SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વિચારણા કરવી જોઈએ નહીં. આ પ્રકારે વિચારીને વિચક્ષણ પુરુષો તેઓ પ્રત્યે મધ્યસ્થભાવવાળા થાય છે. વળી તત્ત્વની જિજ્ઞાસાથી મહામોહાદિ કઈ રીતે પોતાનું વીર્ય બતાવે છે, જેનાથી તેઓ સંસારમાં પોતાનું સામ્રાજ્ય પ્રવર્તાવી શકે છે તે બતાવવા અર્થે પ્રથમ કુદૃષ્ટિ નામની પત્ની સહિત મિથ્યાદર્શન નામનો જે મહામોહનો મહત્તમ છે તે પોતાના વીર્યથી કઈ રીતે ભવચક્રમાં જીવોને વિપર્યાસવાળા કરે છે ? તે બતાવતાં વિમર્શ કહે છે – આ ભવચક્રરૂપ નગર સમસ્તપ્રાયઃ આ મિથ્યાદર્શન નામના મહત્તમથી વશ થયેલું છે. આથી જ ચાર ગતિઓ રૂપ જે ભવચક્ર છે, તેમાં વર્તતા મોટાભાગના જીવો મિથ્યાદર્શનને વશ થઈને તેની આજ્ઞાને કરનારા છે. કઈ રીતે મિથ્યાદર્શનને વશ થઈને મોટાભાગના જીવો તેની આજ્ઞાને કરે છે ? તે બતાવવા અર્થે કહે છે – માનવાવાસમાં જે આ છ અવાંતર મંડલો દેખાય છે એ છ દર્શનો છે. તેમાંથી કેટલાક મોક્ષમાં જવા માટે ઇચ્છુક છે તોપણ મિથ્યાદર્શનને કારણે પોતપોતાના મતોની કલ્પના કરીને મોક્ષપથથી વિપરીત પથમાં જનારા છે. તેમાં લોકાયત મત નાસ્તિક મત છે, તે મોક્ષને માનતો નથી. તે સિવાય સર્વદર્શનકારો મોક્ષને માનનારા છે, તોપણ મોક્ષના વિષયમાં અને મોક્ષમાર્ગના વિષયમાં તેઓ અત્યંત ભ્રમિત છે, તે ભ્રમ પેદા કરાવનાર મિથ્યાદર્શન નામનો મહત્તમ છે. વળી, અહીં વિવેક નામનો પર્વત છે. તેમાં અપ્રમત્ત નામનું શિખર છે તેના ઉપર જૈનદર્શન વર્તે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ અત્યંત વિવેકપૂર્વક તત્ત્વાતત્ત્વની વ્યવસ્થાનો નિર્ણય કરે છે, સંસારનું વાસ્તવિક સ્વરૂપ જુએ છે, મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ જુએ છે અને તેની પ્રાપ્તિનો ઉપાય જીવાદિ નવતત્ત્વોનો બોધ કઈ રીતે છે તેનો યથાર્થ નિર્ણય કરે છે અને તે જીવાદિ સાત પદાર્થોનો યથાર્થ નિર્ણય કરીને સમિતિ-ગુપ્તિ શુદ્ધ ક્રિયા અને અસપત્નયોગ મોક્ષમાર્ગ છે જેનાથી આસવનો રોધ થાય છે અને સંવરની પ્રાપ્તિ થાય છે અને તે સંવર જ કર્મની નિર્જરા કરીને મોક્ષની પ્રાપ્તિનું કારણ છે અને જિનવચનાનુસાર અને યુક્તિ અનુભવ અનુસાર જે નિર્ણય કરે છે તેઓ તત્ત્વનિર્ણયમાં વિવેકવાળા હોવાથી અને અપ્રમત્તભાવથી તત્ત્વનો નિર્ણય કરે છે તેથી અપ્રમત્તશિખર ઉપર રહેલા છે. તેઓ જ મોક્ષમાર્ગને યથાર્થ જાણનારા છે. તેવા જીવોને મિથ્યાદર્શન બાધક થતો નથી. જ્યારે તે સિવાયનાં દર્શનો મોક્ષને સ્વીકારનારાં પણ સ્વસ્વ મતિ અનુસાર તે તે પદાર્થોની કલ્પના કરે છે અને તે તે પ્રકારના સ્વકલ્પિત આચારોના બળથી મોક્ષ માનનારા છે. તેઓ વિવેકપૂર્વક તત્ત્વને જોનારા નહીં હોવાથી વિપરીત મોક્ષમાર્ગને મોક્ષમાર્ગરૂપે માને છે. તેઓને મિથ્યાદર્શન નામનો આ મહત્તમ બોધક છે. તેથી મિથ્યાત્વને વશ થઈને મોક્ષ અર્થે જ મોક્ષથી વિપરીત પ્રવૃત્તિ કરીને સંસારચક્રમાં સર્વ કદર્થના પ્રાપ્ત કરે છે. વળી, જૈનદર્શન કઈ રીતે તત્ત્વ બતાવે છે ? તે બતાવતાં કહે છે – મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધના હેતુઓ છેઃકર્મબંધના હેતુઓ છે અને તે આસવો છે. તેથી મિથ્યાદર્શનાદિ પાંચ ભાવો જીવના પરિણામરૂપ છે અને તેનાથી કર્મના આગમનરૂપ આસવનું કાર્ય બંધ થાય છે અને આસવથી વિરુદ્ધ સંવરનો પરિણામ છે જે સમિતિ-ગુપ્તિ રૂપ શુદ્ધક્રિયા સ્વરૂપ છે અને સંવરના ફલરૂપ નિર્જરાની પ્રાપ્તિ થાય છે જે કર્મ અને આત્માની પૃથ પૃથર્ અવસ્થા છે અને નિર્જરાના ફલરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy