SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ થવાથી અકુશલકર્મો વધે છે. તેથી અકુશલમાલાને સંતોષ થાય છે. વળી, તે વિચારે છે કે જે સ્પર્શનને અનુકૂળ છે તે મને અનુકૂળ છે; કેમ કે સ્પર્શનને અનુકૂળ થનારા જીવો અકુશલકર્મની વૃદ્ધિ કરે છે અને અકુશલકર્મોનું પાલન કરે છે. વળી, પોતાનો પુત્ર બાલ સ્પર્શન પ્રત્યે સ્નેહ બતાવે છે તેથી અકુશલકર્મોને વિચારે છે કે મારા મનોરથોની પૂર્તિ થશે; કેમ કે તેનાથી જ હું પુષ્ટ-પુષ્ટતર થઈશ. વળી શુભસુંદરી શું વિચારે છે તે બતાવે છે. મનીષીની માતા શુભસુંદરી છે અને પિતા કર્મપરિણામ છે; કેમ કે બુદ્ધિમાન પુરુષો પણ શુભકર્મોના બળથી જ મનુષ્યભવને પામે છે તેથી તેનાં શુભકર્મો રૂપ શુભસુંદરી તેની માતા છે અને શુભકર્મો હંમેશાં જીવને વિવેક આપનારાં છે. તેથી શુભસુંદરીને મનીષીનો સ્પર્શન સાથેનો સંબંધ સુંદર જણાતો નથી. તેથી વિચારે છે કે આ મિત્રની સાથે આનો સંબંધ થયો તે સુંદર નથી. વળી, શુભકર્મોનો આ સ્પર્શન શત્રુ છે; કેમ કે જ્યારે જ્યારે બુદ્ધિમાન પુરુષો પણ સ્પર્શનને વશ થાય છે ત્યારે તેઓનાં શુભકર્મો ક્ષીણ-ક્ષીણતર થાય છે. તેથી જ શુભસુંદરી વિચારે છે કે આ સ્પર્શેન્દ્રિયે મારી પૂર્વમાં ઘણી કદર્થના કરી છે. અને આની સાથે મારું સહઅવસ્થાન નથી. ફક્ત શુભસુંદરીને એટલો સંતોષ છે કે મનીષીને પાપમિત્ર પ્રત્યે ગાઢ રાગ દેખાતો નથી, તેથી તે શુભકર્મો સ્પર્શેન્દ્રિય દ્વારા વિનાશ પામશે નહીં, છતાં ક્યારેક બુદ્ધિમાન પુરુષ પણ સ્પર્શેન્દ્રિયને વશ થાય છે ત્યારે શુભકર્મોનો નાશ પણ કરે છે. તેથી શુભસુંદરીને મનીષીનો સ્પર્શન સાથેનો સંબંધ રુચિકર જણાતો નથી. તેથી જ મનીષીને તેં આ સુંદર કર્યું તે પ્રકારે કોઈ ઉત્તર આપતી નથી. પરંતુ મૌનથી જ કાળક્ષેપ કરે છે. स्पर्शनमूलशुद्धिज्ञानार्थं प्रभावस्याटनम् अत्रान्तरे संजातो मध्याह्नः, उपसंहृतमास्थानं गताः सर्वेऽपि स्वस्थानेषु, तद्दिनादारभ्य प्रवर्द्धते बालस्य स्पर्शनेन सह स्नेहसंबन्धः, स हि चकितस्तिष्ठति सर्वथा, मनीषी न गच्छति विश्रम्भं, स्पर्शनस्तु सदा सन्निहिततया कुमारयोरन्तर्बहिश्च न पार्श्व मुञ्चति, ततः पर्यटन्ति ते सहिता एव नानास्थानेषु, क्रीडन्ति विविधक्रीडाभिः । ततो मनीषिणा चिन्तितं - कीदृशमनेन सह विचरतां सर्वत्राविश्रब्धचित्तानां सुखम् ? न चैष तावदद्यापि सम्यग् लक्ष्यते कीदृशस्वरूप इति, न चाज्ञातपरमार्थैरेष निर्द्धारयितुं संग्रहीतुं वा पार्यते, तदिदमत्र प्राप्तकालं - गवेषयामि तावदस्य मूलशुद्धिं ततो विज्ञाय यथोचितमाचरिष्यामीति स्थापितः सिद्धान्तः । ततः समाहूतो रहसि बोधो नामाङ्गरक्षः । अभिहितश्चासौ-भद्र! ममास्य स्पर्शनस्योपरि महानविश्रम्भः, तदस्य मूलशुद्धिं सम्यगवबुध्य शीघ्रमावेदय, बोधेनाभिहितं-यदाज्ञापयति कुमार इति । निर्गतो बोधः, ततोऽभ्यस्तसमस्तदेशभाषाकौशलो बहुविधवेषविरचनाचतुरः स्वामिकार्यबद्धकक्षो लब्धलक्ष्योऽनुपलक्ष्यश्च प्रहितस्तेनात्मीयः प्रभावो नाम पुरुषः प्रणिधिः आदिष्टश्चासौ प्रस्तुतप्रयोजनम् । ततो विविधदेशेषु कियन्तमपि कालं पर्यट्य समागतः सोऽन्यदा, प्रविष्टो बोधसमीपे, विहितप्रणामो निषण्णो भूतले । बोधेनापि विधायोचितां प्रतिपत्तिमभिहितोऽसौ - भद्र ! वर्णयात्मीयवृत्तान्तम् । प्रभावः प्राहः - यदाज्ञापयति देवः -
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy