SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ કર્મ પ્રમાણે અન્ય ભવમાં સર્વ વિખૂટા થાય છે માટે સ્વજનાદિ પ્રત્યે રાગ કરવો ઉચિત નથી પરંતુ આત્માની નિરાકુળ અવસ્થા જીવ સાથે શાશ્વત રહે તેવી છે તેનો રાગ કરીને તેને જ પ્રગટ કરવા યત્ન કરવો જોઈએ. વળી, સંસારમાં ઇષ્ટના સમાગમો વિયોગના તાપને કરનારા છે. તેથી ક્વચિત્ આ ભવમાં તેનો વિયોગ પ્રાપ્ત થશે ત્યારે દુઃખ પ્રાપ્ત કરશે. ક્વચિત્ મૃત્યુ વખતે તેનો ત્યાગ કરવો પડશે ત્યારે દુઃખ ઉત્પન્ન કરશે એમ ભાવન કરીને ઇષ્ટ સમાગમો પ્રત્યે રાગ જ કરવો જોઈએ નહીં, જેથી વિયોગનું દુઃખ જ થાય નહીં. વળી, આ શરીરને જરા જર્જરિત કરે છે. મૃત્યુ બધાનો નાશ કરે છે માટે અસાર એવા દેહ પ્રત્યે મમત્વ કરવું જોઈએ નહીં. પરંતુ આત્માની અંતરંગ ગુણ-સંપત્તિમાં જ મમત્વ કરવું જોઈએ. આ પ્રકારે જેઓ હંમેશાં ચિત્તને સ્પર્શે તે રીતે આત્માને ભાવિત કરે છે તેવા નિર્મળ ચિત્તવાળા જીવોને મહામોહ આદિ અંતરંગ શત્રુઓ કોઈ બાધક થતા નથી. તેવા મહાત્માઓને કોઈ નિમિત્તમાં શોક થતો નથી, અરતિ થતી નથી, દુષ્ટઅભિસંધિ થતી નથી, કેમ કે તે મહાત્માઓએ મહામોહને અને તેના રાગ-દ્વેષરૂપ પુત્રોને ભાવનારૂપી શસ્ત્રોથી નષ્ટપ્રાયઃ કર્યા છે. શ્લોક : તથા सर्वज्ञागमतत्त्वेषु, ये सन्ति सुविनिश्चिताः । ये पुनः सद्विचारेण, क्षालयन्त्यात्मकल्मषम् ।।५८८।। नयन्ति स्थिरतां चित्तं, सर्वज्ञागमचिन्तया । पश्यन्त्युन्मार्गयायित्वं, मूढानां च कुतीर्थिनाम् ।।५८९।। तेषामेष जनानां भो, निर्मलीभूतसद्धियाम् । न बाधकः प्रकृत्यैव, महामोहमहत्तमः ।।५९० ।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્ચ - અને સર્વજ્ઞના આગમતત્વમાં જેઓ સુવિનિશ્ચિત છે. વળી, સદ્વિચારથી જેઓ આત્માના કાદવને ક્ષાલન કરે છે. સર્વજ્ઞના આગમની ચિંતાથી ચિત્તની સ્થિરતાને પ્રાપ્ત કરે છે અને મૂઢ એવા કુતીર્થિકોના ઉન્માર્ગ ગમનપણું જુએ છે. નિર્મલીભૂત બુદ્ધિવાળા તે જીવોને પ્રકર્ષ ! આ મહામોહ મહત્તમ પ્રકૃતિથી જ બાધક નથી. I/પ૮૮થી ૫૯oll. શ્લોક : याऽप्येषा गृहिणी पूर्वं, वर्णिता वीर्यशालिनी । कुदृष्टिः सापि तद्वीर्याद्दूरतः प्रपलायते ।।५९१।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy