SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧પપ નાશ કરવા માટે નીકળ્યા ત્યારે દ્વેષગજેન્દ્ર તેને સાથે જતાં વારણ કરે છે અને કહે છે કે તું ગર્ભવાળી છે માટે તું રૌદ્રચિત્ત નગરમાં જે દુષ્ટ અભિસંધિ મારો માણસ રહે છે ત્યાં જઈને રહે. જેથી તે તારું રક્ષણ કરશે. તેથી અવિવેકિતા રૌદ્રચિત્ત નગરમાં વસે છે. અને હું=શોક, અહીં તામસચિત્તનગરમાં કેમ આવ્યો છું તેનું કારણ તું સાંભળ. આનાથી એ પ્રાપ્ત થાય કે વિચક્ષણ પુરુષ તામસચિત્તનગરમાં વર્તતા શોકના પરિણામના સ્વરૂપને જોઈને તે નગર કઈ રીતે શોભાવાળું છે ઇત્યાદિ માહિતી મેળવે છે અને શોકવાળું ચિત્ત ષમાંથી ઉત્પન્ન થયું છે, તેથી આ નગરનો સ્વામી દ્રષગજેન્દ્ર છે તેમ નક્કી કરે છે અને તે પણ મહામોહ, રાગકેસરી સાથે સંતોષને જીતવા ગયો છે તેવો નિર્ણય કરે છે; કેમ કે જે લોકોનું ચિત્ત અત્યંત તામસચિત્તવાળું છે તેમાં સંતોષનો અવકાશ નથી. તેથી તેઓના સંતોષને નાશ કરવા અર્થે દ્વેષગજેન્દ્ર પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા રહેતી નથી અને તામસચિત્તનગર ગાઢ અંધકારવાનું છે તેથી તામસ પ્રકૃતિવાળા જીવોનું ચિત્ત શોકવાળું બહુલતાએ વર્તે છે તેથી દીનતા, આકંદ, વિલાપ આદિ ભાવો ત્યાં વર્તે છે અને દ્વેષગજેન્દ્રની પત્ની અવિવેકિતા છે તેમ કહેવાથી જીવમાં રહેલ અવિવેકની પરિણતિ જ લૅષની સાથે સંબંધિત થઈને પૂર્વમાં બતાવ્યું તે પ્રમાણે વૈશ્વાનરને જન્મ આપેલ તેમ કોઈક અન્ય પુત્રને જન્મ આપવાની ભૂમિકામાં તે અવિવેકિતા છે. જે જીવોમાં દુષ્ટ અભિસંધિ વર્તે છે તે જીવો દુષ્ટ અભિસંધિવાળા છે અને તેઓ રૌદ્રચિત્તમાં રહે છે, ત્યાં અવિવેકિતાને મોકલેલ છે તેનો ખુલાસો આગળમાં આવશે. प्रज्ञाविशालाऽगृहीतसङ्केतासंसार्यालापाः अत्रान्तरे प्रज्ञाविशालयाऽभिहिताऽगृहीतसङ्केता-प्रियसखि! यदनेन संसारिजीवेन नन्दिवर्धनवैश्वानरवक्तव्यतायां हिंसापरिणयनावसरे वैश्वानरमूलशुद्धिं निवेदयता पूर्वमभिहितमासीत् यदुत यादृशं तत्तामसचित्तनगरं यादृशश्चासौ द्वेषगजेन्द्रो राजा यादृशी च साऽविवेकिता यच्च तस्यास्तस्मात्तामसचित्तनगराद्रौद्रचित्तपुरं प्रत्यागमनप्रयोजनमेतत् सर्वमुत्तरत्र कथयिष्याम इति तदिदमधुना तेन संसारिजीवेन समस्तं निवेदितमिति । अगृहीतसङ्केतयाऽभिहितं- साधु प्रियसखि! साधु सुन्दरं मम स्मारितं भवत्या, ततः प्रज्ञाविशालया संसारिजीवं प्रत्यभिहितं-भद्र! यदा विचक्षणाचार्येण नरवाहननरेन्द्राय विमर्शप्रकर्षवक्तव्यतां कथयता तव रिपुदारणस्य सतस्तस्यामेव परिषदि निषण्णस्य समाकर्णयतो निवेदितमेवमविवेकितापूर्वचरितं तदा किं विज्ञातमासीद् भवता? यदुत याऽसौ वैश्वानरस्य माताऽ-भूनन्दिवर्धनकाले मम च धात्री सैवेयमविवेकिता साम्प्रतं शैलराजस्य जननी वर्तते मम च पुनर्धात्रीति? किं वा न विज्ञातमिति? संसारिजीवेनोक्तं-भद्रे! न किञ्चित्तदा मया विज्ञातं, अज्ञानजनित एव मे समस्तोऽपि निवेदयिष्यमाणोऽनर्थपरम्पराप्रबन्धः, केवलं तदाऽहं चिन्तयामि यथा कथानिकां काञ्चिदेष प्रव्रजितकस्ताताय कथयति, न पुनस्तद्भावार्थमहं लक्षयामि स्म यथेयं साम्प्रतमगृहीतसङ्केता न लक्षयति । अगृहीतसङ्केतयाऽभिहितं-भद्र! किमन्यः कश्चिद् भावार्थो भवति? संसारिजीवः
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy