SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ લેશ પણ વિવેક નથી તેઓને શરીર સાથે અત્યંત અભેદ બુદ્ધિરૂપ અવિવેક વર્તે છે અને તેના કારણે જે કોઈ પોતાની સાથે પ્રતિકૂળ વર્તે છે તેઓ પ્રત્યે મારો આ શત્રુ છે એ પ્રકારે દુષ્ટ અધ્યવસાય થાય છે અને તે દુષ્ટ અધ્યવસાય અવિવેકવાળા જીવોમાં સ્થિર સ્થિરતર થાય છે અને નંદિવર્ધન મનુષ્યભવમાં આવ્યો ત્યારે તે અવિવેકિતા નામની ધાત્રી તેમની સાથે આવી; કેમ કે નંદિવર્ધન ઉપર તેને અત્યંત સ્નેહ હતો તેથી તેની પાસે સદા રહે છે અને તે અવિવેકિતાથી નંદિવર્ધનમાં વૈશ્વાનરરૂપ ક્રોધનો પરિણામ સ્થિર પામ્યો અને ક્રમસર વધતો ગયો અને તે અવિવેકિતા જ નંદિવર્ધનકુમારને રૌદ્રચિત્ત નગરમાં લઈ જાય છે અને દુષ્ટ અભિસંધિ દ્વારા હિંસા કન્યાને પરણાવે છે; કેમ કે હિંસાને પરણ્યા પછી તે ગાઢતર અવિવેકવાળો થશે. આથી અવિવેકિતાએ હિંસા કન્યાનો સંબંધ નંદિવર્ધન સાથે કર્યો. તેથી એ ફલિત થાય કે નંદિવર્ધનમાં જે અવિવેકીપણું હતું તે જ પ્રકર્ષને પામીને દુષ્ટ અભિસંધિવાળું થયું અને તેના કારણે નંદિવર્ધનમાં હિંસકવૃત્તિ પ્રગટ થઈ. ગાઢ હિંસકવૃત્તિ થવાને કારણે તેનો અવિવેકનો પરિણામ સ્થિર સ્થિરતર થાય છે અને નંદિવર્ધનને હિંસાની પરિણતિ પ્રગટ થવાથી અપરાધી કે નિરપરાધી જીવોની તે હિંસા કરે છે અને તેના ગુસ્સાનો સ્વભાવ સતત હિંસા કરવા પ્રેરણા કરે છે; કેમ કે નંદિવર્ધન હિંસક બને તો ગુસ્સાનો સ્વભાવ પણ સ્થિર થાય. તેથી જાણે વૈશ્વાનર નંદિવર્ધનને હિંસામાં પ્રેરણા કરે છે. વળી, ગુસ્સાનો સ્વભાવ નંદિવર્ધનને જેવો તેજસ્વી બનાવતો હતો તેના કરતાં પણ હિંસક ભાવ અધિક તેજસ્વી બનાવે છે તેથી નંદિવર્ધનને બીજાને મારવામાં લેશ પણ કરુણા થતી નથી. વળી, નંદિવર્ધનનું પુણ્ય પણ તપતું હતું તેથી હિંસક સ્વભાવ અને ક્રોધી સ્વભાવને કારણે તે પ્રવરસેન નામના ચોરટાને મારી નાંખે છે ત્યારે સર્વત્ર તેની પ્રશંસા થાય છે. તે સર્વ તેનું પુણ્યનું કારણ હતું. છતાં, ગાઢ અવિવેકને કારણે નંદિવર્ધનને પોતાની ક્રૂરતા-હિંસકતા જ તે સર્વનું કારણ દેખાય છે. વળી નંદિવર્ધનમાં અત્યંત વિપર્યાસ પ્રવર્તતો હતો તેથી આ મારી હિંસાનું જ માહાભ્ય છે એમ માનીને સર્વત્ર હિંસકવૃત્તિને જ દઢ કરતો હતો. પરમાર્થથી હિંસકવૃત્તિ પુણ્યપ્રકૃતિને ક્ષીણ કરે છે, પાપપ્રકૃતિને જાગૃત કરે છે, છતાં ભૂતકાળનું કરાયેલું તેવું વિશિષ્ટ પુણ્ય વિદ્યમાન હતું. તેથી તેની હિંસાથી પણ તત્કાલ પાપપ્રકૃતિ વિપાકમાં આવતી ન હતી. અને પુણ્યપ્રકૃતિ કાર્ય કરતી હતી. તોપણ તે પુણ્યપ્રકૃતિ ક્રમસર ક્ષીણ ક્ષીણતર થતી હતી અને પાપપ્રકૃતિ વૃદ્ધિ પામતી હતી. જે ભાવિના સર્વ અનર્થોનું કારણ બનશે છતાં અજ્ઞાનને વશ નંદિવર્ધનને તે કંઈ દેખાયું નહીં તેમ જે જીવો મોહને વશ છે તેઓને અવિવેકિતાને કારણે નંદિવર્ધનની જેમ સર્વત્ર વિપર્યાસ વર્તે છે. વળી, નંદિવર્ધનનું પુણ્ય તપતુ હતું તેથી વિભાકરના યુદ્ધમાં પણ બે મહારથીઓનો તેણે નાશ કર્યો. તે સર્વ વૈશ્વાનર અને હિંસાનું કાર્ય છે. એ પ્રકારે નંદિવર્ધનને વિપર્યાસ વર્તતો હતો. વળી, નંદિવર્ધને નગરપ્રવેશ વખતે કનકમંજરીને જોઈ ત્યારે કામથી વ્યાકુળ થાય છે તે વખતે મૂઢતાના ભાવને કારણે અનેક સુખોની વચમાં પણ કામવરથી પીડિત અત્યંત દુઃખપૂર્વક તેણે રાત્રિ પસાર કરી. વળી, કનકમંજરી પણ અનેક સુખની વચમાં કામવરથી પીડાઈ તો અનેક પ્રકારનાં દુઃખોથી વ્યાકુળ થઈ છતાં મૂઢ જીવો તત્ત્વને જોતા નથી, જેથી રાગાદિની આકુળતા આ રીતે અનર્થનું કારણ હોવા છતાં તેઓને અર્થનું સાધન દેખાય છે. આથી જ જ્યારે નંદિવર્ધન અને
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy