SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ पुण्योदयेन सिद्धार्थपुरे मानवजन्मप्राप्तिः संसारिजीवः प्राह-ततः पुनरन्यदाऽहमगृहीतसङ्केते! नीतः श्वेतपुरे भवितव्यतया विहितश्चाभीररूपः, तद्रूपतया वर्तमानस्य मे तिरोभूतोऽसौ वैश्वानरः, जातो मनागहं शान्तरूपः, प्रवृत्ता मे यदृच्छया दानबुद्धिः, न चाऽभ्यस्तं किञ्चिद्विशिष्टं शीलं, न चाऽनुष्ठितः कश्चित्संयमविशेषः, केवलं कथञ्चिद् घर्षणघूर्णनन्यायेन संपन्नोऽहं तदा मध्यमगुणः । ततस्तथाभूतं मामुपलभ्य जाता मयि प्रसन्नहृदया भवितव्यता, ततश्चाऽऽविर्भावितोऽनया पुनरपि सहचरो मे पुण्योदयः । ततोऽभिहितमनया-आर्यपुत्र! गन्तव्यं भवता सिद्धार्थपुरे, स्थातव्यं तत्र यथासुखासिकया, अयं च तवाऽनुचरः पुण्योदयो भविष्यति । मयाऽभिहितं-यदाज्ञापयति देवी । ततो जीर्णायां प्राचीनगुटिकायां दत्ता पुनरेकभववेद्या सा ममाऽपरा गुटिका भवितव्यतयेति । નંદિવર્ધનને પુણ્યોદયથી સિદ્ધાર્થપુરમાં માનવ જન્મની પ્રાપ્તિ સંસારી જીવ કહે છે – ત્યારપછી=તિલપીડક ન્યાયથી હું અનંતકાળ સર્વસ્થાનોમાં ભમાવાયો ત્યારપછી, તે અગૃહીતસંકેતા ! ફરી હું અત્યદા શ્વેતપુર નગરમાં ભવિતવ્યતા વડે લઈ જવાયો. આભીરરૂપ કરાયું. તે રૂ૫૫ણાથી-આભીરરૂપપણાથી, વર્તતા એવા મારો આ વૈશ્વાનર તિરોભૂત થયો=નંદિવર્ધનનો જીવ આભીરરૂપ હોવાને કારણે તેનો અંતરંગ મિત્ર એવો વૈશ્વાનર તે ભવના સંયોગને કારણે વ્યક્ત પ્રગટ થયો નહીં. થોડોક હું શાંતરૂપવાળો થયો. મારી યદચ્છાથી દાનબુદ્ધિ પ્રવૃત્ત થઈ. અને કંઈક વિશિષ્ટ શીલ અભ્યસ્ત કરાયું નહીં. અને કોઈ સંયમવિશેષ પાલન કરાયું નહીં. કેવલ કોઈક રીતે ઘર્ષણધૂર્ણત વ્યાયથી=દરિયામાં પડેલો પથ્થર અથડાઈ અથડાઈને ગોળ થાય એ વ્યાયથી, હું ત્યારે આભીરરૂપ ભરવાડના રૂપમાં હતો ત્યારે, મધ્યમ ગુણવાળો થયો. તેથી=મધ્યમ ગુણને કારણે મારામાં દાનબુદ્ધિ થઈ તેથી, એવા પ્રકારના મને જોઈને ભવિતવ્યતા મારા ઉપર પ્રસન્ન હૃદયવાળી થઈ. તેથી ભવિતવ્યતા પ્રસન્ન હૃદયવાળી તેથી, આના વડે=ભવિતવ્યતા વડે, ફરી મારો પુણ્યોદય નામનો સહચર આવિર્ભત કરાયો. તેથી પુણ્યનો સહચર આવિર્ભત થયો તેથી, ભવિતવ્યતા વડે હું કહેવાયો. હે આર્યપુત્ર!સિદ્ધાર્થપુરમાં તારા વડે જવા યોગ્ય છે. ત્યાં સિદ્ધાર્થપુરમાં, યથાસુખાસિકાથી રહેવાનું છે અને આ તારો અનુચર પુણ્યોદય થશે. મારા વડે કહેવાયું – દેવી જે આજ્ઞા કરે. ત્યારપછી જીર્ણ પ્રાચીન ગુટિકા હોતે છતે આભીરના ભવનું આયુષ્ય ક્ષીણ થયે છતે, એકભવવેદ્ય તે ગુટિકા એકભવધ ગુટિકા, ભવિતવ્યતા વડે મને બીજી અપાઈ. શ્લોક : भो भव्याः प्रविहाय मोहललितं युष्माभिराकर्ण्यताम्, एकान्तेन हितं मदीयवचनं कृत्वा विशुद्धं मनः ।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy