SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૩૬૭ प्रतिपन्नः सर्वचरटैर्मम भृत्यभावः, मया चिन्तितं-अहो हिंसाया माहात्म्यप्रकर्षः, यदनया विलोकितस्यापि ममतावानुन्नतिविशेषः संपन्न इति, सन्मानितास्तेऽपि कनकशेखरादिभिः । પ્રવરસેનની સાથે યુદ્ધ ત્યાં=કાકચૂડના નગરની નજીકમાં વિષમટ નામનો પર્વત છે અને તે વિષમકૂટમાં કનકચૂડમંડલીને ઉપદ્રવ કરનાર અમ્બરીષ નામના ચોરટાઓ વસે છે અને તે પૂર્વમાં અનેક વખત કનકચૂડ વડે કદર્થિત છે. તેથી કનકશેખરને આવતા જોઈને તેઓ વડે તે ચોરટાઓ વડે, માર્ગ નિરુદ્ધ કરાયો. અમારું સૈન્ય સન્મુખ થયું તેઓની સામે લડવા સન્મુખ થયું. ત્યારપછી કલકલને કરતા ચોરટાઓ સમુસ્થિત થયા=લડવા માટે તત્પર થયા, લડવાનું શરૂ થયું, અને ત્યારપછી પડેલા બાણોના સમૂહથી ભેદી નાંખ્યો છે હાથીઓના કુંભસ્થલના વિસ્તારમાંથી નીકળતા સ્વચ્છ સ્વચ્છ એવા મુક્તાફળનો સમૂહ તેનાથી સંપૂરિત અશેષભૂમિ પીઠનો દેશ છે જેમાં એવું, ક્ષણથી તે પ્રકારે નાશ પામતા અસંખ્ય ભટના મસ્તકરૂપી કમળોના સમૂહના આકારવાળા, લાલ લોહીના સમૂહરૂપ પાણીવાળા, દંડ-અસ્ત્રસછત્રના સમૂહરૂપ હંસવાળા એવા તળાવતા તુલ્ય અમારું મહાયુદ્ધ થયું. તેથી ચોરટાવર્ગનું સમુદીર્ણપણું હોવાથી=અત્યંત એકઠા થયેલા હોવાથી. પરિભગ્નપ્રાયઃ કતકશેખર આદિ થયા ચોરટાઓ સામે લડવામાં કનકશેખર આદિ પીછેહઠ કરવા લાગ્યા, એટલામાં પ્રવરસેન નામના ચોરટાના નાયક સાથે મારા વડે યુદ્ધ શરુ કરાયું, ત્યારપછી હું વૈય્યાતરથી સંશિત થયો વૈશ્વાનરે મને શૂરચિત્ત નામનું વડું ખાવાની સંજ્ઞા કરી, મારા વડે તે શૂરચિત્ત નામનું વડું ખવાયું, ત્યારપછી મારો અંતઃસ્તાપ પ્રવૃદ્ધ થયો. ભૃકુટિના તરંગોથી ભંગુર લલાટપટ્ટ થયો. સ્વદબિંદુના સમૂહથી શરીર સમાચિત થયું, અને તે પ્રવરસેન ધનુર્વેદમાં અત્યંત કુશલ, કરવામાં નિબૂઢ સાહસવાળો, સર્વશસ્ત્રપ્રયોગમાં અતિનિપુણ, વિદ્યાના બળને કારણે ગર્વથી ઉદ્ધર, દેવતાના અનુગ્રહને કારણે પ્રબલવીર્યવાળો હતો, તોપણ સંનિહિત પુણ્યના ઉદયના માહાભ્યથી તેનાં બાણો મને લાગ્યાં નહીં. તેનાં શસ્ત્રો સમર્થ થયાં નહીં, તેની વિદ્યા વહન પામી નહીં=સફળ થઈ નહીં, દેવતાઃતેના સાંનિધ્યવાળા દેવતા, અકિંચિકર થયા= મારો પરાભવ કરવામાં નિષ્ફળ થયા. વળી, મારા ચિત્તમાં સ્કુરાયમાન થયું=નંદિવર્ધનના ચિતમાં સ્કુરાયમાન થયું, અહો, પ્રિય મિત્રના વડાનો પ્રભાવ અતિશય છે જે આના તેજથી–પ્રિયમિત્રતા વડાના તેજથી, મારો આ શત્રુ=પ્રવરસેન ચોરટા, દૃષ્ટિ પણ ધારણ કરવા સમર્થ નથી. તેથી વૈશ્વાનર અને વડાના પ્રભાવથી અધિષ્ઠિત એવા મારા વડે નંદિવર્ધન વડે, વિચ્છિન્ન થયું છે ધનુષ જેનું એવો, પ્રતિહત=નિષ્ફળ થયાં છે શેષ અન્ય શસ્ત્રો જેમાં એવો, ગ્રહણ કરી છે ચમકારા કરતી દેદીપ્યમાન તલવાર જેને એવો તે પ્રવરસેન નામનો ચોરટાનો નાયક રથમાંથી ઊતરીને ભૂતલ ઉપર રહેલો મારી સમુખ પ્રસ્થિત થયો. એટલામાં પાર્શ્વવર્તી એવી હિંસા વડે હું જોવાયો, ગાઢતર રૌદ્રપરિણામ થયો, મારા વડે કર્ણ સુધી ખેંચીને અર્ધચંદ્રવાળો બાણ મુકાયો, તેના વડે=બાણ વડે, આવતા એવા તેનું
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy