SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કર્મો નથી. પરંતુ મહામોહ અને તેના અવાંતર ભેદો છે. આથી જ ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમ કાળમાં કર્મપરિણામથી જ જીવને ચારિત્ર આદિ ગુણો પણ પ્રાપ્ત થાય છે અને અન્ય શુભપ્રકૃતિઓથી કર્મ જીવનાં સુંદર કાર્યો પણ કરે છે અને અસુંદર પ્રકૃતિઓથી અસુંદર કાર્યો કરે છે. મહામોહ રાજા તો કેવલ જીવને મૂઢ બનાવીને એકાંત તેનું અહિત જ કરે છે. વળી, આ મહામોહ જીવની ગુણસંપત્તિને લૂંટવાની ઇચ્છાવાળો છે. તેથી જીવને મૂઢ બનાવીને સર્વ વિડંબના કરે છે જ્યારે કર્મપરિણામ રાજા નાટકપ્રિય છે. તેથી જીવને ક્યારેક સુંદર પાત્રોરૂપે નૃત્ય કરાવે છે તો ક્યારેક અસુંદર પાત્રરૂપે નૃત્ય કરાવે છે. આથી જ તીર્થકર નામકર્મવાળા ઉદયવાળા જીવને કર્મપરિણામ રાજા અત્યંત સુંદર પાત્રરૂપે જ નૃત્ય કરાવે છે. વળી, લોકમાં આ મહામોહ મહારાજા મહત્તમ છે તેમ કહેવાય છે અને કર્મપરિણામ રાજાનો ભાઈ કહેવાય છે; કેમ કે કર્મપરિણામના જ અવાંતર ભેદરૂપ જ જ્ઞાનાવરણકર્મ છે તેથી નાનો ભાઈ છે. વળી, આ રાજાઓ=મહામોહ આદિ રાજાઓ, કર્મપરિણામ રાજાની પાસે જઈને જીવોને અનેક પ્રકારનાં નૃત્યો કરાવે છે. તેથી સંસારનાટક અનેક પ્રકારનાં વાજિંત્રોથી અને અનેક પ્રકારના ક્લેશોથી સદા વર્તે છે અને કર્મપરિણામ રાજા તે નાટક જોવા માત્રમાં જ સંતોષવાળો છે. વળી, આ કર્મપરિણામ રાજા અંદરના સર્વ જ મહામોહ આદિ સર્વનો પ્રભુ છે. વળી, સર્વના સમુદાયરૂપ સુંદર અને ઇતરનો નાયક કર્મપરિણામ રાજા છે અને મહામોહ કર્મપરિણામ રાજાનો એકદેશ છે અને કર્મપરિણામ રાજાના આદેશને કરનાર છે તેથી જે જીવોનાં જે પ્રકારનાં કર્મો વિપાકમાં આવે છે તે જ પ્રકારે મહામોહ આદિ ચોરટાઓ તે જીવોને તે પ્રકારની કષાયોની વિડંબના કરે છે. વળી નાટકનો પ્રાયઃ પ્રવર્તક કર્મપરિણામ રાજા છે. વળી, મોક્ષનગરીને છોડીને જે સુંદર અંતરંગ નગરો છે, સુંદર પુરુષો છે અને બાહ્યમાં પણ જે સુંદર સ્થાનો છે તે સર્વનો પ્રવર્તક કર્મપરિણામ રાજા છે. આથી જ કર્મને વશ જીવો સુંદર દેવલોકમાં, સુંદર મનુષ્યલોકમાં સુખ-શાંતિથી જીવી શકે તેવી સામગ્રીયુક્ત જન્મે છે તે સર્વ કર્મપરિણામનો વિલાસ છે. મહામોહ અન્ય કષાય-નોકષાય આદિ જે ભાવો છે તે સર્વના બળથી કર્મરૂપી ધનઅર્જન કરીને કર્મપરિણામ રાજાને જ અર્પણ કરે છે. આથી જ મહામોહ અને અંદરમાં વર્તતા રાગાદિ ભાવોથી જીવો જે કંઈ કર્મો બાંધે છે તે સર્વ કર્મના સંચયરૂપ થવાથી કર્મપરિણામ રાજાનું જ અંગ બને છે અને તે ધનનો વિનિયોગ કર્મપરિણામ રાજા કરે છે તેથી જે જીવોએ સુંદર કર્મો બાંધ્યાં છે તેઓને તે કર્મપરિણામ રાજા સુંદર સ્વરૂપે બનાવે છે અને જે જીવોએ ખરાબ કર્મો બાંધ્યાં છે તેઓને તે કર્મપરિણામ રાજા નરકાદિ ભાવોની પ્રાપ્તિ કરાવે છે. વળી, આ મહામોહ ચારિત્ર સૈન્ય સાથે યુદ્ધ કરવામાં અને તેની સંપત્તિને લૂંટવામાં તત્પર છે અને કર્મપરિણામ રાજા તે પ્રકારના યુદ્ધમાં રસવાળો નથી પરંતુ ભોગપર છે. તેથી જે જે પ્રકારના જે જે જીવો કર્મો બાંધે છે તે પ્રમાણે તે તે જીવોને તે તે ભાવો કરાવીને કર્મપરિણામ રાજા આનંદને અનુભવે છે પરંતુ મહામોહની જેમ ચારિત્રનો નાશ કરવા અને તેની સંપત્તિને ગ્રહણ કરવામાં તેને રસ નથી. આથી જ ઉત્તમ પુરુષોને કર્મપરિણામ રાજા પોતાની સંપત્તિની પ્રાપ્તિ કરવામાં સહાયક થાય છે, જ્યારે મહામોહ ઉત્તમ પુરુષને પણ ખુલના કરાવીને દૂર કરવા યત્ન કરે છે. આથી જ પ્રસન્નચંદ્ર રાજર્ષિ પોતાની આત્મિક સંપત્તિ
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy