SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ભોગમાં રતિનો પરિણામ થાય છે, જેના સ્મરણથી જ અશુચિમય એવી પણ સ્ત્રીની કાયાને જોવા છતાં તે રતિસુખના અર્થે ભોગની ઇચ્છા કરે છે. પરંતુ બુદ્ધિમાન જીવો સ્ત્રીના અશુચિમય દેહનું અને ચલચિત્તનું તે રીતે ભાવન કરે છે કે તેથી જેમ અશુચિમય પદાર્થને જોવાથી રતિ થતી નથી તેમ સ્ત્રીના ભોગથી રતિ ઉત્પન્ન કરે તેવી જે ચિત્તની પરિણતિ હતી તે પણ તે મહાત્માઓ ભાવનાના બળથી જીતે છે. વળી હાસ્ય, જુગુપ્સા આદિ ભાવો નિમિત્તને પામીને સંસારી જીવોને સહજ ઊઠે છે પરંતુ જે મહાત્માઓ નોકષાયોનું સ્વરૂપ હાસ્ય-જુગુપ્સા આદિ કરાવીને જીવને વિડંબના કરાવે છે તેવું સૂક્ષ્મ અવલોકન કરીને આત્માને ભાવિત કરે છે તે મહાત્માઓને નિમિત્તને પામીને પણ હાસ્ય થતું નથી અને જુગુપ્સનીય પદાર્થને જોઈને પણ ચિત્તમાં જુગુપ્સા થતી નથી, પરંતુ જુગુપ્સાના કુત્સિત સ્વભાવથી ભાવિત હોવાને કારણે સમભાવવાળું ચિત્ત રહે છે. વળી, સંસારી જીવોને દેહની અશુચિ પ્રત્યે જુગુપ્સા વર્તે છે જ્યારે મહાત્મા વિચારે છે કે દેહનું શૌચ પરમાર્થથી શક્ય નથી. ક્ષણિક શૌચ જ જલથી થાય છે, આત્માનું શૌચ સત્ય, તપ, ઇન્દ્રિયનિગ્રહ અને સર્વ જીવોની દયા છે. તેથી સત્ય, તપ ઇત્યાદિ ભાવોનું પુનઃ પુનઃ ભાવન કરીને તે મહાત્મા શૌચ ભાવનાથી આત્માને તે રીતે ભાવિત કરે છે કે જેથી બાહ્ય પદાર્થો પ્રત્યે જુગુપ્સા થતી નથી. વળી, ભગવાનની પૂજા અર્થે કે સુસાધુના વંદન અર્થે શુદ્ધ થઈને જવું હોય ત્યારે જલથી સ્નાન કરે છે. પરંતુ દેહની જુગુપ્સાથી સ્નાન કરતા નથી તેવા શ્રાવકો જલથી દેહની શુદ્ધિ કરીને પણ વીતરાગની ભક્તિ કરીને કે સુસાધુની ભક્તિ કરીને ભાવથી શૌચની વૃદ્ધિ કરે છે. આ રીતે જે શ્રાવકો ભગવાનની ભક્તિ અને સુસાધુની ભક્તિ અર્થે દ્રવ્ય શૌચ કરે છે તેના દ્વારા ભાવ શૌચમાં યત્ન કરે છે અર્થાત્ દેવ-ગુરુની ભક્તિ કરીને સંયમને અનુકૂળ શક્તિનો સંચય કરે છે, તેઓની જુગુપ્સા પણ નષ્ટપ્રાયઃ હોય છે. તેથી સંસારી જીવોની જેમ કંઈક જુગુપ્સા છે તે અત્યંત બાધક થતી નથી. વળી, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય રૂ૫ ઘાતિકર્મો જીવના જ્ઞાનગુણમાં બાધક છે તોપણ જે મહાત્માઓ સતત ભગવાનના શાસનના તાત્પર્યને સ્પર્શે એ રીતે શાસ્ત્રનો અભ્યાસ કરે છે તેનાથી આત્માને અત્યંત વાસિત કરે છે અને ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરીને અપ્રમાદી બને છે. તેઓમાં વર્તતું અજ્ઞાન પણ બહુ કદર્થના કરનારું થતું નથી પરંતુ તેઓનું અજ્ઞાન સતત નષ્ટ નષ્ટતર થાય છે. વળી, દાનાદિમાં વિપ્નને કરનાર અંતરાય કર્મ પણ નિઃસ્પૃહી મુનિઓને અને નિઃસ્પૃહી શ્રાવકોને બહુ બાધ કરનારા થતા નથી. આથી જ જેઓને ભોગોની અત્યંત ઇચ્છા નથી અને બાહ્ય દાનાદિનું અત્યંત મહત્ત્વ છે તેથી શક્તિ અનુસાર દાન દેનારા છે અને શક્તિ અનુસાર સન્માર્ગમાં વીર્યને પ્રવર્તાવનારા છે, તેઓનાં પાંચ પ્રકારનાં અંતરાય કર્મો પણ બહુ કદર્થના કરનારાં થતાં નથી. વળી કષાયોના અવાંતર અનેક ભેદો છે તે સર્વ દુષ્ટ ભટ્ટ, જુગુપ્સા આદિ દુષ્ટ નારીઓ કે કષાયોના અવાંતર ભેદરૂપ અનેક બાળકો મહામોહના સૈન્યમાં છે, તે સર્વ ઉત્તમ ભાવનાથી ભાવિત થયેલા મહાત્માઓને કદર્થના કરતાં નથી. વળી જે ચાર અઘાતી કર્મો છે તે પણ ઉત્તમ ભાવનાથી ભાવિત જીવોનાં સુંદર કાર્યોને જ કરે છે. આથી જ એવા મહાત્માઓ અન્ય ભવમાં જાય ત્યારે પણ ઉત્તમ દેવભવ, ઉત્તમ મનુષ્યભવ પ્રાપ્ત કરે છે. સર્વ પ્રકારની બાહ્ય ઉત્તમ સામગ્રી પ્રાપ્ત કરે છે અને તત્ત્વથી ભાવિત ચિત્તવાળા હોવાથી તેવી ઉત્તમ
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy