SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૪૩૩ સ્ફુટવચન નામના મંત્રી વડે કહેવાયું – હે કુમાર ! કોઈકના વડે તમે ઠગાયા છો. આ મારું પ્રમાણ તલના ફોતરાના ત્રીજા ભાગ માત્રથી પણ ચલાયમાન થતું નથી. તેથી=સ્ફુટવચનના શ્રવણથી, આ દુરાત્મા લોકમાં મતે અલીક=જુઠ્ઠો કરે છે. એ પ્રમાણે ચિંતવન કરતાં મને વિચાર આવ્યો. વૈશ્વાનર વડે હસાયું=ક્રોધ પ્રજ્વલિત થયો. હિંસાથી યોગશક્તિ પ્રયુક્ત થઈ. બંને વડે પણ=વૈશ્વાનર અને હિંસા વડે પણ, મારા શરીરમાં અનુપ્રવેશ કરાયો. તેથી સાક્ષાદ્ પ્રલયકાલના અગ્નિ જેવો હું થયો. સૂર્યના કિરણ જેવી વિકરાલ કરવાલ ખેંચાઈ. એટલામાં પુણ્યોદય વડે વિચારાયું. શું વિચારાયું તે ‘વદ્યુત'થી બતાવે છે મારો અવધિ હવે પૂર્ણ થયો. ભવિતવ્યતાનો નિર્દેશ પાલન કરાયો. આ નંદિવર્ધન મારા સંબંધને યોગ્ય નથી તે કારણથી મને અપક્રમણ જ શ્રેય છે=નંદિવર્ધનને છોડીને ચાલ્યા જવું શ્રેય છે, એ પ્રમાણે આલોચન કરીને પુણ્યોદય ચાલ્યો ગયો. હાહારવ કરતાં જનસમુદાયની આગળ જ મારા વડે કાર્યાકાર્યનો વિચાર કર્યા વગર એક પ્રહારથી સ્ફટવચન નામનો મહત્તમ બે ટુકડા કરાયો. તેથી હે પુત્ર ! હે પુત્ર ! શું આ અકાર્ય કરાયું. એ પ્રમાણે બોલતા સિંહાસનથી પિતા ઊઠ્યા. વેગથી મારા અભિમુખ આવ્યા. મારા વડે વિચારાયું. આ પણ=પિતા પણ, આવા રૂપવાળા જ છે=સ્ફુટવચન જેવા દુર્જન છે. જે દુરાત્મા મારા વડે કરાયેલું આ અકાર્ય છે એમ બૂમો પાડે છે. તેથી ઉઠાવેલી ખડ્ગવાળો હું પિતા સન્મુખ ચાલ્યો. લોક વડે કોલાહલ કરાયો. ત્યારપછી મારા વડે જનકપણું સ્મરણ ન કરાયું. સ્નેહનિર્ભરતા લક્ષ ન કરાઈ=પિતાનું પોતાના પ્રત્યે સ્નેહપણું લક્ષમાં લેવાયું નહીં. પરમ ઉપકારીપણું વિચારાયું નહીં. મહા પાપનો આગમ વિચારાયો નહીં. સર્વથા વૈશ્વાનર અને હિંસાના વશીભૂત ચિત્ત વડે કર્મની ચાંડાલતાનું અવલંબન લઈને તે પ્રમાણે જ બોલતા=આ પિતા અકાર્ય કરે છે એ પ્રમાણે બોલતા, પિતાનું મસ્તક કાપી નંખાયું. તેથી પિતાનું મસ્તક નંદિવર્ધને કાપ્યું તેથી, હે પુત્ર ! હે પુત્ર ! સાહસ કર નહીં, સાહસ કર નહીં. લોકો રક્ષણ કરો. રક્ષણ કરો. એ પ્રમાણે મુકાયેલી કરુણાઆક્રંદ અવાજવાળી મારી માતા આવીને હાથમાં તલવારને ઉદ્દાલન=છોડાવવા માટે લાગી. મારા વડે=નંદિવર્ધન વડે, વિચારાયું. આ પણ પાપી વૈરી જેવી જ મને વર્તે છે. જે આ પ્રમાણે શત્રુના ઉચ્છેદમાં તત્પર પણ મારામાં વિરોધ કરે છે. તેથી તે પણ=મારી માતા પણ, તલવારથી બે પ્રકારે કરાઈ. તેથી હે ભાઈ ! હે કુમાર ! હે આર્યપુત્ર ! આ શું આરંભ કરાયું છે, એ પ્રકારે બૂમો પાડતી શીલવર્ધતા, મણિમંજરી, રત્નવતી ત્રણે પણ મારી ભુજામાં એકકાલ જ નિવારણ માટે લાગ્યા. મારા વડે વિચારાયું આ બધા જ પણ દુરાત્માનું ખરેખર કાલોચિત આ છે=બધાને મારી નાખું એ ઉચિત છે. તેથી હું ગાઢતર પરિજ્વલિત થયો, ત્રણે પણ એક પ્રહારથી મૃત્યુના સદનમાં મોકલાવાયા. અત્રાન્તરમાં આ વ્યતિકરને સાંભળીને હે આર્યપુત્ર ! આ શું, આ શું એ પ્રમાણે બોલતી કનકમંજરી આવી. મારા વડે=નંદિવર્ધન વડે, વિચારાયું. અરે ! આ પણ પાપી મારા વૈરીઓમાં જ મિલિત છે, જે આ પ્રમાણે વિક્રોશ કરે છે. અહો હૃદય પણ મારું વૈરીભૂત વર્તે છે, તે કારણથી આવા વડે શું ? આનું પણ બંધુવત્સલપણું દૂર કરું=કનકમંજરીનું પણ મણિમંજરી પ્રત્યે જે બંધુવત્સલપણું છે તેને દૂર કરું. તેથી વિગલિત પ્રેમબંધ થયે છતે=કનકમંજરી સાથે નંદિવર્ધનને -
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy