SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : यतः सा सततानन्ददायिनी पर्युपासिता । स्मरणेनापि निःशेषदोषमोषविधायिनी ।।१।। શ્લોકાર્ચ - જે કારણથી પર્યાપાસના કરાયેલી એકક્ષાંતિ નામની પુત્રી, સતત આનંદને દેનારી, સ્મરણથી પણ નિઃશેષદોષથી છોડાવનારી છે. IIII. શ્લોક : निरीक्षते विशालाक्षी, यन्नरं किल लीलया । पण्डितैः स महात्मेति कृत्वा गाढं प्रशस्यते ।।२।। શ્લોકાર્ચ - ખરેખર જે કારણથી વિશાલાક્ષી વિશાલનેત્રવાળી ક્ષાંતિ લીલાપૂર્વક જે નરને જુએ છે, તે મહાત્મા છે, જેથી કરીને પંડિતો વડે અત્યંત પ્રશંસા કરાય છે. રા. શ્લોક : आलिङ्गनं पुनस्तस्या, मन्ये यो लप्स्यते नरः । स सर्वनरवर्गस्य, चक्रवर्ती भविष्यति ।।३।। શ્લોકાર્ચ - વળી, તેણીના આલિંગનને જે મનુષ્યો પ્રાપ્ત કરશે તે સર્વમનુષ્યના સમૂહનો ચક્રવર્તી થશે એમ હું માનું છું. III શ્લોક : अतश्चारुतरा तस्या, नान्या जगति विद्यते । प्रकर्षः सुन्दरीणां सा, विद्वद्भिस्तेन गीयते ।।४।। શ્લોકાર્ચ - આથી આનાથી ક્ષાંતિથી, સુંદરતર અન્ય કોઈ સ્ત્રી જગતમાં નથી. તે કારણથી સુંદરીઓનો પ્રકર્ષ તે ક્ષાંતિ, વિદ્વાનો વડે કહેવાય છે. [૪] શ્લોક : सध्यानकेवलज्ञानमहर्द्धिप्रशमादयः । लोकानामद्भुता भावा, ये चमत्कारकारिणः ।।५।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy