SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ go ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ शुभसुन्दरीचिन्तनम् शुभसुन्दर्या चिन्तितं-न सुन्दरः खल्वेष मम तनयस्य पापमित्रसम्बन्धः, रिपुरेष परमार्थेन, कारणमनर्थपरम्परायाः, शत्रुरयं ममापि सहजोऽनुवर्तते, कदर्शिताऽहमनेन बहुशः पूर्वं नास्त्येव मयाऽस्य च सहावस्थानं, केवलमेतावानत्र चित्तसन्धारणाहेतुः-यदेष मदीयपुत्रोऽमुं प्रति मुखच्छायया दृष्टिविकारेण च विरक्त इव लक्ष्यते, ततो न प्रभविष्यति प्रायेण ममायं पापो, यदि वा न ज्ञायते किं भविष्यति? विषमः खल्वेष दुरात्मा, इत्याद्यनेकविकल्पमालाकुलमानसाऽपि गम्भीरतया मौनेनैव स्थिता शुभसुन्दरी । શુભસુંદરી રાણીનું ચિંતન શુભસુંદરી વડે વિચારાયું મનીષીની માતા શુભસુંદરી વડે વિચારાયું, મારા પુત્રનો આ પાપમિત્રની સાથેનો સંબંધ સુંદર નથી. આ=સ્પર્શન, પરમાર્થથી શત્રુ છે. અતર્થપરંપરાનું કારણ છે, આ=સ્પર્શન, મારો પણ સહજ શત્રુ વર્તે છે. હું આના વડે=સ્પર્શત વડે, પૂર્વમાં અનેક વખત કર્થના કરાઈ છું= સ્પર્શનને વશ જ્યારે જીવ બને છે ત્યારે તેની શુભસુંદરી રૂપ માતા ઘણી કદર્થના પ્રાપ્ત કરે છે, આથી જ તે જીવનમાં શુભ કર્મો ક્ષીણ થાય છે. અને આ સ્પર્શનનું, સહ અવસ્થાન મારી સાથે નથી જ. કેવલ આટલું જ અહીં=સ્પર્શનના વિષયમાં, ચિત્તના સંધારણાનો હેતુ છે=ચિત્તની સ્વસ્થતાનો હેતુ છે કે જે કારણથી આ મારો પુત્ર આના પ્રત્યેકસ્પર્શત પ્રત્યે, મુખછાયાથી અને દૃષ્ટિના વિકારથી વિરક્તની જેમ જણાય છે. તેથી પ્રાયઃ આ પાપી=સ્પર્શન, મારો પરાભવ કરશે નહીં. અથવા શું થશે તે જણાતું નથી. આ પાપી એવો સ્પર્શ ભવિષ્યમાં મારા પુત્રને વશ કરીને મારો પરાભવ કરશે કે નહીં તે જણાતું નથી, ખરેખર આ સ્પર્શન, વિષમ દુરાત્મા છે. ઈત્યાદિ અનેક વિકલ્પમાલાથી આકુલ માનસવાળી પણ ગંભીરપણાને કારણે મૌન વડે જ શુભસુંદરી રહી=અર્થાત્ અકુશલમાલાએ જેમ બાલને તે સુંદર કર્યું ઈત્યાદિ કહ્યું તેમ શુભસુંદરી કોઈ પ્રકારનું કથન કર્યા વગર મોતથી જ તેઓના સંબંધને જુએ છે. ભાવાર્થ - સ્પર્શન સાથે બાલ અને મનીષી મિત્રભાવ સ્વીકારે છે. તે વખતે બાલે સ્પર્શન સાથે પોતાની ગાઢ મિત્રતા બતાવી તેથી તે બંનેનો અત્યંત સ્નેહભાવ થયો, તે વખતે મનીષી બુદ્ધિમાન જીવ છે, તત્ત્વનો વિચારક છે. તોપણ શરીર સાથે સંબંધ છે. તેથી દ્રવ્ય એવા સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ છે અને મતિજ્ઞાનના ઉપયોગરૂપ ભાવેન્દ્રિય પણ વિદ્યમાન છે. તેથી સ્પર્શેન્દ્રિયના અનુકૂળ ભાવમાં કંઈક સુખની બુદ્ધિ અને પ્રતિકૂળ ભાવમાં કંઈક દુઃખની બુદ્ધિરૂપ મતિજ્ઞાનનો ઉપયોગ મનીષીને પણ વર્તે છે, જે સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ રૂપ છે. તોપણ મનીષી વિચારે છે કે સદાગમ ક્યારેક સારા મિત્રનો ત્યાગ કરાવે નહીં; કેમ કે સદાગમ એટલે સર્વજ્ઞના વચન સ્વરૂપ તત્ત્વને કહેનાર વચનો છે અને સદાગને સ્પર્શન સાથે ભવજંતુનો સંબંધ ત્યાગ
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy