SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ पञ्चत्वं, भग्नं तबलं, चलितोऽहं द्रुमाभिमुखं, स च लग्न एव योद्धं कनकचूडेन । ततो मयाऽभिहितोरे! किमत्र भवति हन्तव्ये तातेनायासितेन? न खलु गोमायुकेसरिणोरनुरूपमायोधनं, ततस्त्वमारादागच्छेति । ततो वलितो ममाभिमुखं द्रुमनरेन्द्रः, निरीक्षितोऽहं हिंसया, ततो दूरादेव निपातितमर्धचन्द्रेण मया तस्योत्तमाग, भग्नं तदीयसैन्यं, विहितो मयि सिद्धविद्याधरादिभिर्जयजयशब्दः । તેથી આવા પ્રકારનું મહાયુદ્ધ પ્રવૃત થયે છતે પર વડે=પ્રભાકરના સૈન્ય વડે, કરાયેલા ભીષણ નાદોથી સમરભર યુદ્ધમાં અતિશય અપાયો=અમારું બલ ભગ્ન થયું=નંદિવર્ધનના પક્ષનું સેવ્ય ભગ્ન થયું પરબલમાં શત્રુના બલમાં, કલકલ થયો. કેવલ અમે=નંદિવર્ધન આદિ અમે, પગલું પણ પરાક્ષુખ ચલિત થયા નહીં, પર એવા ત્રણે પણ વાયકો=વિભાકરના સૈન્યમાં વર્તતા ત્રણે પણ વાયકો, સમુત્કટપણાથી નિકટતર થયા–તેઓ વિજય અભિમુખ હોવાથી અમારા સાથે લડવામાં નિકટતર થયા. વળી, અત્રાન્તરમાંeતે યુદ્ધકાળમાં, હું વૈશ્વાનરથી સંજ્ઞા કરાયો. મારા વડે=નંદિવર્ધન વડે, શ્રચિત્ત નામનું વટક ખવાયું, મારો ભાસુરતર પરિણામ થયો, તેથી સાક્ષેપ આક્ષેપપૂર્વક, મારા વડે સમરસેન બોલાવાયો. આ સમરસેન મારા ઉપર શસ્ત્રોની વર્ષાને મૂકતો ચલિત થયો=સમ્મુખ થયો. કેવલ પુણ્યોદયનું સબ્રિહિતપણું હોવાને કારણે તેનાં શસ્ત્રો મને લાગતાં ન હતાં. તેથી હું હિંસા વડે જોવાયો, મારો દારુણતરભાવ થયો. તેથી મારા વડે પરના વિદ્યારણમાં ચતુર શક્તિ વપરાઈ, સમરસેન વિદારિત થયો=મર્યો, મૃત્યુપણાને પામ્યો, તેનું બલ ભગ્ન થયું. હું દ્રમ અભિમુખ ચાલ્યો, અને તે દ્રમ કનકચૂડ સાથે યુદ્ધ કરવામાં લગ્ન જ હતો. તેથી મારા વડે કહેવાયું – અહીં તારા હણવામાં તને મારી નાખવામાં, પિતાના પ્રયાસથી શું? ખરેખર ગોમાયુ અને કેસરીનું અનુરૂપ આયોધન તથી ગાય અને સિંહનું યુદ્ધ અનુરૂપ નથી. તેથી તું શીધ્ર આવ, તેથી દ્રમરાજા મારી અભિમુખ વળ્યો. હું હિંસાથી જોવાયો, તેથી દૂરથી જ અર્ધચંદ્ર વડે મારા દ્વારા તેનું મસ્તક નીચે પડાયું, તેનું સૈન્ય ભગ્ન થયું. મારા ઉપર સિદ્ધ વિદ્યાધર આદિ વડે જયજય શબ્દ કરાયો. कनकशेखरस्य महानुभावता इतश्च कनकशेखरेणापि सहापतितो योद्धं विभाकरः, शरवर्षच्छेदानन्तरं मुक्तानि तेन कनकशेखरस्योपरि आग्नेयपन्नगादीन्यस्त्राणि, निवारितानि वारुणगारुडादिभिः प्रतिशस्त्रैः कनकशेखरेण, ततोऽसिलतासहायः समवतीर्णः स्यन्दनाद्विभाकरः, कीदृशं रथस्थस्य भूमिस्थेन सह युद्धमिति मत्वा कनकशेखरोऽपि स्थितो भूतले । ततो दर्शितानेककरणविन्यासमभिवाञ्छितमर्मप्रहारं प्रतिप्रहारवञ्चनासारं संजातं द्वयोरपि बृहती वेलां बलकरवालयुद्धं, ततः समाहत्य स्कन्धदेशे पातितः कनकशेखरेण विभाकरो भूतले, गतो मूर्छा, समुल्लसितः कनकशेखरबले हर्षकलकलः, ततो निवार्य तं वायुदानसलिलाऽभ्युक्षणादिभिराश्वासितो विभाकरः कनकशेखरेण । अभिहितश्च-साधु भो नरेन्द्रतनय! साधु, न मुक्तो भवता पुरुषकारः, नाङ्गीकृतो दीनभावः, समुज्ज्वालिता पूर्वपुरुषस्थितिः, लेखितमात्मीयं
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy