SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ હું આના વડે કહેવાયો વિભાકર વડે કહેવાયો – હે મિત્ર ! આ શું વૃતાંત છે? ત્યારપછી વિભાકરને મારા વડે પોતાનું ચરિત્ર કહેવાયું. વિભાકર કહે છે – હા કષ્ટ છે, તારા વડે સુંદર કરાયું નથી. જે કારણથી આ માતા-પિતાદિનું મારણ અતિ નિર્દય રીતે આચરણ કરાયું છે, તેથી આ જન્મમાં પણ જ તને ક્લેશ થયો. તેના જ ફળનો વિપાક છે–તે બધાને માર્યા તેના ફળનો જ વિપાક છે. તે સાંભળીને મારા અંતર્ગત હિંસા અને વૈશ્વાનર સ્કુરાયમાન થયાં. મારા વડે=નંદિવર્ધન વડે, વિચારાયું. જે આ પ્રમાણે આ પણ=વિભાકર પણ, મારો વૈરીરૂપ જ છે, જે મારા કર્તવ્યને પણ અસુંદર માને છે, તેથી તેના મારણનો અભિપ્રાય મને થયો વિભાકરને મારવાનો અભિપ્રાય મને થયો. તોપણ દેહનું દુર્બલપણું હોવાથી, વિભાકરનું મહાપ્રતાપપણું હોવાથી, ઘણા રાજાઓના સમૂહનું સંનિહિતપણું હોવાથી, રક્ષકનું અતિનિકટવર્તીપણું હોવાથી, મારા વડે પ્રહાર કરાયો નહીં. કેવલ કાલ=વિકરાળ, મુખ કરાયું. વિભાકર વડે મારો અભિપ્રાય જણાયો. જે આ પ્રમાણે – આને નંદિવર્ધનને, મારું આ વચન સુખ કરતું નથી, તેથી આને સંતાપન કરવા દ્વારા શું ? ત્યારપછી પ્રસ્તુત કથાનો વિક્ષેપ કરાયો. સામંત-મહત્તમોને જણાવાયું. નંદિવર્ધનકુમાર મારું શરીર છે, જીવિત છે, સર્વસ્વ છે, બંધુ છે, ભ્રાતા છે. આના દર્શનથી નંદિવર્ધનના દર્શનથી, આજે હું પુણ્યશાળી થયો. આથી પ્રિયના સમાગમનો મહોત્સવ કરો. તેઓ વડે કહેવાયું – જે દેવ આજ્ઞાપત કરે. ત્યારપછી મહાઆનંદ પ્રવર્તિત કરાયો. હું=નંદિવર્ધન, વિધિથી સ્નાન કરાવાયો. દિવ્ય વસ્ત્રો પહેરાવાયો. પરમાતથી ભોજન કરાવાયો. સુંદર વિલેપનોથી વિલેપન કરાવાયો. મહાઅલંકારોથી ભૂષિત કરાયો. સ્વયં જ વિભાકર વડે મનોહર તાંબૂલ અપાયાં. વળી, આના વડે વિભાકર વડે, આ કહેવાયું, જે પ્રમાણે – તારા વડે=નંદિવર્ધન વડે, સુંદર આચરણ કરાયું નથી. તેથી હું આ વૈરીને મારીશ એ પ્રમાણે રૌદ્ર વિતર્કની પરંપરાથી દુભાતા ચિત્તવાળા મારા વડે કંઈ જણાયું નહીં. ભોજન મંડપથી ઊઠીને અમે સભાની શાળામાં બેઠા. મતિશેખર મંત્રી વડે કહેવાયું – કુમાર વડે શું જણાયું? અર્થાત્ નંદિવર્ધનકુમાર વડે શું સમાચાર પ્રાપ્ત કરાયા ? કયા સમાચાર તે “યથા'થી કહે છે. સુગૃહીત નામધેય દેવ પ્રભાકર દેવભૂમિમાં ગયા છે. અર્થાત્ કાળ કરી ગયા છે વિભાકરના પિતા કાળ કરી ગયા છે તે સમાચાર કુમારને મળ્યા છે. તેથી મારા વડે=નંદિવર્ધન વડે, માથે ધૂનન કરાયું. વિભાકર વડે લોચનયુગલ અશ્રુવાળું કરાયું. અને કહેવાયું. હે મિત્ર ! તાત પરોક્ષ હોતે છતે=મારા પિતા પરોક્ષ રીતે છતે, હમણાં તારા વડે પિતાનું કાર્ય અનુષ્ઠય છે, તેથી આ રાજ્ય, આ અમે આ પિતાના પ્રસાદથી લાલન કરાયેલી પ્રજા મિત્રના=નંદિવર્ધનતા, કિંકરભાવને સ્વીકારે છે. તારી ઈચ્છા પ્રમાણે નિયોજન કરજે. ત્યારપછી વૈશ્વાનરના વૈપુણ્યથી હું મૌન રહ્યો. દિવસ પસાર કરાયો. પ્રાદોષિક આસ્થાન=સાંજની સભા, અપાઈ. તેના અંતમાં રાજમંડલ વિસર્જિત કરાયું. પ્રિયતમાના પ્રવેશનું નિવારણ કરીને અતિસ્નેહનિર્ભરપણાથી મોટા મૂલ્યવાળી એક જ શય્યામાં વાસભવનમાં વિભાકર મારી સાથે સૂતો. ત્યારપછી તે ભદ્રે ! અગૃહીતસંકેતા ! ત્યારે મારા વડે નંદિવર્ધન વડે, વૈશ્વાનર અને હિંસા દ્વારા વિધુરિત હદયથી તે તેવા પ્રકારનો અતિસ્નિગ્ધ,
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy