SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ઉદ્રક ન થાય તે પ્રકારનો સૂક્ષ્મ યત્ન કરે છે. વળી, જે અચિત્ત વસ્તુ છે જેના ગ્રહણથી કોઈ બાહ્ય જીવની હિંસાનો સંભવ હોય અથવા જેના ગ્રહણથી આત્માને રાગ-દ્વેષની પરિણતિરૂપ મમત્વ થવાનો સંભવ હોય તેવી વસ્તુને ગ્રહણ કરવાના યત્નથી આ સંયમ ધારણ કરે છે. આથી જ નિર્દોષ અચિત્ત ભિક્ષા પણ ઇન્દ્રિયોના ભાવોનું પોષણ થાય તેવી હોય તો અચિત્ત પણ ભિક્ષા સુસાધુ ગ્રહણ કરતા નથી. વળી જ્યાં કોઈ વસ્તુને પરઠવવાની આવશ્યકતા હોય તેવી ભૂમિનું પણ સમ્યફ પ્રેક્ષણ કરીને પરઠવે છે. અને જે સ્થાનમાં બેસવું હોય કે ઊભું રહેવું હોય તે ભૂમિને પણ સમ્યક્ પ્રમાર્જન કરીને ત્યાં બેસે છે અને ગૃહસ્થ પ્રત્યે કોઈ પ્રકારનું મમત્વ ન થાય તે પ્રકારે ઉપેક્ષા કરે છે. ફક્ત તેઓના હિત અર્થે ઉપદેશના પ્રયોજનથી કે અન્ય કોઈ પ્રયોજનથી ઉચિત ભાષણ માત્ર કરે છે પરંતુ ચિત્તમાં આત્માના ગુણોથી અન્યત્ર ક્યાંય સ્નેહભાવ ન થાય તે પ્રકારે ગૃહસ્થોની ઉપેક્ષા કરે છે. વળી, આહાર, ઉપધિ કે શય્યા કોઈક રીતે અશુદ્ધ પ્રાપ્ત થઈ હોય કે સંયમમાં ઉપખંભક હોય તેનાથી અધિક પ્રાપ્ત થઈ હોય તો યતનાપૂર્વક પરિષ્ઠાપન કરે છે. જેથી સંયમના ઉપ-કરણથી અધિક સંગ્રહનો પરિણામ થાય નહીં. વળી મન-વચન-કાયાનું અંતરંગભાવમાં નિયંત્રણ કરે છે. જેથી આત્માના નિરાકુળ સ્વભાવને સ્થિર સ્થિરતર કરવામાં જ તે મહાત્માના ત્રણે યોગો પ્રવર્તે છે. આ પ્રકારે સત્તરભેદથી આત્માને સંયમથી નિયંત્રિત કરીને મુનિઓ મોહાદિ સૈન્યનો સતત ક્ષય કરે છે. સંક્ષેપથી સંયમનું સ્વરૂપ બતાવતાં કહે છે – સંયમ ભવનાં કર્તવ્યોથી મુનિઓને વિમુક્ત કરે છે અર્થાત્ સંસારી જીવો જેમ જીવનવ્યવહાર અર્થે અને ભોગાદિ અર્થે જે સામગ્રીસંચય આદિની પ્રવૃત્તિ કરે છે તે સર્વથી મુનિઓને આ સંયમ દૂર કરે છે. અને મુનિઓને સતત સુસમાધાનવાળા કરે છે અર્થાત્ આત્માના નિરાકુળ સ્વભાવમાં સ્થિર સ્થિરતર થવા સિવાય મારે અન્ય કંઈ ઉપયોગી નથી એ પ્રકારે સુસમાધાનવાળા છે. તેથી અત્યંત સમાધાનને પામેલા મુનિઓ જિનવચનાનુસાર સર્વ પ્રવૃત્તિઓ કરીને જિનતુલ્ય થવા સર્વ ઉદ્યમ કરે છે. આ સંયમ નામનો ધર્મ મુનિઓને તે ઉદ્યમ કરાવે છે, જે મુનિઓનું પહેલું મહાવ્રત છે. (૭) સત્ય:- વળી, સાતમો સત્ય નામનો પુરુષ યતિધર્મ નામના પરિવારમાં છે જે જીવને સુંદર પ્રકૃતિને કરનાર હોવાથી અતિસુંદર છે. આથી જ સત્ય નામના પુરુષથી મુનિઓ સંયમના પ્રયોજનથી જ્યારે ભાષણ કરે ત્યારે તે વચન એકાંતે સ્વ-પરના હિતનું કારણ હોય તેવું જ બોલે છે અને હિતમાં ઉપયોગી હોય તેટલા જ પરિમિત અક્ષરોમાં ઉચિત કાલે બોલે છે. વળી મુનિઓનું તે વચન ષટ્કાયના પાલનના અધ્યવસાયથી નિયંત્રિત હોવાથી જગતવર્તી સર્વ જીવોના આલ્લાદનું જ કારણ છે; કેમ કે સંસારી જીવો તે તે કષાયને વશ થઈને જેમ બોલે છે તેમ મુનિઓ કષાયને વશ થયા વગર જિનવચનનું સ્મરણ કરીને ઉચિતકાળે ઉચિત રીતે જ ભાષણ કરે છે. જે સત્યવચન નામનો યતિધર્મ છે. જે બીજું મહાવ્રત છે. (૮) શૌચ - વળી, શૌચ નામનો આઠમો યતિધર્મ છે જે સાધુને દ્રવ્ય અને ભાવશુદ્ધિને કરાવે છે. આથી જ સુસાધુ દ્રવ્યથી આહારાદિના અશુદ્ધિનો પરિહાર કરે છે અને ભાવથી તીર્થકર અદત્તાદાનાદિ ચાર અદત્તાદાનનો પરિહાર કરે છે. તેથી તીર્થકરની આજ્ઞાનું સ્મરણ કરીને સંયમને ઉપખંભક હોય તેવાં જ આહાર, વસતિ, ઉપાધિ ગ્રહણ કરે છે અને તેને ગ્રહણ કર્યા પછી સંયમની વૃદ્ધિમાં કારણ બને તે રીતે યત્ન
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy