SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પરની સેવા અવષ્ટબ્ધ કરાઈ. અમારા વડે વિભાકરનું નામ બંદીઓ વડે ઉદ્ઘોષણા કરતું સંભળાયું. તેથી સર્વ પણ અમારા વડે વિચારાયું. અરે ! તે જ આ કતકપુરનિવાસી પ્રભાકરનો બંધુ અને સુંદરીનો પુત્ર વિભાકર જેને પ્રભાવતી વડે વિમલાતના પૂર્વમાં અપાયેલી હતી. એ પ્રમાણે દૂત વડે કહેવાયું તેથી આ દુષ્ટાત્મા વિભાકર અમારો પરિભવ કરીને આ બંને વધૂઓને હરણ કરે છે. એ પ્રકારે ભાવન કરતા મને વૈશ્વાનર વડે સંજ્ઞા કરાઈ. તેથી મારા વડે શૂરચિત નામનું વડું ભક્ષણ કરાયું. ભાસુર પરિણામ થયો. તેથી મારા વડે કહેવાયું – અરેરે! પુરુષાધમ વિભાકર ! પરસ્ત્રીનું હરણ કરનાર તસ્કર ! તું ક્યાં જાય છે ? પુરુષ થા, પુરુષ થા. તેથી તેને સાંભળીને ત્રણ સ્રોતના મુખ વડે ગંગાના પ્રવાહની જેમ અમારે અભિમુખ શત્રુનું સૈન્ય વળ્યું, તેના અધિષ્ઠાયક ત્રણ તાયકો આવિર્ભત થયા, તેથી મારા વડે, કનકચૂડ રાજા વડે અને કતકશેખર વડે યુદ્ધના કામનાવાળા ત્રણે પણ વડે તેઓની યથાસમુખ વળ્યા. અને આ બાજુ કથાના આગમવા સૂચન માટે કનકચૂડ રાજાના સમીપમાં પૂર્વમાં જે આ આવેલો નંદરાજાનો દૂત તે અવસરમાં મારી પાસે વર્તે છે. તેથી મારા વડે= નંદિવર્ધન વડે, કહેવાયો આ=નંદરાજાનો દૂત, અરે વિકટ ! તું જાણે છે કયા આ ત્રણ વાયકો છે? વિકટ કહે છે – હે દેવ ! અત્યંત જાણું છું, જે આ ડાબી બાજુમાં આપની સેનાને સન્મુખ થયેલો આ કલિંગાધિપતિ સમરસેન નામનો રાજા છે. એના બળથી જ સમરસેન રાજાના બળથી જ, વિભાકર વડે આ યુદ્ધ પ્રારંભ કરાયું છે, જે કારણથી મહાબલવાનપણું હોવાને કારણે વિભાકરના પિતા પ્રભાકરનો આ સમરસેન રાજા, સ્વામિભૂત વર્તે છે. વળી, જે આ મધ્યસૈન્યમાં કનકચૂડ તરપતિને અભિમુખ વર્તે છે તે આ વિભાકરના જ માતુલ=મામા, વંગાધિપતિ દ્રમ નામનો રાજા છે. જે વળી આ દક્ષિણ ભાગવર્તી બલમાં કનકશેખરને અભિમુખ લાયક છે તે આ વિભાકર જ છે. જેટલામાં આ પ્રમાણે વિકટ કહે છે તેટલામાં યુદ્ધ શરૂ થઈ ગયું, युद्धवर्णनम् શ્લોક : तच्च कीदृशम्शरजालतिरस्कृतदृष्टिपथं, पथरोधसमाकुलतीव्रभटम् । भटकोटिविपाटितकुम्भतटं, तटविभ्रमहस्तिशरीरचितम् ।।१।। યુદ્ધનું વર્ણન શ્લોકાર્ચ - તે યુદ્ધ કેવા પ્રકારનું છે – બાણોના સમૂહથી તિરસ્કૃત કરાયેલા દષ્ટિપથવાળું, માર્ગના રોધથી અત્યંત આકુલ થયેલા ભટવાળું, કરોડો સુભટોથી નાશ કરાયેલા કુંભસ્થલના સમૂહવાળું, તટના વિભ્રમથી એકઠા થયેલા હાથીના શરીરવાળું. [૧]
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy