SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ पुनरेकैकस्यां कलायां सारस्थानानि प्रश्नयिष्यामि, तत्राऽर्यपुत्रेण निर्वाहः करणीय इति । तदाकर्ण्य हृष्टौ नरवाहन-नरकेसरिनरेन्द्रौ समस्तं राजकुलं लोकाश्च । નરસુંદરીની રિપદારણની કલાપરીક્ષાની ઈચ્છા ત્યારપછી સર્વ સૈન્ય સાથે નરકેસરી આવ્યો. પિતાને રિપદારણના પિતાને, આગમનનો વૃતાંત જણાવાયો. આકરિપુદારણના પિતા, પરિતોષ પામ્યા. નગરને ઉદ્ભૂિત ઊંચી, પતાકાવાળું કરાયું. મહાવૈભવથી પિતા વડે નરકેસરી પ્રવેશ કરાવાયો. આવાસસ્થાન અપાયું. રિપુદારણકુમારની તરસુંદરીની સાથે કલાકૌશલની પરીક્ષા થશે એ પ્રમાણે લોકોને જણાવાયું. પ્રશસ્ત દિવસમાં સ્વયંવરમંડપ સજ્જ કરાવાયો. માચડાઓ રચાવાયા. રાજવંદ એકઠું થયું. તેના મધ્યમાં પરિકર સહિત તાત બેઠા અને કલાચાર્ય બોલાવાયા અને ત્રણમિત્રની સાથે હું તાત સમીપે આવ્યો અને રાજપુત્રો સાથે મહામતિ આવ્યા કલાચાર્ય આવ્યા. અને આ બાજુ મારા દુષ્ટચેષ્ટિતોને જોતા પુણ્યોદયનું શરીર ચિત્તના ખેદથી જ કૃશતર થયું મારો પુણ્યોદય અલ્પ થયો. પરિÚરણ વિગલિત થયું પુણ્યના ઉદયનું પરિસ્કરણ અલ્પ થયું. પ્રતાપ મંદીભૂત થયો. ત્યારપછી હું અને કલાના ઉપાધ્યાય પિતાના અભ્યર્થમાં નજીકમાં, બેઠા. વિનયનમ્ર એવા નરવાહ રાજા વડે મહામતિને નરકેસરી રાજાના આગમનનું પ્રયોજન નિવેદિત કરાયું. તે સાંભળીને મને રિપુદારણને, હર્ષનો અતિરેક થયો. પોતાના હૃદયમાં હસતા ઉપાધ્યાય મૌન રહ્યા. એટલામાં નરકેસરી આવ્યો. તરવાહન પરિતોષ પામ્યા. તેને મહા સિંહાસન અપાયું. પરિવાર સહિત નરકેસરી બેઠો. ત્યારપછી તેના અનંતર લાવણ્યઅમૃતના પ્રવાહથી લોકોના હૃદયરૂપી સરોવરને પૂરતી, કૃષ્ણ, સ્નિગ્ધ કુંચિત કેશના પાશથી શ્રેષ્ઠ મોરના કલાપને અવગણના કરતી, વદનચંદ્રથી=મુખરૂપી ચંદ્રથી, દિફચક્રવાલને પ્રોત્સાહિત કરતી, વિલાસથી વિલોકિત એવા જીવ વડે લીલામંથરથી કામિજનના ચિત્તને વિધુરિત કરતી, સ્તનના ભાર વડે મોટા હાથીના કુંભના વિભ્રમને બતાવતી, વિસ્તીર્ણ જઘનરૂપી પુલિતથી મદનરૂપી હાથીને ઉચ્છંખલ કરતી, ચરણયુગ્મથી સંચારિત કરેલાં બે રક્તકમળની લીલાને વિડંબિત કરતી, મન્મથના ઉલ્લાપતા જલ્પિત વડે સુંદર કોકિલસમૂહલા શબ્દનો ઉપહાસ કરતી, શ્રેષ્ઠ વસ્ત્ર, અલંકાર, માલ્ય, તાંબૂલના અંગરાગના વિવ્યાસથી શ્રેષ્ઠ મુનિઓને પણ કુતૂહલ ઉત્પન્ન કરતી, પ્રિય સખીઓના વૃદથી પરિકરિત, વસુંધરાથી અધિષ્ઠિત એવી તરસુંદરીએ પ્રવેશ કર્યો. તેથી તેને તરસુંદરીને, જોઈને હું હર્ષિત થયો. સ્વચિત્તથી શૈલરાજ=માતકષાય ઉલ્લસિત થયો. તે સ્તબ્ધ ચિત્તરૂપ અવલેપન દ્વારા મારું આત્મહદય વિલેપન કરાયું અને વિચારાયું – મને છોડીને આને પરણવા માટે કોણ યોગ્ય છે. ખરેખર કામદેવને છોડીને રતિ અન્યને પ્રાપ્ત થતી નથી. એટલામાં પિતાદિના વિહિત વિનયવાળી એવી તરસુંદરી નરકેસરી રાજા વડે કહેવાઈ. શું કહેવાયું તે “યડુતથી બતાવે છે – હે પુત્રી ! તું બેસ. લજ્જાનો ત્યાગ કર. અને પોતાના મનોરથને પૂર. રિપદારણકુમારને કોઈ કલામાર્ગમાં જ્યાં રુચે છે ત્યાં પ્રશ્ન કર. તેથી તરસુંદરીથી સહર્ષ બેસીને કહેવાયું – તાત જે આજ્ઞા કરે. કેવલ ગુરુઓની સમક્ષ મને ઉગ્રાહણ કરવું યુક્ત નથી=પ્રશ્નો કરવા
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy