SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ આપવી જ જોઈએ કનકમંજરી નંદિવર્ધનને આપવી જ જોઈએ, તે પ્રમાણે પિતા અને કલકશેખર વડે સિદ્ધાંત સ્થાપન કરાયો. હું પિતાના ઉત્સગથી ઊઠી. અહીં આવવા માટે પ્રવૃત્ત થઈ, અને મારા વડે વિચારાયું. અહો મારી ધન્યતા, અહો મારી ભાગ્યની અનુકૂળતા, અહો પિતાની સુપર્યાલોચિતકારિતા, અહો કનકશેખરનો વિનય. આ રીતેaહું નંદિવર્ધનના ભાઈને અપાઈ છું અને કનકમંજરી નંદિવર્ધનને અપાશે એ રીતે, પ્રિયભગિની સાથે મારો જીવન સુધી અવિયોગ થશે. તાતા પ્રકારે લીલાઓ કરશું. અને આ પ્રમાણે ચિંતવન કરતી એવી મારા વડે મણિમંજરી વડે, સ્પષ્ટ બહાર લિંગવાળો હર્ષ આવિર્ભાવ પામ્યો છે, તે આ મારું હર્ષનું કારણ છે. મલયમંજરી વડે કહેવાયું – હે કપિંજલા ! નિમિત્તનો કાલહીન સંવાદ તું જોકકતકમંજરીને જે ઈષ્ટ હતું તેને જ કહેનારું મણિમંજરીનું આ વચન વિલંબન વગરનું તું જો, મારા વડે કહેવાયું – શું આશ્ચર્ય છે ? દૈવીય ઉત્પાદુકા ભાષા હોય છેથોડીવાર પહેલાં સમીહિત સિદ્ધ થયું એ વચન આકાશવાણીરૂપ હતું તે તેના ભાગ્યને ઉત્પન્ન કરનારી ભાષા હોય છે. કેવલ હે વત્સ ! કનકમંજરી ! હવે વિષાદને મૂક, ધૈર્યનું અવલંબન લે, હવે સમીહિત સિદ્ધ થયું છે. તારા દાહવરનું કારણ દૂર થયું છે. દેવ વડે હદયનંદન નંદિવર્ધન માટે તું પ્રતિપાદન કરાઈ છે=આપવા માટે નિર્ણાત કરાઈ છો. તેથી હદયમાં થયેલા આશ્વાસવાળી પણ કામનું કુટિલપણું હોવાને કારણે મારી અભિમુખ વિષમભૂકુટિવે કરીને કનકમંજરી વડે કહેવાયું – અરે થાઓ, છે માતા ! કેમ આ પ્રમાણે ખોટાં વચનો વડે તું મને ઠગે છે ? મારું મસ્તક પણ હમણાં તૂટે છે. આ અસંબદ્ધ પ્રલાપ વડે હું ભગ્ન છું હું નંદિવર્ધનને અપાઈ છું એ પ્રમાણે અસંબદ્ધ પ્રલાપ વડે હું ભગ્ન છું. મલયમંજરી વડે કહેવાયું – હે વત્સ ! આ પ્રમાણે કહે નહીં, કહે નહીં. સત્ય જ આ છે. વત્સ એવી કનકમંજરીએ અવ્યથા સંભાવના કરવી જોઈએ નહીં=આ વચન ખોટું છે એ પ્રમાણે સંભાવના કરવી જોઈએ નહીં, ત્યારપછી, મારાં આટલાં ભાગ્ય ક્યાં છે એ પ્રમાણે ધીમે બોલતી કનકમંજરી અધોમુખ રહી. ત્યારપછી પોતાના પતિની ભક્ત એવી સ્ત્રી કથાના કથનના બહાનાથી તેણીએ= કનકમંજરીને, અમારા વડે વિનોદ કરાવતી રાત્રિ પસાર કરાઈ, અને હજી પણ તેણીનું પરિદહત કામની વિહ્વળતા, શાંત થતી નથી. मया चिन्तितं-यावत्क्रमेण संपत्स्यते नन्दिवर्धनदर्शनं तावन्मरिष्यतीयं राजदुहिता, अतः पश्यामि तावत्तेतलिं, वल्लभोऽसौ कुमारस्य, शक्नोति तं विज्ञापयितुं कदाचित्ततः संपद्यतेऽस्याः परित्राणमयैव कुमारदर्शनेनेतिविचिन्त्य समागताऽहं त्वत्समीपे, तदिदं निमित्तमासाद्य तस्यां प्रभवति मीनकेतन इत्येतदाकर्ण्य वयस्यः प्रमाणम् । मयाऽभिहितं-यद्येवं ततो यद्यपि वश्येन्द्रियो देवो महासत्त्वतया च तृणमिव स्त्रैणमाकलयति तथाप्येवं विज्ञपयामि यथाऽभ्युद्धरति निजदर्शनेन राजदुहितरं, केवलं रतिमन्मथे कानने भवतीभिः स्थातव्यम् । ततो महाप्रसादोऽनुगृहीताऽस्मीति वदन्ती पतिता मच्चरणयोः कपिञ्जला, गता स्वभवनं, अहमपीहागतः, तदिदं देव! मया भवद्गदभैषजमवाप्तम् । मयाऽभिहितंसाधु तेतले! साधु त्वमेव वक्तुं जानीथे, ततः समारोपितस्तस्य वक्षःस्थले मयाऽऽत्मीयो हारः,
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy