SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જે કંઈ અનુકૂળ છે તે ગૃહસ્થ અવસ્થામાં કંઈક કંઈક સેવન કરેલ તે સર્વનો પણ સંયમગ્રહણ કર્યા પછી સર્વથા ત્યાગ કરે છે. વળી જે જે સ્પર્શેન્દ્રિયને પ્રતિકૂળ છે તે સર્વ આચરણા કરે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે તે ભવજંતુ સદાગમના વચનાનુસાર વીતરાગભાવ રૂ૫ આત્માના ભાવનું સ્મરણ કરીને આત્માના નિરાકુલભાવમાં લીન થવા માટે સ્પર્શેન્દ્રિય પ્રત્યે અનાદિનો સ્થિર થયેલો સ્નેહભાવ અત્યંત દૂર કરવા અર્થે તેને જે પ્રતિકૂળ છે તે સર્વ આચરણા કરીને આત્માની અસંગ પરિણતિને જ પ્રગટ કરવા યત્ન કરે છે; છતાં સ્પર્શેન્દ્રિય તેના શરીરમાં જ રહેલી છે, તે ભવજંતુ તેની સર્વ પ્રકારે કદર્થના કરે છે, તોપણ ભવિષ્યમાં તે ભવજંતુ મને અનુકૂળ થશે તેવી આશાથી જીવે છે, એમ કહ્યું એનાથી એ પ્રાપ્ત થાય કે આ પ્રમાણે સાધુપણું પાળનારા પણ મહાત્માઓ સ્પર્શેન્દ્રિયની અત્યંત ઉપેક્ષા કરે છે. તેઓ પણ કોઈક નિમિત્તને પામીને સ્પર્શેન્દ્રિયના વિકારવાળા થાય છે ત્યારે પોતાની સર્વ સાધના ભૂલીને ફરી તે સ્પર્શનને અનુકૂળ આચરનારા બને છે. આથી જ સિંહગુફાવાસી પણ કોશાના રૂપને જોઈને સ્પર્શેન્દ્રિયવશ થઈને કામની ઇચ્છાવાળા થયા. તેમ આ ભવજંતુ પણ કદાચ મને અનુકૂળ થશે તેવી આશાથી તેના દેહમાં રહેલ સ્પર્શેન્દ્રિય જીવે છે પરંતુ જ્યારે સદાગમના ઉપદેશથી તે મહાત્મા સ્પર્શેન્દ્રિયનો અત્યંત તિરસ્કાર કરીને પોતાના દેહમાંથી તેને બહાર કાઢીને મોક્ષમાં ચાલ્યા જાય છે, ત્યારે તેમના દેહમાં વર્તતો સ્પર્શેન્દ્રિયનો પરિણામ મરવા માટે તત્પર થાય છે. ત્યારે બાલ અને મનીષી જીવો ભવજંતુ સાધારણ એવો જે સ્પર્શેન્દ્રિયનો પરિણામ છે તેનું રક્ષણ કરે છે. તેથી બાલે કહેલા પ્રશ્નના જવાબ રૂપે સ્પર્શેન્દ્રિય કહે છે, આ રીતે મિત્રના તિરસ્કારને કારણે હું મરવા માટે તૈયાર થયો છું. मनीषिबालयोः स्पर्शनेन सह बहिरन्तश्छायया मैत्री बालेनाभिहितं-साधु स्पर्शन! साधु, स्थाने भवतो व्यवसायः, दुःसहं हि प्रियमित्रपरिभवदुःखं, तद्विरहसन्तापश्च न शक्यतोऽन्यथा यापयितुम् । तथाहि મનીષિ અને બાલની સ્પર્શન સાથે બાહ્ય અને અંતર છાયા વડે મૈત્રી બાલ વડે કહેવાયું – હે સ્પર્શત ! સુંદર સુંદર સ્થાને તારો વ્યવસાય છે=આ રીતે તારો આપઘાતનો નિશ્ચય સ્થાને છે. દિ=જે કારણથી, પ્રિય મિત્રના પરિભવનું દુઃખ દુઃસહ છે અને તેના વિરહનો સંતાપ અન્યથા=આપઘાત કર્યા વગર, દૂર કરવો શક્ય નથી. આ પ્રકારે બાલ સ્પર્શેન્દ્રિયને કહે છે – અને તેને સ્પષ્ટ કરતાં તથાદિથી કહે છે – શ્લોક : न शक्यः सहजात्सोढुं, क्षमिणाऽपि पराभवः । कनकेन हि निर्मुक्तः, पाषाणोऽपि प्रलीयते ।।१।। શ્લોકાર્થ :ક્ષમાવાળાને પણ સહજથી પરાભવ સહન કરવો શક્ય નથી. દિ=જે કારણથી, સુવર્ણથી
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy