SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આકનિપિપાસિતા નામની ભાર્યા, શબ્દ, રૂપ, રસ, સ્પર્શ, ગંધમાં સુબુદ્ધિમાન જીવોનું મન નિસ્તૃષ્ણક રાગ-દ્વેષ વર્જિત કરે છે. રાપી શ્લોક : लाभालाभे सुखे दुःखे, सुन्दरेऽसुन्दरेऽपि च । तथाऽऽहारादिके जाते, सन्तुष्टिं जनयत्यलम् ।।२५६।। શ્લોકાર્ચ - લાભાલાભમાં, સુખ-દુઃખમાં, સુંદર-અસુંદર પણ તે પ્રકારના આહારાદિક વસ્તુઓમાં અત્યંત સંતોષ ઉત્પન્ન કરે છે. ર૫૬II ભાવાર્થ - ચારિત્રધર્મના બે પુત્રો-યતિધર્મ અને ગૃહીધર્મ છે, તેમાં યતિધર્મનું સ્વરૂપ બતાવ્યા પછી ગૃહિધર્મનું સ્વરૂપ બતાવતાં કહે છે. ગૃહસ્થધર્મ બાર ભેટવાળો છે અને વિવેકપર્વતના અપ્રમત્તશિખર ઉપર રહેલા જૈનનગરમાં જે શ્રાવકો વસે છે તેઓનું કેવું ચિત્ત છે તે બતાવતાં કહે છે કે જે જીવો સાત્ત્વિક માનસવાળા છે અને જેમાં વિવેક પ્રગટેલો છે તેથી ધન-સ્વજન આદિથી પૃથગુ પોતાનો આત્મા છે, તે વીતરાગતુલ્ય પરિણામવાળો છે. કર્મના દોષથી અવીતરાગ પરિણામવાળો થયો છે તેવો જેને સ્પષ્ટ બોધ છે, તેવા જીવો વીતરાગ થવા માટે શક્તિ અનુસાર યત્ન કરે છે. તેઓ જ વિવેકપર્વત ઉપર રહેલા જૈનનગરમાં સંસ્થિત છે. તેવા જીવો વીતરાગ થવાના ઉપાયરૂપે પૂર્વમાં વર્ણન કર્યું તેવા દશ પ્રકારના યતિધર્મને જાણે છે. વળી, તેવી શક્તિ પોતાનામાં નથી તેથી નિત્ય તે યતિધર્મને સ્મૃતિમાં લાવે છે. શક્તિ અનુસાર પ્રતિદિન સાધુ સામાચારી સાંભળે છે અને તેનાથી પોતાના આત્માને ભાવિત કરે છે. સાધુઓ અત્યંત હિંસાદિથી વિરામ પામેલા છે અને તેવી શક્તિના સંચય અર્થે દેશવિરતિધર શ્રાવકો સ્થૂલ હિંસા આદિથી વિરામ કરીને સ્વભૂમિકાનુસાર બાર વ્રતો ગ્રહણ કરે છે અને તેનું પાલન કરીને સર્વવિરતિને અનુકૂળ બળસંચય કરે છે. ચિત્તવૃત્તિમાં રહેલો તેવો યત્ન કરાવનાર આ ગૃહિધર્મ છે. વળી, કોઈક શ્રાવકમાં બાર વ્રતોના પાલનની શક્તિ ન હોય તો સ્વભૂમિકાનુસાર અલ્પ પણ વ્રતો ગ્રહણ કરીને તે શક્તિસંચય કરે છે. વળી, આ ગૃહિધર્મની ભાર્યા સદ્ગુણરક્તતા છે. તેથી દેશવિરતિધર શ્રાવક હંમેશાં સદ્ગણવાળા એવા મુનિઓના ગુણોમાં રક્ત હોય છે. વળી, સગુણની પ્રાપ્તિનું પરમ બીજ માતાપિતાદિના વિનય કરવામાં ઉદ્યમવાળા હોય છે. આ સગુણરક્તતા ગૃહિધર્મરૂપ ભર્તામાં અત્યંત સ્નેહથી બદ્ધ છે. તેથી જેઓ ગૃહસ્થધર્મ સેવતા હોય તેઓને ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય તે પ્રકારે સગુણોમાં રક્ત હોય છે. વળી, આ સર્વવિરતિધર્મ અને આ દેશવિરતિધર્મ તેઓની પત્ની સહિત જૈનનગરમાં રહેલા જીવોને સતત આનંદને કરનારા છે.
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy