SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ततः प्रियसंभाषणपूर्वकं पृष्टोऽसौ मया-भद्र! कथय किमस्य नरेन्द्रस्य प्रस्थानकारणम्? कुतूहलं मे, विपाकेनाभिहितं-आर्य! यद्येवं ततः समाकर्णय, पूर्वमिह क्वचिदवसरे सुगृहीतनामधेयेन देवेन रागकेसरिणाऽभिहितोऽमात्यो यदुत-आर्य विषयाभिलाष! तथा कथञ्चिद्विधेहि यथा मम समस्तमपि जगत् किङ्करतां प्रतिपद्यते, मन्त्रिणाऽभिहितं यदाज्ञापयति देवः, ततो नान्यः कश्चिदस्य राजादिष्टप्रयोजनस्य निर्वर्तनक्षम इति मनसि पर्यालोच्य किं चात्रान्येन साधनेन बहुना क्लेशितेन? साधयिष्यन्त्येतान्येवाचिन्त्यवीर्यतया प्रस्तुतप्रयोजनमिति संजातावष्टम्भेन मन्त्रिणा गाढमनुरक्तभक्तानि, विविधस्थानेषु नि ढसाहसानि, स्वामिनि भृत्यतया लब्धजयपताकानि, जनहृदयाक्षेपकरणपटूनि, प्रत्यादेशः शूराणां, प्रकर्षश्चटुलानां, निकषभूमिः परवञ्चनचतुराणां, परमकाष्ठा साहसिकानां, निदर्शनं दुर्दान्तानां, आत्मीयान्येव स्पर्शनादीनि पञ्च गृहीतानि मानुषाणि प्रहितानि जगद्वशीकरणार्थम् । ततो मया चिन्तितं-अये! लब्धं स्पर्शनस्य तावन्मूलोत्थानम् । ત્યારપછી=પ્રભાવને વિપાક નામનો પુરુષ દેખાયો ત્યારપછી, પ્રિયસંભાષણપૂર્વક આ=કર્મવિપાક, મારા વડે=પ્રભાવ પડે, પુછાયો. હે ભદ્ર ! આ વરેન્દ્રના પ્રસ્થાનનું કારણ શું છે ? કહે, મને કુતૂહલ છે=પ્રસ્થાનના કારણને જાણવાની જિજ્ઞાસા છે. વિપાક વડે કહેવાયું – હે આર્ય ! જો આ પ્રમાણે છે=રાજાના પ્રસ્થાનનું તને કુતૂહલ છે, તો સાંભળ, અહીં=સંસારમાં, પૂર્વે કોઈક અવસરમાં સુગૃહીત નામધેય એવા દેવ રાગકેસરી વડે=પોતાના નામને અનુરૂપ ગુણને ધારણ કરનારા રાગકેસરી વડે અમાત્ય કહેવાયો. શું કહેવાયો ? તે “યતથી બતાવે છે – હે આર્ય વિષયાભિલાષ ! તે પ્રમાણે કોઈક રીતે તું કર જેથી સમસ્ત પણ જગત મારી કિંકરતાને પ્રાપ્ત કરે=જગતવર્તી સર્વ જીવો રાગને વશ સદા રહે એવું તું કર, મંત્રી વડે કહેવાયું, દેવ જે આજ્ઞા કરે છે. ત્યારપછી આ રાજાથી આદિષ્ટ પ્રયોજતના વિવર્તનમાં અન્ય કોઈ સમર્થ નથી એ પ્રમાણે મનમાં પર્યાલોચન કરીને અને આમાં રાજાદિષ્ટ પ્રયોજનમાં, અન્ય બહુ ક્લેશિત એવાં સાધનો વડે શું ? આ જ અચિંત્યવીર્યપણાને કારણે પ્રસ્તુત પ્રયોજનને સાધશે સ્પર્શત આદિ જ પાંચ ઈન્દ્રિયો જ લોકોને રાગને વશ કરવામાં અચિંત્યવીર્યપણાને કારણે સમર્થ છે તેથી રાગકેસરીના પ્રસ્તુત પ્રયોજનને સાધશે, એ પ્રકારે નિર્ણય થયેલા વિશ્વાસવાળા મંત્રી વડે પોતાના જ જે સ્પર્શનઆદિ પાંચ ગ્રહણ કરાયેલા મનુષ્યો છે તેઓને જગત વશીકરણ માટે મોકલાવાયા એમ અવય છે. તે પાંચ મનુષ્યો કેવા છે ? તે બતાવતાં કહે છે – ગાઢ અનુરક્તમાં ભક્તિવાળા છે. વિવિધ સ્થાનોમાં નિબૂઢ સાહસવાળા છે. વળી સ્વામીના વિષયમાં સેવકપણાથી પ્રાપ્ત કરેલી જયપતાકાવાળા છે. લોકોના હૃદયમાં આક્ષેપ કરવામાં પટુબુદ્ધિવાળા છે અને શૂરવીર પુરુષોનો પ્રત્યાદેશ છેઃશૂરવીર પુરુષો અવશ્ય પોતાનું કાર્ય સાધે છે. તેમ સ્પર્શન આદિ પણ પોતાનું કાર્ય અવશ્ય સાધે તેવા સમર્થ છે તેથી શૂરવીર પુરુષોનો પ્રત્યાદેશ છે. ચટુલપુરુષોનો
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy