SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ सम्मान्य एष कर्मपरिणाममहाराजः कार्यं कुर्वाणो न बहिरङ्गलोकं रटन्तमपि गणयति, किं तर्हि? यदात्मने रोचते तदेव विधत्ते, तस्मानायमभ्यर्थनोचितः, किन्तु यदाऽस्य प्रतिभासिष्यते, तदा स्वयमेव कुमाराय दापयिष्यति शुभपरिणामेन शान्तिदारिकामिति । ક્ષમા રાજપુત્રીનું લગ્ન કર્મપરિણામરાજાને આધીન જિનમતજ્ઞ વડે કહેવાયું. હે મહારાજ ! આરંભ વડે સર્યું, ખરેખર તે નગર આ પ્રકારે ગમત યોગ્ય નથી. પિતા વડે કહેવાયું, હે આર્ય ! કેમ ગમન યોગ્ય નથી ? જિનમતજ્ઞ વડે કહેવાયું. હે મહારાજ ! આ લોકમાં નગર, રાય, પત્ની, પુત્ર, મિત્ર આદિ વસ્તુ બે પ્રકારની છે, તે આ પ્રમાણે અંતરંગ અને બહિરંગ એમ બે પ્રકારની છે. ત્યાં=બે પ્રકારની વસ્તુઓમાં, બહિરંગ જ વસ્તુઓમાં તમારે ગમનતો=જવાનો આજ્ઞાપનાદિનો વ્યાપાર છે. અંતરંગ વસ્તુઓમાં નહીં, અને આકર્ષે અત્યાર સુધી વર્ણન કર્યું છે, નગર, રાજા, તેની પત્ની અને પુત્રી સર્વ અંતરંગ વર્તે છે. તે કારણથી ત્યાં મંત્રીનું પ્રેષણમંત્રીને મોકલવું, ઘટતું નથી. પિતા વડે કહેવાયું, હે આર્ય ! વળી ત્યાં=અંતરંગ નગરમાં, કોણ સમર્થ થાય છે. જિનમતજ્ઞ વડે કહેવાયું. જે અંતરંગ જ રાજા છે તે સમર્થ છે. પિતા વડે કહેવાયું છે આર્ય ! આ કોણ છે?=અંતરંગમાં જવા માટે કોણ સમર્થ છે? જિનમતજ્ઞ વડે કહેવાયું – હે મહારાજ ! કર્મપરિણામ રાજા સમર્થ છે. હિં=જે કારણથી, તે શુભ પરિણામને કર્મપરિણામરાજા વડે ભટભક્તિથી તે નગર અપાયું છે. આથી તેને આધીન કર્મપરિણામરાજાને આધીન, આ=શુભપરિણામ રાજા, વર્તે છેઃ કર્મપરિણામ અંતરંગ જે મોહનીયતા ક્ષયોપશમભાવ રૂ૫ કર્મો છે તેનાથી જન્ચે એવો શુભ પરિણામ રાજા છે તેથી તે શુભ પરિણામ કર્મપરિણામરાજાને આધીન વર્તે છે. પિતા વડે કહેવાયું – હે આર્ય ! આ કર્મપરિણામ રાજા મારી અભ્યર્થતાનો વિષય શું થાય ?=હું તેની શાંતિ નામની પુત્રીની માંગણી કુમાર માટે કરીશ તો તે સાંભળશે. જિનમતજ્ઞ વડે કહેવાયું, હે મહારાજ ! આ કર્મપરિણામ રાજા આવો નથી અભ્યર્થનાનો વિષય નથી. હિં=જે કારણથી તે કર્મપરિણામરાજા, યથેષ્ટકારી છે–તેને રુચે છે તે પ્રમાણે જ કરનાર છે. પ્રાયઃ પુરુષોની અભ્યર્થનાની અપેક્ષા રાખતો નથી. સઉપચારતા વચતથી રંજિત થતો નથી=મધુર આલાપો દ્વારા તેને પ્રસન્ન કરી શકાતો નથી. પરના ઉપરોધથી તે ગ્રહણ થતો નથી=કોઈકના આગ્રહથી કર્મપરિણામ રાજા પોતાને આધીન થતો નથી. આપદ્ગત લોકને જોઈને અનુકંપા કરતો નથી. કેવલ આ પણ કર્મપરિણામ રાજા પણ, કાર્યને કરતો પોતાની મોટી ભગિની લોકસ્થિતિને પૂછે છે. સ્વભાર્યા કાલપરિણતિને પર્યાલોચન કરે છે. કાલપરિણતિની સાથે ઉચિત વિચારણા કરીને કૃત્ય કરે છે, પોતાના મહત્તમ એવા સ્વભાવને કહે છે. આ જ નંદિવર્ધન કુમારની સમસ્યભવાન્તરમાં અનુયાયિની પ્રચ્છન્નરૂપ ભાર્યા એવી ભવિતવ્યતાનું અનુવર્તન કરે છેઃકર્મપરિણામ રાજા અનુવર્તન કરે છે. નંદિવર્તન કુમારના વીર્યથી પણ સ્વપ્રવૃત્તિમાં કંઈક ભય પામે છે. તેથી આવા પ્રકારના અંતરંગ પરિજનને સ્વસંભાવનાથી સન્માન કરતો એવો આ કર્મપરિણામ મહારાજા કાર્યને કરતો-૨ટન કરતા બહિરંગ લોકને પણ ગણકારતો નથી=બહિરંગ લોક ગમે તેટલી
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy