SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જ અનુસુંદર ચક્રવર્તીના ભવમાં એ જ નંદિવર્ધનનો જીવ અત્યંત વિવેકયુક્ત બન્યો છે. અને તે જ જીવ નંદિવર્ધનના ભવમાં વિપર્યાસ કરાવનારાં કર્મો પ્રચુર હોવાથી લોકો આગળ પોતાનું ચરિત્ર કહીને કેવલીએ મારી વિડંબના કરી છે એ પ્રકારનો વિપર્યાસ જ કરે છે. તેથી બંધનથી મુકાયેલો એવો તે કેવલીને મારવાના અધ્યવસાયથી વિજયપુર નગરની સન્મુખ જાય છે. ત્યાં તેના જેવો જ વૈશ્વાનર અને હિંસક પરિણામવાળો ધરાધર નામનો યુવાન રાજકુમાર પ્રાપ્ત થાય છે. તેને માર્ગ પૂછવાથી તેણે જવાબ નહીં આપ્યો, તેથી અકળાયેલા નંદિવર્ધને તેની જ તલવાર ખેંચીને તેને મા૨વાનો યત્ન કર્યો. બંને એકબીજાને મારીને નરકના ચકરાવામાં અનેક ભવો ભટકે છે. આ રીતે પરસ્પર નિમિત્તથી પોતાની ક્રોધની અને હિંસાની પ્રકૃતિ પુષ્ટ પુષ્ટતર કરીને નંદિવર્ધન અને ધરાધરનો જીવ અનેક કદર્થનાઓ પામે છે અને જ્યારે કોઈક રીતે તે પ્રકારનાં કર્મો બાંધે છે કે જેનાથી નંદિવર્ધન તેનાથી વિખૂટો થઈને એકેન્દ્રિય આદિમાં સર્વસ્થાનોમાં ભમે છે, જ્યાં સાક્ષાત્ ક્રોધ અને હિંસા વ્યક્ત ન હતાં તોપણ મૂઢતાને વશ ક્લિષ્ટભાવોથી એકેન્દ્રિય આદિમાં પરિભ્રમણ કરે છે. વળી, ધરાધરની સાથે વૈરની પરંપરા ઊભી કરી તો ઘણા ભવો સુધી તે વૈરની પરંપરા ચાલી. આ સર્વ સાંભળીને પ્રજ્ઞાવિશાલા વિચારે છે કે સંસારમાં ક્રોધની રૌદ્રતા, હિંસાની દારુણતા કેવી અત્યંત વિષમ છે, જેના કારણે તેને વશ થયેલા સંસારી જીવો મનુષ્યભવને પામીને પણ અતિ રૌદ્ર કર્મ કરીને મનુષ્યભવ નિષ્ફળ કરે છે અને અનેક કદર્થના પ્રાપ્ત કરે છે તે સર્વનું કારણ ક્રોધ અને હિંસા છે. તેથી વિવેકી પુરુષોએ ક્રોધનું સૂક્ષ્મ સ્વરૂપ વિચારવું જોઈએ કે અલ્પ પણ ક્રોધ, અરતિ, ઈર્ષ્યા, દ્વેષ, અરુચિ આ સર્વભાવો ક્રોધનાં જ બીજો છે જે સામગ્રી મળે તો પુષ્ટ થાય તો વૈશ્વાનર રૂપે જ બને છે અને સર્વ અનર્થની પરંપરાને પ્રાપ્ત કરાવે છે. માટે વિવેકી પુરુષે ક્રોધના સૂક્ષ્મ સર્વ ભાવોનું આલોચન કરીને તેને દૂર ક૨વા જ યત્ન કરવો જોઈએ, કે જેથી વૃદ્ધિ પામીને દુર્ગતિઓની પરંપરાનું કારણ ક્રોધના સૂક્ષ્મ ભાવો પણ બને નહીં. પરંતુ સમ્યગ્ આલોચનના બળથી ક્રમે કરીને તે ક્રોધશક્તિ ક્ષીણ ક્ષીણતર થાય. વળી, સંસારી જીવો સ્વાર્થ ખાતર જે આરંભ-સમારંભ કરે છે તે હિંસા ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને નંદિવર્ધનની હિંસા જેવી ઘાતકી હિંસા બને છે તેથી વિવેકી જીવે મનુષ્યભવને પામીને શ્રાવક અવસ્થામાં પણ અત્યંત દયાળુ ચિત્ત વૃદ્ધિ પામે તે રીતે યતનાપૂર્વક જીવવું જોઈએ, જેથી સ્વાર્થ ખાતર મંદ મંદ પણ હિંસાની પરિણતિ છે તે ઉત્તરોત્તર ક્ષીણ થાય, પરંતુ નિમિત્તને પામીને વૃદ્ધિ પામે નહીં. વળી, સુસાધુઓ પણ તે હિંસાની પરિણતિના નાશ અર્થે ષટ્કાયનું પાલન સમ્યગ્ થાય તે અર્થે અત્યંત યતનાપૂર્વક સર્વ ચેષ્ટાઓ કરવી જોઈએ, જેથી પ્રવર્ધમાન દયાળુ ચિત્ત હિંસાની શક્તિને ક્ષીણ કરે. જેઓ સાધુધર્મ કે શ્રાવકધર્મ પાળે છે તોપણ યતનાવાળા નથી તેઓની અયતનાપરિણામને કા૨ણે વર્તતી કઠોર પરિણતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને નંદિવર્ધન જેવી જ હિંસાનું કારણ બની શકે છે. માટે વિવેકપૂર્વક ક્રૂરતાનો પરિણામ ક્ષીણ થાય, દયાળુ ચિત્ત વૃદ્ધિ પામે તે રીતે યતનાપરાયણ સાધુ અને શ્રાવકે થવું જોઈએ. વળી, નંદિવર્ધનનો જીવ ઘણા ભવો એકેન્દ્રિય આદિની કદર્થના પામીને કાંઈક શુભભાવ થવાથી ભરવાડ રૂપે થાય છે ત્યારે ગુસ્સાનો સ્વભાવ કંઈક મંદ પડ્યો, કંઈક શાંત પ્રકૃતિ થઈ અને કંઈક દાનબુદ્ધિ થઈ, જેનાથી કંઈક પુણ્યની પ્રાપ્તિ થઈ, તોપણ તત્ત્વનું પર્યાલોચન કરે તેવી માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થયેલી નહીં હોવાથી તે ભવમાં પુણ્ય બાંધીને સિદ્ધાર્થપુરમાં
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy