SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ज्ञाताऽवसरेण प्रयुक्ता मृषावादेनाऽऽत्मीया योगशक्तिः, कृतमन्तर्धानं, प्रविष्टो मदीयमुखे । ततोऽभिहितं मया-प्रियतमे! त्वया पुनश्तदा कीदृशं लक्षितम् ? नरसुन्दरी प्राह-न मया किञ्चित्तदा सम्यग् विज्ञातं, केवलं समुत्पन्ना शङ्का, किं सत्यमेव शरीराऽपाटवमार्यपुत्रस्य? किं वा कलाकलापे न कौशलमिति ? मयाऽभिहितं-सुन्दरि! न तत्रैकोऽपि विकल्पः कर्तव्यः यतस्तरन्ति हृदये मम सकलाः कलाः, शरीराऽपाटवमपि मम न किञ्चित्तदाऽऽसीत्, केवलमम्बया तातेन चालीकमोहात् कृतो मुधैव बहलः कलकलः, तथाविधाऽलीककलकले च स्थिरतया स्थितोऽहं मौनेन । एतच्चाऽऽकर्ण्य नरसुन्दर्याः संजातो मनसि व्यलीकभावः । चिन्तितमनया-अहो अस्य प्रत्यक्षाऽपलापित्वं, निर्लज्जता, अहो धृष्टता, अहो आत्मबहुमानिता । ततोऽभिहितं नरसुन्दर्या-आर्यपुत्र! यद्येवं ततो महत्कुतूहलं मम इदानीमप्यहमार्यपुत्रेण कलास्वरूपमुत्कीर्त्यमानं श्रोतुमिच्छामि, अतो महता प्रसादेन समुत्कीर्तयतु તાર્યપુત્રઃ | ત્યારપછી તરસુંદરી વડે વિચારાયું. કેવા પ્રકારનું ગુહ્ય હું આર્યપુત્રને પૂછું? હા જણાયું. આ મારા વડે સુનિશ્ચિત છે. તે કુતથી બતાવે છે. અત્યંત મનોહર શરીરવાળો પણ, રક્ત અશોક વૃક્ષની જેમ સંપૂર્ણ કલાકલાપના કૌશલના ફલથી વિકલ જ આ આર્યપુત્ર છે. જે કારણથી વિજ્ઞાનના અભાવજનિત ભયના અતિરેકથી જ આને રિપુદારણને, ત્યારે લગ્નના પ્રસંગે, સભામાં તેવા પ્રકારનો મતક્ષોભ થયેલ. તે કારણથી હમણાં તે મતક્ષોભનું કારણ આર્યપુત્રને પૂછું. તેથી જો સ્પષ્ટ કહેશે તો હું જાણીશ. મારી સાથે આવો સ્નેહસદ્ભાવ છે. હવે જો નહીં કહે તો ત્યાં પણ અભિપ્રાયને જાણીશ. એ પ્રમાણે વિચારીને હું નરસુંદરી વડે પુછાયો. તે ‘દુત'થી કહે છે – હે આર્યપુત્ર ! તમને ત્યારે સભામાં શરીરનું કેવા પ્રકારનું અપાટ થયું. એટલામાં જ્ઞાત અવસરથી મૃષાવાદ વડે આત્મીય યોગશક્તિ પ્રયુક્ત કરાઈ. અંતર્ધાન કરાયું. મારા મુખમાં પ્રવેશ કરાયો. તેથી મારા વડે કહેવાયું – હે પ્રિયતમા ! તારા વડે વળી હું કેવો જણાયો ? નરસુંદરી કહે છે – મારા વડે ત્યારે કંઈ સમ્યમ્ જણાયું નહીં. કેવલ શંકા ઉત્પન્ન થઈ. શું સત્ય જ આર્યપુત્રના શરીરનું અપાટવ છે અથવા કલાકલાપમાં કૌશલ્ય નથી. મારા વડે કહેવાયું – હે સુંદરી ! ત્યાં તારા પ્રશ્નમાં, એક પણ વિકલ્પ કરવો જોઈએ નહીં. જે કારણથી મારા હૃદયમાં બધી કલા વર્તે છે. શરીર અપાવ પણ મને ત્યારે કંઈ ન હતું. કેવલ માતા વડે અને પિતા વડે જુઠા મોહથી વ્યર્થ જ મોટો કલકલ કરાયો. તેવા પ્રકારના જુઠા કલકલમાં સ્થિરપણાથી હું મૌનથી રહેતો. આ સાંભળીને નરસુંદરીને મનમાં વ્યલીકભાવ થયો. આના વડે વિચારાયું – આનું રિપુદારણનું, આશ્ચર્યકારી પ્રત્યક્ષ અપલાપપણું છે. આશ્ચર્યકારી નિર્લજ્જતા છે. આશ્ચર્યકારી ધૃષ્ટતા છે. આશ્ચર્યકારી આત્મબહુમાનતા છે. તેથી તરસુંદરી વડે કહેવાયું – હે આર્યપુત્ર ! જો આ પ્રમાણે છે તમારામાં કળાકૌશલ્ય છે એ પ્રમાણે છે, તો મને મહાન કુતૂહલ છે. હમણાં પણ હું આર્યપુત્ર વડે કહેવાતા કલાસ્વરૂપને સાંભળવા ઇચ્છું છું. આથી મોટા પ્રસાદથી તે=કલાકૌશલ્ય, આર્યપુત્ર કહો.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy