SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ परित्यज कोपं, न खल्वाज्ञाकारी किङ्करजनोऽयं कोपस्य गोचरो भवितुमर्हति । एवं च वदति मयि सा कनकमञ्जरी किञ्चिद्वक्तुकामापि न वक्तुं शक्नुवती केवलं विलसद्दशनकिरणरञ्जिताधरबिम्बा कपोलमूलस्फुरितसूचितान्तःस्मिता वामचरणागुष्ठेन भूतलं लिखन्ती स्थितेषदधोमुखी । એથી તેને તે પુરુષને, હું શોધું છું, એ પ્રમાણે કહીને મને એકાકી મૂકીને તે કપિંજલા, કોઈક ઠેકાણે ગઈ છે, હું જાણતી નથી. તે કારણથી ઈન્દ્રજાલની રચનામાં ચતુર એવી કપિંજલા વડે આ રીતે હું ઠગાવાઈ છું, તે કારણથી પ્રિયના વિરહરૂપી અગ્નિથી બળેલી, આપ્તજનથી પણ ઠગાયેલી મંદભાગ્યવાળી એવા મારા જીવિત વડે સર્યું. કેવલ ભગવતીના પ્રસાદથી જન્માતરમાં પણ તે પુરુષ જ ભર્તા થાઓ એ પ્રમાણે બોલતી વલ્મીક ઉપર ચઢીને તમાલ વૃક્ષની શાખામાં પાસો બંધાયો, તેમાં ડોક મુકાઈ, શરીરને મૂકવા માટે પ્રવૃત્ત થઈ, એટલામાં, હે સુંદરી ! સાહસ કર નહીં. સાહસ કર નહીં.' એ પ્રમાણે બોલતો હું વેગથી પ્રાપ્ત થયો. મધ્યદેશમાં પડતા શરીરને આશ્લેષ કરીને ડાબા હાથથી ધારણ કરાયું, જમણા હાથ વડે તલવારથી પાશક છેદાયો. પવનદાતથી આશ્વાસિત કરાઈ. અને કહેવાઈ – હે દેવી ! આ શું અસમંજસ આરંભ કરાયું. ખરેખર આ જન તને સ્વાધીન વર્તે છે, તે કારણથી વિષાદને મૂક, ત્યારપછી તે કતકમંજરી, તે પ્રકારે જ રહેલી ચક્ષુ ફેરવતી ચપલ લોચતવાળી મને જોતી તે જ ક્ષણમાં મધ્યમાં રહેલા અનેક રસના સંભારથી નિર્ભર, સુપરિક્રુટ કામના ચિહ્નને, ધારણ કરતી મારા વડે જોવાઈ એમ અવય છે. યોગિનીને પણ વાગોચરાતીત સ્વરૂપ ધારણ કરતી મારા વડે જોવાઈ. કેવી રીતે ? એકાકિની એ પ્રમાણે ભય પામેલી, તે જ આ છે એથી સહર્ષવાળી, ‘ક્યાંથી’ એ પ્રમાણે સાશંકવાળી, સ્વરૂપવાળો આ છે નંદિવર્ધન છે, એ પ્રમાણે આશ્ચર્યવાળી વાળી, સ્વયં આવેલો છે એથી લજ્જાવાળી, એકાંતમાં પ્રાપ્ત છું એથી દિશામાં દષ્ટિને નાંખતી, અપાયેલા સંકેતવાળી છે, એથી વિશ્વાસવાળી, આવા વડે નંદિવર્ધત વડે, મારું આ આચરણ જોવાયું છે=મરવા તૈયાર થયેલી આ આચરણ જોવાયું છે, એથી વિલક્ષણતાવાળી વિશદ પરસેવાના જલથી પ્લાવિત દેહપણું હોવાના કારણે, ક્ષીરસમુદ્રના મંથનથી ઉત્યિતગાત્રવાળી લક્ષ્મી ન હોય એવી, પરિક્રુટ પુલકના ઉભેદથી સુંદરપણું હોવાને કારણે, કદંબપુષ્પની માલિકા જેવી, પ્રકંપમાન સર્વાગપણું હોવાને કારણે, પવનથી પ્રેરિત તરુમંજરી જેવી, સિમિત નિષ્પન્ન મદ-લોચનપણાથી આનંદસાગરમાં અવગાહન કરતી, તે મારા વડે જોવાઈ એમ અવય છે. ત્યારપછી તે કનકમંજરી, અનભિવ્યક્ત અક્ષર વડે હે કઠોરહદય ! મને મૂક મૂક. આ જન સાથે જનને કાર્ય નથી, એ પ્રમાણે બોલતી, મારી ભુજામાંથી બહિર્મુખ નીકળવા માટે આરબ્ધ થઈ. ત્યારપછી મારા વડે સુંદર, કોમળ દૂર્વાના સમૂહમાં બેસાડાઈ. સ્વયં નજીકમાં તેને અભિમુખ હું બેઠો. ત્યારપછી મારા વડે કહેવાયું – હે સુંદરિ ! લજ્જાને છોડ, કોપને છોડ, આજ્ઞાકારી કિંકરજન આ કોપનો વિષય થવા યોગ્ય નથી. આ પ્રમાણે મારા વડે કહેવાયે છતે તે કનકમંજરી કંઈક કહેવાની ઇચ્છાવાળી પણ કહેવા માટે સમર્થ થઈ નહીં. કેવલ વિલાસ પામતા દાંતના કિરણથી રંજિત અધરબિમ્બવાળી, કપોલના મૂલથી સ્ફરિત સૂચિત અંતઃસ્મિતવાળી, વામચરણના અંગૂઠાથી ભૂતલને ખોદતી, કંઈક અધોમુખવાળી રહી.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy