SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૩૧૯ અલ્પતર થાય છે જેથી જીવમાં સર્વત્ર અસંગની પરિણતિ સતત વૃદ્ધિ પામે છે જેના કારણે જન્મપરંપરાની પ્રાપ્તિ પણ નષ્ટપ્રાયઃ થાય છે, કદાચ તે ભવમાં મોક્ષ ન થાય તો પણ દુર્ગતિઓની આપત્તિ તે મહાત્માઓને સંસારચક્રમાં ક્યારેક થતી નથી. ખરાબ ભવોની વિડંબના તે જીવોને ક્યારેય થતી નથી. દીનતા, રોગ આદિ અનેક ક્લેશોવાળો સંસાર તેઓનો સદા માટે ક્ષય થાય છે, જેઓ ૧૦ પ્રકારના કષાયોના ઉદયભાવ રૂપ સાવઘયોગની વિરતિને પામેલા છે, તેથી કષાયોનો ક્ષયોપશમભાવ સતત વૃદ્ધિ પામી રહ્યો છે તેવી પ્રવજ્યા જીવોને અત્યંત દુર્લભ છે. જેમાં વિતરાગનું વચન અત્યંત પરિણમન પામેલું છે અને જેઓને તત્ત્વને જોવાની માર્ગાનુસારી બુદ્ધિરૂપ તત્ત્વનો ક્ષયોપશમભાવ વર્તે છે તેઓને ભગવાને કહેલી પ્રવ્રજ્યા પરમાર્થથી પ્રાપ્ત થાય છે અને તેવા જીવો અંતે સર્વ કર્મોનો નાશ કરીને અનંત આનંદરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રકારના સૂરિના ઉપદેશને સાંભળીને ઘણા યોગ્ય જીવોને પ્રશમસુખના પરિણામ રૂપ પ્રવ્રજ્યા ગ્રહણનો પરિણામ થાય છે. ત્યારપછી તત્ત્વના અર્થ એવા રાજારૂપ મુનિ ગુરુને તત્ત્વ વિષયક પૃચ્છા કરીને સન્માર્ગમાં પોતાની સ્થિરતા કરે છે અને અન્ય યોગ્ય જીવોને સ્થિરતાનું કારણ બને છે અને મનીષી જેવા ઉત્તમપુરુષના બળથી તે રાજા વગેરે પણ ઉત્તમત્તાને પામે છે અને જીવનના અંત સમયે શાસ્ત્રોક્ત વિધિથી સંલેખના કરીને મનીષી મોક્ષમાં જાય છે; કેમ કે જ્ઞાન, ધ્યાન, તપવિષયક મહાવીર્ય ઉલ્લસિત થયું. જેથી મનીષીએ સર્વકર્મોનો નાશ કર્યો. વળી, મધ્યમસદ્વર્યવાળા રાજા વગેરે સાધુઓ અંત સમયે વિશિષ્ટ આરાધના કરીને દેવલોકને પામ્યા. અને બાળ પોતાની બાળચેષ્ટાને અનુરૂપ દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરી આ પ્રકારે સમ્યગુભાવન કરીને વિવેકીએ સદા મનીષી જેવા ઉત્તમપુરુષોના પારમાર્થિક ઋષિઓનું ચિત્ત કેવું હોય છે તેવું ભાવન કરવું જોઈએ અને તેવા જીવોના સંપર્કથી આત્મહિત સાધવા પ્રયત્ન કરવો જોઈએ. विदुर उवाच-कुमार! तदिदं मया ह्यः कथानकमाकर्णितं, आकर्णयतश्च मम लङ्घितं दिनं, तेन युष्मत्समीपे नागतोऽस्मि । मयाऽभिहितं-भद्र! सुन्दरमनुष्ठितं, यतोऽतिरमणीयकमिदं कथानकं, बुध्यत एव श्रुत्वा । अत्यन्तदुरन्तः पापमित्रसम्बन्धो, यतस्तस्य बालस्य स्पर्शनसम्पर्कादिहामुत्र च निबिडविडम्बनागर्भा दुःखपरम्परैव केवलं संपन्ना नान्यत्किञ्चनेति । विदुरेण चिन्तितं-बुद्धस्तावदनेन कथानकतात्पर्यार्थ इति भविष्यति मे वचनावकाशः । વિદુર કહે છે=નંદિવર્ધત આગળ વિદુરે કથા કરવાનો પ્રારંભ કર્યો તે કથાનક કર્યા પછી વિદુર નંદિવર્ધનને કહે છે. તે કુમાર ! તે આ પૂર્વમાં વર્ણન કર્યું તે આ, કથાનક મારા વડે કાલે સંભળાયું અને સાંભળતા એવા મારો દિવસ પૂરો થયો. તેથી તારા સમીપે આવેલો નહીં, મારા વડે નંદિવર્ધન વડે, કહેવાયું – એ પ્રમાણે અનુસુંદર ચક્રવર્તી કહે છે. તે ભદ્ર ! સુંદર અનુષ્ઠાન કરાયું તે કથાનક સાંભળીને તે સુંદર અનુષ્ઠાન કરાયું. જે કારણથી અતિ રમણીય આ કથાનક શ્રોતાને બોધ જ કરાવે છે. અહો, અત્યંત ખરાબ અંતવાળો પાપમિત્રનો સંબંધ હતો. જે કારણથી તે બાલને સ્પર્શતના સંપર્કથી આલોકમાં અને પરલોકમાં અત્યંત વિડંબનારૂપ ગર્ભ દુઃખની પરંપરા જ કેવલ પ્રાપ્ત થઈ,
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy