SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૩૦ (૧) માનવાવાસ=મનુષ્યગતિ : ભવચક્રમાં એક માનવાવાસ છે જ્યાં અનેક પ્રકારનાં સુખ-દુઃખોથી પૂર્ણ જીવોનું સ્વરૂપ દેખાય છે અને જ્યાં મહામોહાદિ અંતરંગ લોકો સતત કલકલ કરે છે, તેથી તે મહામોહના પરવશ થયેલા જીવોમાંથી કેટલાક હર્ષમાં કૂદાકૂદ કરે છે. કેટલાક ક્રોધાતુર બનતા દેખાય છે. કેટલાક સંસારનાં અનેક પ્રકારનાં દુઃખ ભોગવતા દેખાય છે. તો કેટલાક પુણ્યના ઉદયથી ધનાદિને પ્રાપ્ત કરીને હર્ષિત થતા દેખાય છે. તેથી જેટલા પ્રકારના કષાયો છે, નોકષાયો છે અને અન્ય શાતાવેદનીય-અશાતાવેદનીય આદિ પુણ્ય-પાપપ્રકૃતિઓ છે તેને પરવશ અનેક પ્રકારના જીવો માનવાવાસમાં દેખાય છે. મનુષ્યલોકમાં જે જીવો ભગવાનના વચનથી ભાવિત છે તેઓ પ્રતિકૂળ અવસ્થા વર્તતી હોય તોપણ તત્ત્વના ભાવનથી અંતરંગ રીતે સ્વસ્થ વર્તે છે. જેમ રોગ નામનો બ્રાહ્મણ રાજાનો માન્ય બ્રાહ્મણ હતો. જિનવચનને પામેલો હતો. કોઈક કર્મના ઉદયથી કુષ્ટ રોગને પામેલો, છતાં સાવદ્ય પ્રવૃત્તિઓ કરીને રોગને મટાડવાની લેશ પણ ઇચ્છા નથી. તેના ઉત્તમ ચિત્તને જોઈને ઇન્દ્ર મહારાજાએ પ્રશંસા કરી. કોઈક દેવ પરીક્ષા કરવા આવે છે, બધાના રોગો મટાડે છે તેથી સ્વજનો, રાજા વગેરે બધા આગ્રહ કરે છે તોપણ સાવઘની પ્રવૃત્તિ જેમાં હોય તેવું કૃત્ય મારે કરવું નથી તેવી દઢ મનોવૃત્તિ હોવાથી કુષ્ઠ અવસ્થામાં પણ તે સુખી હતા. આથી જ વૈદ્યરૂપે આવેલા દેવતાનો અને રાજા આદિનો આગ્રહ હોવા છતાં સ્પષ્ટ ઔષધ ક૨વાની ના પાડે છે. એવા ઉત્તમ પુરુષોને વિષમ સંયોગમાં પણ ચિત્તના સ્વાસ્થ્યરૂપ મહાસુખ વર્તે છે. તેથી ભોગસામગ્રી વચમાં પણ કષાયોને વશ જીવ બાહ્યથી સુખી હોવા છતાં અંતરંગ દુઃખી થાય છે. મનુષ્યલોકમાં પણ વિપુલ ભોગસામગ્રી હોય તોપણ કષાયોને વશ અંતરંગ અને બહિરંગ અનેક પ્રકારના ક્લેશોને જીવ વેઠે છે. પરંતુ જેઓ જિનવચનથી ભાવિત છે તેઓને ક્વચિત્ કોઈક કર્મના ઉદયથી દુઃખ આવેલું હોય તોપણ ચિત્તથી સ્વસ્થ હોવાના કારણે તેઓ સુખી છે, વળી ભાવિમાં સર્વ પ્રકારના સુખની પરંપરાને પામે છે. (૨) વિબુધાલય=દેવગતિ : વળી, ભવચક્રમાં બીજું નગર વિબુધાલય અર્થાત્ દેવલોક છે જ્યાં પુણ્યના પ્રકર્ષવાળા જીવો દિવ્યભોગો, દિવ્યવિલાસો કરે છે. રત્ન, મણિઓ, ઉત્તમ સરોવરો, બગીચાઓ આદિથી તે તે વિમાનાધિપતિનાં વિમાનો યુક્ત છે. તેથી સર્વ પ્રકારના આનંદ-પ્રમોદમાં તેઓ વર્તે છે. અને ત્યાં મહામોહે શાતાવેદનીય કર્મના ઉદયને તે રાજ્ય આપેલું છે. તેથી વિબુધાલયમાં શાતાનું જ એક છત્ર સામ્રાજ્ય ચાલે છે તોપણ જીવમાં વર્તતા મહામોહાદિ પણ ત્યાં વિદ્યમાન છે, તેથી અતિ દીર્ઘ આયુષ્ય, અતિ વિપુલ ભોગસામગ્રીમાં પણ આરોગ્યાદિ ઉત્તમ ભાવો હોવા છતાં કેટલાક દેવો ઈર્ષ્યા, શોક, ભય, ક્રોધ, લોભ, મોહ, મદ ભાવોથી પણ આકુલ થાય છે; કેમ કે પોતાનાથી અધિક બીજાની સમૃદ્ધિ જોઈને તેઓને ઈર્ષ્યા થાય છે. ક્યારેક અનેક દેવીઓ હોવા છતાં કોઈક દેવી ચ્યવી જાય=મૃત્યુ પામે અને ગાઢ રાગ તેના પ્રત્યે હોય ત્યારે શોકમય બને છે. વળી, બલવાન દેવોથી કોઈક રીતે પરાભવ થાય તો ભયથી આકુલ બને છે જેમ ચમરેન્દ્રએ સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર ઉપર કુપિત થઈને ઉપપાત કર્યો અને સૌધર્મદેવે તેના ઉપર વજ્રનો ઘા કર્યો ત્યારે ભયભીત થઈને વીર ભગવાનના ચરણમાં જાય છે. વળી ક્યારેક પરસ્પર દેવીઓ સાથે મનભેદ થવાથી પણ ક્રોધ થાય છે. વળી,
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy