SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પરમાર્થને જાણ્યા પછી દુષ્કર પણ આ કાર્ય અવશ્ય અમે કરશું તેવા વૈર્યવાળા છે તેઓ સંયમ ગ્રહણ કરવા તત્પર થયા. ત્યારપછી તે સર્વ સંયમમાં તત્પર થયેલા જીવોને આશ્રયીને દીક્ષા મહોત્સવ રાજા કરાવે છે અને યોગ્ય જીવોની યોગ્યતાને જાણીને કેવલી પ્રવચનયુક્ત વિધિથી તેઓને પ્રવજ્યા આપે છે. ત્યારપછી ભવ પ્રત્યે નિર્વેદ થાય અને મોક્ષનો અભિલાષ અત્યંત વૃદ્ધિ પામે તેવી ધર્મદેશના સર્વ સાધુઓને આપે છે. જેથી મહાધીરતા પૂર્વક સંયમ પાળીને પોતાની યોગ્યતા અનુસાર મનુષ્યજન્મને તેઓ સફળ કરી શકે. नन्दिवर्धनधराधरयोयुद्धं मृतिश्च मम पुनरगृहीतसङ्केते! तदमृतकल्पमपि न परिणतं तदा भागवतं वचनं, निकटीभूतौ हिंसावैश्वानरौ, कृतः पुनस्ताभ्यां मम शरीरेऽनुप्रवेशः, मोचितश्चाहं बन्धनात्सर्वजन्तूनां बन्धनमोचनार्थं नियुक्त राजपुरुषैः, चिन्तितं च मया-विगोपितोऽहमनेन लोकमध्ये श्रमणेन, ततो धमधमायमानश्चेतसा किमत्र स्थितेनेति मन्यमानः प्रवृत्तो विजयपुराभिमुखं गन्तुं, लयितः कियानपि मार्गः । નંદિવર્ધન અને ધરાધરનું યુદ્ધ તથા (ધરાધરનું) મરણ વળી, તે અગૃહીતસંકેતા ! મને=નંદિવર્ધનને, તે અમૃતકલ્પ પણ ભાગવતવચન=કેવલીનું વચન, ત્યારે દેશના સાંભળી ત્યારે, પરિણત ન થયું. હિંસા-વૈશ્વાનર નિકટ થયાં. વળી, તેઓ દ્વારા હિંસા અને વૈશ્વાનર દ્વારા, મારા શરીરમાં પ્રવેશ કરાયો. અને સર્વ જંતુઓના બંધનના મોચતાર્થને નિયુક્ત રાજપુરુષો વડે હું બંધનથી મુક્ત કરાયો. અને મારા વડે વિચારાયું – આ સાધુ દ્વારા-કેવલી દ્વારા, લોકમાં હું વિગોપિત કરાયો. તેથી=વશ્વાનરના બળથી તે પ્રમાણે ચિંતવન કરાયું તેથી, ધમધમાયમાન ચિત્ત વડે અહીં રહેવાથી શું ? એ પ્રમાણે માનતો વિજયપુર અભિમુખ જવા માટે પ્રવૃત્ત થયો. કેટલોક પણ માર્ગ પસાર કરાયો વિજયપુર અભિમુખ કેટલોક પણ માર્ગ પસાર કરાયો. इतश्च तत एव विजयपुरात् शिखरिनृपतेः सूनुर्मत्कल्प एव हिंसावैश्वानरदोषेण निर्वासितः स्वविषयाज्जनकेन दृष्टो मयाऽरण्ये प्रतिपथिको धराधरो नाम तरुणः, पृष्टो मया विजयपुरमार्ग, ततः पर्याकुलतया चित्तस्य न श्रुतं तेन मद्वचनम् । मया चिन्तितं-परिभवबुद्ध्या मामेष न गणयति, ततः समुल्लसितौ मे हिंसावैश्वानरौ, गृहीता तत्कटीतटादसिपुत्रिका, ततस्तेनापि विस्फुरितहिंसावैश्वानरेणैव समाकृष्टं मण्डलाऽग्रं, दत्तौ समकमेव द्वाभ्यामपि प्रहारी, दारिते शरीरे । अत्राऽन्तरे मम तस्य च जीर्णा सा एकभववेद्या गुटिका, ततो वितीर्णे अपरे गुटिके द्वयोरपि भवितव्यतया । અને આ બાજુ તે જ વિજયપુરથી શિખરી નામના રાજાનો પુત્ર મારા જેવો જ હિંસા અને વિશ્વાનરના દોષથી સ્વવિષયથી=પોતાના નગરથી પિતા વડે દૂર કરાયો તે રાજાએ પોતાના પુત્રને પોતાના નગરથી દેશનિકાલ કર્યો. મારા વડે અરણ્યમાં ધરાધર નામનો તરુણ મુસાફર જોવાયો. મારા વડે વિજયપુર માર્ગ પુછાયો. તેથી ચિત્તના પર્યાકુલપણાને કારણે તેના વડે મારું વચન સંભળાયું
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy