SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ વિમર્શશક્તિ જેનામાં છે તે પુરુષ જાણે છે કે બુદ્ધિના પ્રકર્ષવાળા પુરુષ મારા કહેવાયેલા વચનના તાત્પર્યને યથાર્થ જ ગ્રહણ કરે છે. વળી વિમર્શ કહે છે કે દરેક પદાર્થોનો સાંભળવા માત્રથી યથાર્થ બોધ થતો નથી. પરંતુ તેનું ઍડમ્પર્ય જાણવું જોઈએ. અને કોઈ સ્થાનમાં જો એંદપર્યનો બોધ ન થાય તો ભૌતકથાની જેમ અજ્ઞાત પરમાર્થને કારણે હિતને બદલે અહિતની પ્રવૃત્તિ થાય છે. તે બતાવવા અર્થે વિમર્શ ભૌતકથા કહે છે – બહેરાપણા માટે શાંતિશિવ ઔષધ લેવા માટે વૈદ્ય પાસે જાય છે ત્યારે વૈદ્ય પોતાના પુત્રને ‘તું સાંભળતો નથી' એમ કહીને જે પ્રકારે તાડનાદિ કરે છે તે સર્વને શાંતિશિવે યથાર્થ અવધારણ કરેલું. તોપણ વૈદ્યના વચનનું તાત્પર્ય શું છે તે સમજ્યો નહીં. તેથી પુત્ર સાંભળતો નથી તેનો અર્થ પોતાનું માનતો નથી તે સમજ્યા વગર તેનો પુત્ર બહેરો છે એવો વિપરીત અર્થ કરીને આ રીતે તાડન કરવું એ જ બહેરાપણા માટે ઔષધ છે તેમ તેણે શાંતિશિવે, અવધારણ કર્યું. તેથી વૈદ્યનાં દરેક વચનો, દરેક ક્રિયાઓ યથાર્થ અવધારણ કરેલ હોવા છતાં “સાંભળતો નથી' તેના જ અર્થને યથાર્થ જાણ્યા વગર વિપર્યાસથી ગુરુને તાડન આદિ પ્રવૃત્ત કરે છે, તેમ જેઓ સામાયિક, પૂજાદિ સર્વ ધર્માનુષ્ઠાનોના એંદમ્પર્યાયને જાણતા નથી અને શાંતિશિવની જેમ નિપુણતાપૂર્વક તે તે બાહ્ય ક્રિયામાં યત્ન કરે છે તેઓ પણ ધર્માનુષ્ઠાન કરીને પણ ક્લેશને પામે છે, દુર્ગતિઓ વધારે છે અને અનર્થની પરંપરા પામે છે. આથી જ જે સાધુ કે શ્રાવક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પરમાર્થને જાણ્યા વગર સાધુધર્મ સેવે છે કે શ્રાવક જીવનમાં મારે સાધુવેશમાં જ મરવું છે તેવી ભાવનાઓ કરે છે. છતાં કઈ રીતે ભાવસાધુ ગુપ્તિઓના પ્રકર્ષ દ્વારા વીતરાગતાને પ્રાપ્ત કરે છે, તેના કોઈ ભાવને સ્પર્યા વગર યથાતથા પ્રવૃત્તિ કરીને મનુષ્યભવ વિફળ કરે છે તેઓ શાંતિશિવની જેમ “સાંભળતો નથી” એ પ્રકારના વૈદ્યના વચનના એંદમ્પર્યાયને જાણતા નથી. તેથી વિનાશને જ પામે છે. જેમ “સાંભળતો નથી' તેનો અર્થ માનતો નથી તેમ હોવા છતાં કાનથી બહેરો છે એ પ્રકારનો વિપરીત અર્થ વૈદ્યના વચનના અજ્ઞાનને કારણે શાંતિશિવને થયો તેમ જેઓ કષાયના શમન અને ઇન્દ્રિયોની ઉત્સુક્તાના શમન અર્થે ભગવાનનાં વચનો છે તેના રહસ્યને લેશ પણ જાણ્યા વગર માત્ર બાહ્ય પ્રવૃત્તિઓ કરીને હું તપસ્વી છું, હું ત્યાગી છું ઇત્યાદિ અભિમાનો કરીને મોતધારાની વૃદ્ધિ કરે છે તેઓ અંતે સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. तदेषा भद्र! भौतकथानिका श्रुतमात्रग्राहिणस्तवापि मया सार्धमविचारयतो मा भूदित्येवमर्थं परिचोदितस्त्वं मयेति । प्रकर्षः प्राह-साधु साधु, उक्तं मामेन, पृच्छामि तहींदानीं किञ्चिद्भवन्तं विमर्शेनोक्तं-प्रश्नयतु भद्रः । प्रकर्षः प्राह-माम! यद्येवं ततो विज्ञातेयं मया समस्तान्तरङ्गलोकाधारभूता बहिरङ्गलोकानां सर्वसुन्दराऽसुन्दरवस्तुनिवर्तिका सभावार्था चित्तवृत्तिर्महाटवी, एतानि तु महानदीपुलिनमहामण्डपवेदिकासिंहासनगात्रयष्टिनरेन्द्ररूपाणि वस्तूनि यानि भवता प्रमत्ततातद्विलसितचित्तविक्षेपतृष्णाविपर्यासाविद्यामहामोहाभिधानानि निवेदितानि तानि मया भावार्थमधिकृत्य न सम्यग्विज्ञातानि, विकल्पितानि मया यथा नाम्ना परमेतानि भिद्यन्ते नार्थेन, यतः सर्वाण्यपि पुष्टिकारणतयाऽमीषा
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy