SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ થાય છે તેમ કનકશેખર અને કનકચૂડના વચનરૂપ ઘીથી હું અત્યંત પ્રજ્વલિત થયો. તેથી મારા વડે માથું ધૂનન કરાયું. હાથ વડે ભૂમિતલ પછાડાયું. પ્રલયના નિર્માતના આકારવાળો હુંકારો મુકાયો. ઉગ્રચલકીકીવાળી દૃષ્ટિથી તે બેતી અભિમુખ જોવાયું. અને કહેવાયું – હે રાજા, અરે મૃતક !=મડદા જેવા ! મારા જીવિત વૈશ્વાનર અને હિંસાને પાપપણાથી કલ્પે છે, કોના પ્રસાદથી તારા વડે આ રાજ્ય પ્રાપ્ત કરાયું તે જાણતો નથી ? વળી તું મારા વૈશ્વાનર વગર તારા પિતા વડે પણ તે સમરસેન અને દ્રુમ હણવા માટે શક્ય થાય ? વળી, આ રીતે કનકશેખર કહેવાયો – અરે નપુંસક ! શું મારાથી પણ તું પંડિતતર છો ? જેથી આ પ્રમાણે મને શિક્ષા આપે છે. તેથી તેને જોઈને=નંદિવર્ધનને જોઈને, અને મારું વચન સાંભળીને આ રાજા વિસ્મિત થયો. કનકશેખર વડે હાસ્યમુખ કરાયું. મારા વડે અરે ! આ બંને મને ગણતા નથી તેથી ચમકારને કરતી તલવાર ખેંચાઈ. અને - વિચારાયું કહેવાયું – અરે ઘરમાં નાચનારા તમને બંનેને સ્વકીય વૈશ્વાનરનું વીર્ય બતાવું. તમે બંને તલવારહસ્તવાળા થાઓ. ત્યારપછી ખેંચેલા તલવારવાળા, લટકતી જિહ્વાવાળા યમ જેવા મને જોઈને રાજાનો સમુદાય દૂર થયો. રાજા અને કનકશેખર ચાલ્યા નહીં. પુણ્યોદયનું સંનિહિતપણું હોવાથી-કનકશેખર અને કનકચૂડના પુણ્યોદયનું સંનિહિતપણું હોવાથી, રાજા અને કનકશેખરનું મહાપ્રતાપપણું હોવાથી અને ભવિતવ્યતાના વશથી પ્રહારને આપ્યા વગર જ હું સભામાંથી નીકળી ગયો. સ્વભવનમાં ગયો. ત્યારપછી હું કનકચૂડ અને કનકશેખર દ્વારા અપકણિત કરાયો=ઉપેક્ષા કરાયો. મારા વડે પણ=નંદિવર્ધન વડે પણ, તે બંને=કનકચૂડ અને કનકશેખર, શત્રુરૂપે જોવાયા. પરસ્પર લોકવ્યવહાર પણ વિચ્છિન્ન થયો. वङ्गपतिकृतजयस्थलाक्रमणं नन्दिवर्धनस्य च तत्र गमनम् - अन्यदा समागतो जयस्थलाद्दारुको नाम दूतः, प्रत्यभिज्ञातो मया, निवेदितमनेन यथा - कुमार ! महत्तमैः प्रहितोऽहम् । मया चिन्तितं अये ! किमिति महत्तमैः प्रहितोऽयं, न पुनस्तातेन । ततो जाताऽऽशङ्केन पृष्टोऽसौ मया अपि कुशलं तातस्य ? दारुकः प्राह- कुशलं, केवलमस्ति वङ्गाधिपतिर्यवनो नाम राजा, तेन चागत्य महाबलतया समन्तान्निरुद्धं नगरं, स्वीकृतो बहिर्विषयः, दापिता स्थानकानि, भग्नः पर्याहारः, न चास्ति कश्चित्तन्निराकरणोपायः, ततः क्षीरसागरगम्भीरहृदयोऽपि मनागाकुलीभूतो देवः, विषण्णा मन्त्रिणः, उन्मनीभूता महत्तमाः, त्रस्ता नागरकाः, किम्बहुना ? न जाने किम भविष्यति ? इति वितर्केण संजातं सर्वमपि देवशरणं तन्नगरं, ततो मन्त्रिमहत्तमैः कृतपर्यालोचः स्थापितः सिद्धान्तो यदुत - नन्दिवर्धनकुमार एव यदि परमेनं यवनहतकमुत्सादयति, नापरः पुरुष इति, ततो मतिधनेनाभिहितं ज्ञाप्यतामिदमेवंस्थितमेव देवाय । बुद्धिविशालेनाभिहितंनैवेदं देवाय ज्ञापनीयम् । मतिधनः प्राह- कोऽत्र दोषः ? बुद्धिविशालेनाऽभिहितं सुतवत्सलतया देवस्य कदाचिदेवंविधसङ्कटे नन्दिवर्धनाऽऽगमनं न प्रतिभासेत, तस्माद्देवस्याऽज्ञापनमेव श्रेयः, प्रज्ञाकरः प्राह- साधु साधु उपपद्यमानं मन्त्रितं बुद्धिविशालेन, मतिधन ! किमत्राऽन्येन विकल्पेन ?
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy