SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રવેશ્યો. કામરૂપી અમૃતસાગરના અવગાહનવાળો થયો. અને આ રીતે પ્રવર્ધમાન અનુરાગવાળા અમારા બેતા=કતકમંજરી અને નંદિવર્ધનના, કેટલાક દિવસો પસાર થયા, અને આ બાજુ વિભાકરનું વણકર્મ કરાયું યુદ્ધમાં જે ઘા લાગેલા તેનું ઔષધ કરાયું. શરીરથી સમર્થ બન્યો. મારી સાથે નંદિવર્ધન સાથે, આનો સ્નેહભાવ થયો=વિભાકરનો સ્નેહભાવ થયો. વિશ્વાસ ઉત્પન્ન થયો=વિભાકરને નંદિવર્ધનમાં વિશ્વાસ ઉત્પન્ન થયો. અચદા બહુમાન કરીને સપરિકરવાળો આ=વિભાકર, કનકચૂડ રાજા વડે સ્વસ્થાનમાં મોકલાયો, અને જે પણ તે અમ્બરીષ નામના વીરસેન વગેરે ચોરટાઓ પ્રવરસેન હણાયે છતે સ્વીકારાયેલા સેવકભાવવાળા મારી સાથે નંદિવર્ધત સાથે, પૂર્વમાં આવેલા, તે પણ કરાયેલા સન્માનવાળા મારા વડે વિસર્જન કરાયા. સ્વસ્થાનમાં ગયા. ત્યારપછી હું=નંદિવર્ધન, વિગત ચિંતાસંતાપવાળો તે રત્નાવતી અને કડકમંજરી સાથે આનંદરૂપ મહાસાગરને અવગાહન કરતો ત્યાં જ=કનકચૂડ રાજાના નગરમાં, કેટલોક પણ કાળ રહ્યો. આ પણ પ્રસંગનું પરમાર્થથી તે જ પુણ્યોદય કારણ છે. મને વળી, મહામોહના વશથી ત્યારે હૃદયમાં જણાયું. શું જણાયું તે ‘દુતથી બતાવે છે – અહો હિંસા અને વૈશ્વાનરનો પ્રભાવ અતિશય. આ બેના માહાભ્યથી મારા વડે નિરુપમ આનંદના અમૃતના રસની કૂપિકા જેવી કનકમંજરી પ્રાપ્ત કરાઈ. જે કારણથી તેતલીને કહેવાયું. કપિંજલા વડે કનકચૂડ રાજા પાસેથી મણિમંજરીનું વચન સાંભળેલું. જે આ પ્રમાણે – જે કારણથી આ નંદિવર્ધનકુમાર વડે મહાબલવાળા પણ દ્રમ અને સમરસેનને લીલાપૂર્વક નાશ કરાયા, તે કારણથી આને આ કનકમંજરી આપવી યુક્ત છે, અને દ્રમ અને સમરસેન મારા વડે=નંદિવર્ધન વડે, હિંસા અને વૈશ્વાનરના પ્રભાવથી જ વિનિપાત કરાયા. તે કારણથી પરમાર્થથી હિંસા વૈશ્વાનર દ્વારા જ મને આ કનકમંજરી સંપાદિત કરાઈ. તેથી આ પ્રકારે નંદિવર્ધનને વિપર્યાસને કારણે જણાયું તેથી, મને નંદિવર્ધનને હિંસા અને વૈશ્વાનર સાથે સ્નેહપ્રતિબદ્ધ અંતઃકરણ થયું અર્થાત્ હિંસાની વૃત્તિ અને ક્રોધની વૃત્તિ તીવ્રતમ થઈ. તેથી વૈશ્વાનરના વચનથી પ્રતિદિન ઉપભોગ કરતાં તે ક્રૂરચિત નામના વડા વડે મારું ચંડપણું ઉત્પન્ન થયું. અસહનપણું સંપાદિત કરાયું. રોદ્રતા કરાઈ=પૂર્વમાં કહ્યું એ પ્રમાણે પર્યાલોચનને કારણે નંદિવર્ધનને પોતાના ક્રોધી સ્વભાવની પ્રેરણાથી પ્રતિદિન ક્રચિત્તતા વધે છે તેથી ચંડસ્વભાવ અતિશય બને છે. કોઈનું સહન ન કરી શકું એવો સ્વભાવ વૃદ્ધિ પામે છે, રૌદ્રતા અતિશય થાય છે. ભાસુર રૌદ્રસ્વભાવવાળો હું કરાયો. ક્રૂરતા અંગાગીભાવવાળી થઈ=પ્રકૃતિરૂપ થઈ. સ્વરૂપનું તિરોધાન કરીને સાક્ષાત્ વૈશ્વાનર જેવો હું થયો. તેથી વડાના ઉપયોગની અપેક્ષા નથી કૂરચિત માટે યત્ન કરવાની અપેક્ષા નથી. પરંતુ સતત પ્રજવલિત થયેલો હું હિતભાષીને આક્રોશ કરું છું, નિષ્કારણ પરિજનને તાડન કરું છું. વળી, હિંસાથી આશ્લેષ પામતા મને=નંદિવર્ધનને, શિકાર કરવાનું વ્યસન થયું. તેથી પ્રતિદિન અનેક જંતુઓના સમૂહને મારતો હતો. મારું ચેષ્ટિત કનકશેખર વડે જોવાયું. આના વડે=કાકશેખર વડે, વિચારાયું – અહો આનું નંદિવર્ધનનું, ક્યા કારણથી આવું અસમંજસ ચરિત્ર છે ?
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy