SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૫૭ તારા વડે બોધ થતો નથી ત્યાં પ્રજ્ઞાવિશાલાને પૂછવું જોઈએ. જે કારણથી આ=પ્રજ્ઞાવિશાલા, ભાવાર્થયુક્ત મારા વચનને જાણે છે. અગૃહીતસંકેતા વડે કહેવાયું – આ પ્રમાણે કરીશ=જ્યાં સ્પષ્ટ બોધ નહીં થાય ત્યાં પ્રજ્ઞાવિશાલાને પૂછીશ, પ્રસ્તુત કથન કરો. ભાવાર્થ : પ્રકર્ષ અને વિમર્શને શોકે અવિવેકિતા રૌદ્રચિત્તમાં ગઈ છે તેનો બોધ કરાવ્યો અને પોતે ફરી તામસચિત્તનગરમાં કેમ પાછો આવેલ છે ? તે કહેવા માટે શોક તત્પર થાય છે. ત્યાં વચમાં જ પ્રજ્ઞાવિશાલા અગૃહતસંકેતાને બોધ કરાવવા અર્થે કથન કરે છે કે તામસચિત્તનગર, દ્વેષગજેન્દ્ર રાજા વગેરે જે પૂર્વમાં નંદીવર્ધનના કથનમાં કહેલ તેનું યોજન રિપુદારણના ભવમાં કઈ રીતે છે ? તેનો બોધ કરાવે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે નંદીવર્ધનને તે ભાવમાં વૈશ્વાનની પ્રાપ્તિ થઈ તેમાં કારણ જે અવિવેકિતા હતી, તે જ અવિવેકિતા રિપુદારણના ભવમાં માનકષાયની માતા રૂપે પ્રાપ્ત થઈ અર્થાત્ રિપુદારણની ધાવમાતા અવિવેકિતા હતી. તેનાથી રિપદારણને માનકષાય ઉદ્ભવ પામ્યો. અને નંદીવર્ધનની કથામાં કહેલ કે અવિવેકિતા તામસ નગરથી રૌદ્રચિત્ત નગર પ્રત્યે ગયેલ છે. તેના ઉત્તરમાં હું કહીશ “તેનું યોજન અહીં શોક” દ્વારા પ્રાપ્ત થયું કે જ્યારે દ્રષગજેન્દ્ર યુદ્ધમાં જાય છે ત્યારે પોતાની અવિવેકિતાને રૌદ્રચિત્ત નગરમાં મોકલે છે અને ત્યાં તેને શૈલરાજ નામનો પુત્ર થયો. તેથી જ રિપદારણને તે વખતે માનકષાયને કારણે અતિ રૌદ્રચિત્તની પ્રાપ્તિ થઈ. આથી જ પોતાની પત્નીને અને માતાને પણ મૃત્યુના મુખમાં ધકેલી દીધેલી. અને તે વખતે તેને દુષ્ટ અભિસંધિ વર્તતી હતી તેથી અવિવેકિતા, રૌદ્રચિત્ત નગર, દુષ્ટ અભિસંધિ ઇત્યાદિ જીવના ભાવો પરસ્પર કઈ રીતે સંકળાયેલા છે તેનો અગૃહીતસંકેતાને બોધ કરવા અર્થે પ્રજ્ઞાવિશાલા પૂછે છે કે રિપુદારણના ભવમાં તને આ સર્વ કથનનો બોધ હતો કે નહીં ? તેથી તે કહે છે – પિતા આગળ વિચક્ષણસૂરિ કોઈક કથા કરે છે એટલો જ મને બોધ હતો. તે કથાનો ભાવાર્થ હું જાણતો નહતો, જેમ અંગૃહીતસંકતા વર્તમાનમાં જાણતી ન હતી. આ પ્રકારે સ્મરણ કરાવીને ગ્રંથકારશ્રી બોધ કરાવે છે કે બુદ્ધિમાન પણ ભારે કર્મ જીવો હોય છે ત્યારે અંતરંગ ભાવોનાં રહસ્ય જાણવા સમર્થ થતા નથી. આથી જ ભારેકર્મી એવા રિપુદારણને તે કથાનો પારમાર્થિક બોધ થતો નથી. તેમ કલ્યાણના અર્થી પણ કેટલાક જીવોની મંદબુદ્ધિ વર્તે છે તેથી તેનાં અંતરંગ પાત્રોના તાત્પર્યને તેઓ ગ્રહણ કરી શકતા નથી. આથી જ પ્રસ્તુત ગ્રંથ ભણનારા ઘણા જીવો અનેક વખત પ્રસ્તુત ગ્રંથ વાંચે તોપણ અગૃહીતસંકેતાની જેમ તેના ભાવાર્થને જાણી શકે નહીં. ફક્ત આ અંતરંગ નગરનું વક્તવ્ય છે અને આ બહિરંગ નગરનું વક્તવ્ય છે એ પ્રમાણે જે અનુસુંદર ચક્રવર્તીએ પોતાના કથનમાં કહ્યું છે એવો સામાન્ય બોધ અગૃહીતસંકેતાને થાય છે, તેવો જ બોધ સામાન્ય ભણનારા જીવોને પ્રસ્તુત કથાથી થાય છે. આથી ગ્રંથકારશ્રીએ ધ્યાન ખેંચ્યું કે પ્રજ્ઞાવિશાલા પાસેથી આનો ગંભીર ભાવાર્થ જાણવા યત્ન કરવો જોઈએ એમ અગૃહીતસંકેતાને અનુસુંદર ચક્રવર્તી કહે છે અને પોતાના ચરિત્રમાં ભાવાર્થથી રહિત એક પણ વચન નથી, તેમ બતાવીને યોગ્ય જીવોએ પણ તેના ભાવાર્થને જાણવા માટે યત્ન કરવો જોઈએ તેમ ધ્યાન ખેંચ્યું છે. પ્રસ્તુત ગ્રંથના દરેક વચનમાં ગંભીર ભાવાર્થ એ જ છે કે પોતાની ચિત્તવૃત્તિમાં કેવા પ્રકારની પરિણતિના
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy