ઉત્તરોત્તર કષાયના ક્ષય માટે પ્રયત્નશીલ હોય છે. વળી, સમ્યગ્દર્શનની સુદૃષ્ટિ નામની પત્ની છે. જે જૈનપુરમાં વસતા જીવોને સન્માર્ગમાં વીર્યને આપનારી છે અને વિધિપૂર્વક સેવાયેલ ચિત્તના ધૈર્યને કરનારી છે એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવોમાં મતિજ્ઞાનના નિર્મળ ક્ષયોપશમરૂપ સુદૃષ્ટિ વર્તે છે તેથી તેઓ હંમેશાં નવું નવું શ્રુત ભણવા માટે યત્ન કરીને મોક્ષમાર્ગમાં કેમ વીર્ય વધે તેવો જ યત્ન કરે છે. જેઓ આ મતિજ્ઞાનની નિર્મળદૃષ્ટિને જિનવચનનુસાર નિર્મળ નિર્મળતર કરવા યત્ન કરે છે તેનું ચિત્ત પૂર્વ પૂર્વ કરતાં સૂક્ષ્મ સૂમ ભાવાનો સ્પષ્ટ જોઈ શકે છે જેનાથી તેનું ચિત્ત મોક્ષમાર્ગને અનુકૂળ યત્નમાં સ્થિર સ્થિરતર થાય છે. વળી, મહામોહનો મિથ્યાદર્શનરૂપ મહત્તમ અને તેની કુદષ્ટિ પત્ની છે. તેઓ જે પ્રકારના આચાર કરે છે તેનાથી વિરુદ્ધ આ સુષ્ટિ સહિત સમ્યગ્દર્શન કરે છે. તેથી એ ફલિત થાય કે જીવમાં રહેલું મિથ્યાત્વ અને કુદૃષ્ટિ જીવને તત્કાલ દેખાતાં બાહ્ય સુખોમાં જ સાર બુદ્ધિ કરાવે છે અને પરલોક નથી, આત્મા નથી ઇત્યાદિ કુવિકલ્પો કરાવે છે. જ્યારે સુદૃષ્ટિ સહિત એવું સમ્યગ્દર્શન જીવને હંમેશાં યુક્તિ અને અનુભવ અનુસાર વસ્તુને જોઈને પોતાનો આત્મા શાશ્વત છે, કર્મથી વિડંબિત છે ઇત્યાદિ ભાવો કરાવે છે. સમ્યગ્દષ્ટિ જીવ નિપુણ પ્રજ્ઞાથી સ્વયં જોવા યત્ન કરે છે, શિષ્ટ પુરુષોના વચનથી જાણવા યત્ન કરે છે અને સ્વઅનુભવથી નિર્ણય કરીને સુવિચારથી સુંદર એવા ચિત્તનું નિર્માણ કરે છે. વળી, કુદૃષ્ટિથી યુક્ત મિથ્યાદર્શન યતનાપૂર્વક મહામોહના બલનું સંચાલન કરે છે અને સુદૃષ્ટિથી યુક્ત સમ્યગ્દર્શન ચારિત્રધર્મરાજાના સૈન્યનું સંચાલન કરે છે. તેથી એ ફલિત થાય કે મિથ્યાદૃષ્ટિ જીવો તે પ્રકારે જ વસ્તુનું અવલોકન કરીને પોતાના મહામોહના બલને પુષ્ટ પુષ્ટતર કરે છે જેનાથી દુરંત સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ કરે છે. જ્યારે સુદૃષ્ટિથી યુક્ત એવા સમ્યગ્દષ્ટિ જીવો ચારિત્રધર્મ જ કઈ રીતે આત્માને વર્તમાનમાં હિતકારી છે, આગામી હિતની પરંપરાનું કારણ છે, સંસારના સર્વ ઉપદ્રવોથી આત્માનું રક્ષણ કરનાર છે તેના જ પરમાર્થને નિપુણપ્રજ્ઞાથી અને સ્વઅનુભવથી જાણવા યત્ન કરે છે અને તેને સ્થિર કરીને પોતાના ચારિત્રબળને પુષ્ટ પુષ્ટતર કરવા
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy