SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૬૭ સંગમથી ક્યારેક પાપનો ઉદય આવે છે અને ક્યારેક દુર્જનના સંગમ વગર પણ ખલતા પ્રગટ કરે તેવો પાપનો ઉદય હોય ત્યારે જીવ ખલ પ્રકૃતિવાળો બને છે. ખલતા જીવનું પાપપરાયણ મન કરે છે. વળી, શાક્ય, પૈશુન્ય, દુઃશીલપણું, વિપરીત ભાષણ, ગુરુવર્ગની સાથે વિપ્લવ, મિત્રનો દ્રોહ, કૃતનપણું, નિર્લજ્જપણું, મદ, મત્સરભાવ, બીજાના મર્મને પ્રગટ કરવાનું તુચ્છપણું, બીજાની પીડામાં નિશ્ચિતપણું, ઈર્ષ્યાદિ એ સર્વ ખલતાના પરિચારકો છે=જીવમાં વર્તતા ખલ પરિણામની સાથે સહભાવી દુષ્ટ પ્રકૃતિઓ છે. વળી, કર્મની મૂલપ્રકૃતિના પેટાભેદરૂપ પુણ્યોદય નામનું કર્મ છે, જેનાથી જીવમાં સૌજન્યભાવ પ્રગટે છે અને જે જીવમાં સૌજન્યભાવ વર્તે છે, તેમાં તત્ત્વને અનુકૂળ વીર્ય, તત્ત્વની પ્રાપ્તિને અનુકૂળ વૈર્ય અથવા વિષમ સંયોગમાં વૈર્ય, પદાર્થને વાસ્તવિક સ્વરૂપને જોવામાં ગાંભીર્ય, વિશ્વસનીયપણું, ધૈર્ય, પેશલપણું, પરોપકારપણું, દાક્ષિણ્ય, કૃતજ્ઞપણું, આર્જવાદિ ભાવો વર્તે છે. તેથી સૌજન્યવાળો પુરુષ સુંદર માનસવાળો હોય છે. તે સર્વ સુંદર ભાવોની નિષ્પત્તિનું કારણ જીવમાં વર્તતો પુણ્યોદય છે, તેને નાશક આ ખલતા છે. તેથી સૌજન્ય અમૃતના કુંડ જેવો છે અને ખલતા કાલકૂટના વિષથી અધિક છે. તેથી જેનામાં સૌજન્ય વર્તે છે તે જીવો ક્રમસર મહાત્મા બને છે અને જેનામાં ખલતા વર્તે છે તેઓ પાપિષ્ઠ માનસવાળા પાપ કરીને દુરંત સંસારમાં ભટકે છે. વળી, આ ખલતા બીજા જીવોને ઠગવામાં તત્પર, દ્વેષની પ્રકૃતિવાળી, સ્નેહ વગરની જીવને કરે છે. વળી પોતાની સ્તુતિ કરનારાઓનું પણ અનુચિત બોલનારા ખલ પુરુષો હોય છે. બીજાનાં છિદ્રો જોનારા હોય છે. ચિત્તમાં કંઈક ચિંતવન કરે છે, બોલે છે કંઈક, કરે છે કંઈક. આ સર્વ ખેલ પુરુષોની અનુચિત પ્રવૃત્તિ છે. તે સર્વ પાપના ઉદયથી થનારી જીવની ખરાબ પ્રકૃતિ છે. આ પ્રકારે ભવચક્રનું સ્વરૂપ વિચારીને બુદ્ધિમાન પુરુષ કર્મ કઈ રીતે જીવને ખલ બનાવીને વિડંબના કરે છે તેનું ભાન કરીને ભવથી અત્યંત વિરક્ત થાય છે. (૫) કુરૂપતા નારી: વળી, આઠ કર્મમાં નામકર્મ છે તે જીવને કુરૂપતા ઉત્પન્ન કરે છે. તેથી જે જીવોએ ખરાબ નામકર્મ બાંધ્યું છે, તેઓ કુરૂપ શરીર પ્રાપ્ત કરે છે. વળી, આ કુરૂપતાની પ્રાપ્તિમાં બહિરંગ કારણ દુષ્ટ આહાર, દુષ્ટ જીવનવ્યવસ્થા, કફાદિનો પ્રકોપ છે, તોપણ અંતરંગ રીતે તો તે પ્રકારનું નામકર્મ જ બલવાન કારણ છે અને જેઓને કુરૂપતા પ્રાપ્ત થઈ છે તેને જોઈને બધા જીવોને ઉદ્વેગ થાય છે. ખંજતા, કૂટતા આદિ અનેક અવાંતર ભાવો કુરૂપતાના જ ભેદો છે. તે કુરૂપતાનો જ પરિવાર છે. વળી, તે નામકર્મના જ ઉદયથી જીવમાં સુરૂપતા આવે છે. વળી, તે સુરૂપતા પ્રત્યે શુભ આહાર-વિહારાદિ પણ કારણ છે. મર્યાદામાં રહેલા કફાદિ પણ કારણો છે. તોપણ પ્રધાનરૂપે સુરૂપતા નામકર્મ જ કારણ છે અને તેને વિપાકમાં લાવવામાં શુભ આહારાદિ સહાયક કારણ છે, જેનાથી જીવો બીજાને જોવા માત્રથી ગમે છે, સુંદર દેખાવડા દેખાય છે. લોકને આનંદ ઉત્પન્ન કરનારા પણ થાય છે. તે સુરૂપતાના પ્રતિપક્ષભૂત આ કુરૂપતા છે. તેથી ક્યારેક સુરૂપ જીવોની સુરૂપતાનો નાશ કરીને પણ આ કુરૂપતા જીવની વિડંબના કરે છે. અને કુરૂપ જીવો લોકોમાં અનાદેય બને છે. લોકોના હાસ્યભૂત બને છે. પોતાની હીનત્વની શંકાવાળા રહે છે. લોકોને ક્રીડાનું સ્થાન બને છે. વળી કુરૂપ જીવો પ્રાયઃ ગુણો રહિત જ હોય છે; કેમ કે ભૂતકાળમાં જેઓએ ધર્મ સેવ્યો હોય
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy