SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ અર્થે વિચક્ષણ પણ રસના પાસે જાય છે. ત્યારપછી લોલુપતા કહે છે કે તમે મારી સ્વામિનીને જીવિત આપ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે જડ અને વિચક્ષણ કંઈક લોલુપતાનું અનુસરણ કરે છે તેથી તે જીભ જીવે છે. વળી, જડ તે સ્ત્રીનું નામ પૂછે છે ત્યારે લોલુપતા કહે છે કે મારી સ્વામિનીનું નામ રસના છે અને હું લોલતા છું. તેથી રસનેન્દ્રિય અને લોલતાનો શબ્દથી બોધ જડને થાય છે. ત્યારપછી જીવમાં જે રસનાની લોલતા છે તે પોતાનો જૂનો સંબંધ બતાવવા તત્પર થાય છે. पूर्वसांगत्यम् इतश्च कर्मपरिणाममहाराजभुक्तौ स्थितमस्त्यसंव्यवहारनगरं, तत्र कदाचिद् भवतोरवस्थानमासीत्, ततः कर्मपरिणामादेशेनैवाऽऽयातौ भवन्तावेकाक्षनिवासपुरे, ततोऽप्यागतौ विकलाक्षनिवासे, तत्र त्रयः पाटका विद्यन्ते, तत्र प्रथमे द्विहृषीकाभिधानाः कुलपुत्रकाः प्रतिवसन्ति, ततस्तेषां मध्ये वर्तमानाभ्यां युवाभ्यां यथानिर्देशकारितया प्रसन्नेन कर्मपरिणाममहानरेन्द्रेण भटभुक्त्या दत्तमिदं वदनकोटरं काननं, एतच्च स्वाभाविकमेवाऽत्र सर्वदा विद्यत एव महाबिलं, इयं च सर्वाप्यस्मदुत्पत्तेः पूर्विका वार्ता । ततो विधिना चिन्तितं-गृहिणीरहिताविमौ वराको न सुखेन तिष्ठतः अतः करोम्यनयोर्गृहिणीमिति । ततस्तेन भगवता विधात्रा दयापरीतचेतसा युवयोर्निमित्तमत्रैव महाबिले निर्वर्तितैषा मे स्वामिनी, तथाऽहं चाऽस्या एवाऽनुचरीति । जडेन चिन्तितं - अये ! यथा मया विकल्पितं तथैवेदं संपन्नं, अस्मदर्थमेवेयं रसना निष्पादिता वेधसा, अहो मे प्रज्ञाऽतिशयः विचक्षणेन चिन्तितं - कः पुनरयं विधिर्नाम ?, हुं ज्ञातं, स एव कर्मपरिणामो भविष्यति, कस्याऽन्यस्येदृशी शक्तिरिति । जडः प्राहभद्रे ! ततस्ततः, लोलतयोक्तं- - ततः प्रभृत्येषा मे स्वामिनी युक्ता मया युवाभ्यां सह खादन्ती नानाविधानि खाद्यकानि, पिबन्ती विविधरसोपेतानि पानकानि, ललमाना यथेष्टचेष्टया, तत्रैव विकलाक्षनिवासे नगरे त्रिष्वपि पाकेषु तथा पञ्चाक्षनिवासे मनुजगतौ अन्येषु च तथाविधेषु स्थानेषु विचरिता भूयांसं कालं, अत एव क्षणमप्येषा युष्मद्विरहं न विषहते, युष्मदवधीरणया चागतमूर्च्छा स्वामिनी । तदेवमहं भवतोश्चिरपरिचिताऽस्मि । પૂર્વનું સાંગત્ય આ બાજુ કર્મપરિણામ મહારાજાની ભક્તિમાં=રાજ્યમાં, અસંવ્યવહાર નામનું નગર રહેલું છે. ત્યાં=અસંવ્યવહાર નગરમાં, ક્યારેક તમારા બંનેનું=જડ અને વિચક્ષણ બંનેનું, અવસ્થાન હતું. ત્યારપછી કર્મપરિણામના આદેશથી=અસંવ્યવહાર નગરમાંથી નીકળીને અન્ય નગરમાં જવાને અનુકૂળ તે જીવોના કર્મના પરિણામના વશથી, જ તમે બંને એકાક્ષનિવાસ નગરમાં લવાયા. ત્યાંથી પણ= એકાક્ષનિવાસ નગરથી પણ, વિકલાક્ષનગર નિવાસમાં તમે બંને આવ્યા. ત્યાં ત્રણ પાડાઓ વિદ્યમાન છે. ત્યાં=ત્રણ પાડામાં, પ્રથમ પાડામાં બેઇન્દ્રિય નામના કુલપુત્રો વસે છે. ત્યારપછી=બેઇન્દ્રિયમાં
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy