SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ત્યારપછી વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર! આપણે બંને અભીષ્ટ પ્રદેશમાં પ્રાપ્ત થયા છીએ=રસવાની શુદ્ધિ અર્થે ઉચિત સ્થાને પ્રાપ્ત થયા છીએ, મહાટવી પસાર કરાઈ છે. મહામોહનું સાધન જોવાયું છેઃ સેના જોવાઈ છે. ભરાયેલી સભાવાળો, રાગકેસરી સાથે પરિવારથી યુક્ત આ મહામોહરાજ દર્શનપથમાં અવતીર્ણ છે=આપણે બંનેને દૃષ્ટિગોચર છે. તે કારણથી=અહીંથી જ મહામોહ દેખાય છે તે કારણથી, હવે આપણે બંનેએ આ આસ્થાનમાં મહામોહની સભામાં, પ્રવેશ યુક્ત નથી. કેમ મહામોહતી સભામાં જવું યુક્ત નથી ? તેથી કહે છે – આમની સભામાં રહેલા=મહામોહતી છાવણીમાં રહેલા, લોકોને અપૂર્વ એવા આપણા બેના દર્શનથી કોઈ શંકા ન થાઓ. માટે આસ્થાનમાં પ્રવેશ યુક્ત નથી એમ યોજન છે. અને બીજું આ પ્રદેશમાં રહેલા એવા આપણે બંનેને હંમેશાં આ આસ્થાન=મહામોહતી છાવણી, દેખાય જ છે. આથી અહીં બેઠા બેઠા જ મહામોહની સર્વચા દેખાય છે આથી, કુતૂહલથી પણ આમાં=મહામોહની છાવણીમાં, પ્રવેશ યુક્ત નથી. પ્રકર્ષ વડે કહેવાયું. આ પ્રમાણે થાઓ=મહામોહની છાવણીમાં પ્રવેશ યુક્ત ન હોય તો અહીં રહીને આપણે તેનું અવલોકન કરીએ એ પ્રમાણે થાઓ. કેવલ હે મામા=વિમર્શ, આ મહાઅટવી, અને આ મહાનદી અને આ પુલિન, અને આ મહામંડપ અને આ વેદિકા અને આ મહાસિંહાસન અને આ મહામોહનરેન્દ્ર અને આ પરિવાર સહિત સમસ્ત પણ શેષ રાજાઓ છે, સર્વ આ અદષ્ટપૂર્વ છે. એમાંeતેઓના વિષયમાં, ખરેખર મહાન કુતૂહલ છે. તે કારણથી આમનું એક એકનું=મહાઇટવી આદિ એક એકનું, નામથી અને ગુણથી મામા વડે વિસ્તારથી વર્ણન કરાતું હું સાંભળવા ઇચ્છું છું અને પૂર્વમાં મામા વડે કહેવાયું, શું કહેવાયું તે ‘રથા'થી બતાવે છે. દષ્ટ એવી વસ્તુના યથાવસ્થિત તત્વને હું=પ્રકર્ષ, જાણું છું. આથી સમસ્તd=દષ્ટ એવા મહાટવી આદિ સમસ્તને, મામાએ નિવેદન કરવા યોગ્ય છે. વિમર્શ કહે છે. સત્ય છે. આ=વસ્તુને જોવા માત્રથી હું વસ્તુના તત્વને યથાવસ્થિત જોઈ શકું છું કે, મારા વડે કહેવાયું – ફક્ત ઘણા પ્રકારના આ પ્રશ્નો ભદ્ર વડે કરાયા છે=પ્રકર્ષ વડે કરાયા છે. તેથી સમ્યમ્ નિર્ણય કરીને હું નિવેદન કરું છું. પ્રકર્ષ કહે છે – મામા, વિશ્રબ્ધ અવધારણ કરોઃસ્થિર થઈને અવધારણ કરો. ત્યારપછી વિમર્શ વડે ચારે બાજુથી મહાટવી અવલોકન કરાઈ. મહાનદી નિરીક્ષણ કરાઈ. પુલિનનું વિલોકન કરાયું. મહામંડપનું અવલોકન કરાયું. વેદિકા જોવાઈ. મહાસિહાસન જોવાયું. મહામોહરાજ વિચારાયો. મોટા અભિનિવેશથી પરિવાર સહિત સર્વે નરેન્દ્રો પ્રત્યેક વિચારાયા. સ્વહદયથી ધ્યાનમાં પ્રવેશ કરાયો. અને ત્યાં=ધ્યાનમાં, સ્થિર થયેલા અશેષ ઇન્દ્રિયના સમૂહની વૃત્તિવાળો નિષ્પદ સિમિત લોચતયુગલવાળો કેટલોક કાળ રહ્યો=વિમર્શ રહ્યો. ત્યારપછી પ્રકંપન કરતા આના વડે-મામા વડે, મસ્તક ધુણાવાયું. પ્રકર્ષ કહે છે. તે મામા ! આ શું છે?=જોઈને માથું ધૂનન કરો છો એ શું છે? વિમર્શ વડે કહેવાયું – સમસ્ત આકર્તે પ્રશ્નો કર્યા એ, અવગત છે=મારા વડે નિર્ણય કરાયેલ છે, તેથી હર્ષ ઉત્પન્ન થયો. (માટે માથું ધૂતન કર્યું છે.) અન્ય પણ જે હમણાં તને રુચે છે તે પૂછવું જોઈએ. પ્રકર્ષ વડે કહેવાયું – આ પ્રમાણે કરીશ=અન્ય જે મને પ્રશ્ન થશે તે હું પૂછીશ. ત્યાં સુધી આ જ પ્રસ્તુત=મેં જે પ્રશ્નો કરેલા એ જ પ્રસ્તુત, મામા નિવેદન કરો.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy