SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ હૃદયવાળો આત્રનંદિવર્ધન, પોતાના અર્થ-અતર્થને ગણતો નથી=આ બેના સંબંધથી પોતાને લાભ થશે કે નુકસાન થશે તેનો વિચાર કરતો નથી. ધમધર્મની અપેક્ષા રાખતો નથી. અર્થાત્ આ બેના સહવાસથી હું જે કૃત્ય કરું છું તેનાથી મને ધર્મની પ્રાપ્તિ થશે કે અધર્મતી તેની વિચારણા કરતો નથી. ભક્ષાભક્ષ્યને જાણતો નથી. અર્થાત્ માંસ અભક્ષ્ય છે અને અન્ય ભક્ષ્ય છે એ પ્રકારનો વિભાગ કરતો નથી. પેયાપેયને જાણતો નથી. વાચ્યવાથ્યને જાણતો નથી. ગમ્યાગમ્યને જાણતો નથી. હિતાહિત વિભાગને જાણતો નથી. તેથી સુઅભ્યસ્ત પણ સમસ્ત ગુણો ક્ષણમાત્રથી વિસ્મરણ કરે છે. વિશેષ દોષના પુંજપણાથી આનો આત્મા નંદિવર્ધનનો આત્મા, પરાવર્તન પામે છે. તેથી હે મહારાજ ! આ નંદિવર્ધનકુમારે બાલ્યકાલમાં નિરપરાધ એવા છોકરાઓને કદર્થના કરેલી. કલાના ઉપાધ્યાયને ઠગેલો. હિતોપદેશદાયક પણ વિદુર તાડન કરાયો. અને તરુણ છતાં નંદિવર્ધન વડે પ્રાણિસંઘાતા ઘાત કરાયા. મહાસંગ્રામો કરાયા. જગતમાં સંતાપને ઉત્પન્ન કરાયો. પરમ ઉપકારી બાંધવો પણ મારવા માટે આરબ્ધ કરાયા. કનકચૂડ અને કતકશેખર તિરસ્કૃત કરાયા. ત્યારથી માંડીને વળી જે આના વડે સ્ફટવચન સાથે અકાંડ લંડન અને તેનું મારણ કરાયું અને જનની, જનક, સહોદર, ભગિની, પ્રિયભાર્યાદિનું વ્યાપાદાન કરાયું. તગરદહન કરાયું. સ્નેહનિર્ભર મિત્ર, નોકર વર્ગનું નિપાતન કરાયું. તે તમને નિવેદન કરાયું છે. હે મહારાજ ! તે આ સમસ્ત પણ આ જ પાપી એવા હિંસા અને વૈશ્વાનર રૂપ ભાર્યા અને મિત્રનો દોષ સંઘાત છે. પરંતુ સ્વયં તપસ્વી=બિચારા, નંદિવર્ધતકુમારના દોષનો ગંધ નથી. તે આ પ્રમાણે – આ=નંદિવર્ધન, સ્વરૂપથી અનંત જ્ઞાનનું સ્થાન છે. અનંતદર્શનનું ભાજત છે. અનંતવીર્યનું પાત્ર છે, અનંત સુખનું નિવાસસ્થાન છે. અપરિમિત ગુણોનું કુલભવન છે. અને આવું આત્મસ્વરૂપ હજી પણ આ વરાક જાણતો નથી. તેથી સ્વરૂપના વિપર્યાસ કરનાર આ પાપભાર્યા અને મિત્રતા વશમાં વર્તે છે. અને તે રીતે હિંસા અને વૈશ્વાનરના વશમાં વર્તે છે તે રીતે, વર્તતો આ= નંદિવર્ધન, આવા પ્રકારની અનંત દુઃખના હેતુભૂત અનર્થપરંપરાને પ્રાપ્ત કરે છે. પુષ્યોદયાવાડમાવતરિત્રમ્ नृपतिनाऽभिहितं-भदन्त! स्फुटवचनव्यतिकरात् पूर्वमस्माभिः श्रुतमासील्लोकवार्त्तया यदुत-'अनेन नन्दिवर्धनकुमारेणोत्पद्यमानेनाऽऽनन्दितं पद्मराजकुलं, वर्धितं कोशदण्डसमृद्ध्या, तोषितं नगरं, वर्धमानेन पुनराह्लादिताः प्रकृतयो, विस्तारितो गुणप्राग्भारः, प्रतापेन वशीकृतं भूमण्डलं, निर्जिताः शत्रवः, गृहीता जयपताका, समुल्लसितो यशःपटहः, सिंहायितं भूतले, अवगाहितः सुखाऽमृतसागरः, तत् किं तदाऽस्य नास्तामेतौ पापभार्यावयस्यौ? यदिमौ दुःखपरम्पराकारणभूतौ? इति । भगवताऽभिहितं-महाराज! तदाप्यास्तामेती, किंतु तदाऽन्यदेव कल्याणपरम्पराकारणमासीत् । नृपतिराहकिं तत्? भगवतोक्तं-पुण्योदयो नाम सहचरः, स हि विद्यमानः स्वकीयप्रभावेण सर्वेषामेषामनन्तरोक्तानां पद्मराजकुलानन्दजननादीनां प्रयोजनविशेषाणां संपन्नः कारणं, केवलं महामोहवशान लक्षितोऽनेन
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy