SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ 300 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ જે પ્રમાણે આના પ્રભાવથી=મનીષીના પ્રભાવથી, અમોને ચરણનો ઉધમ થયો=ચારિત્રગ્રહણનો પરિણામ થયો, તે પ્રમાણે આ=ચારિત્રનો પરિણામ, તેના વડે જ=મનીષી વડે જ, નિર્વાહને પામશે=સંયમગ્રહણ કર્યા પછી મનીષીના અનુશાસનથી અમે પણ ચારિત્રના પરિણામની ધુરાને ગ્રહણ કરવા સમર્થ થશું. 11011 શ્લોક ઃ ततोऽस्माननुजानीत, संसारोच्छेदकारिणीम् । येन भागवती दीक्षामङ्गीकुर्मः सुनिर्मलाम् ।।८। શ્લોકાર્થ : તેથી અમોને અનુજ્ઞા આપો જેનાથી સંસારના ઉચ્છેદને કરનારી સુનિર્મલ ભાગવતી દીક્ષાને અમે અંગીકાર કરીએ. અર્થાત્ સુબુદ્ધિ વિગેરે રાજાને કહે છે અમને અનુજ્ઞા આપો જેથી વીતરાગગામી પરિણતિની વૃદ્ધિ કરે એવી નિર્મલ ભાગવતી દીક્ષાને અમે અંગીકાર કરીએ, જે સંસારના ઉચ્છેદને કરનારી છે. II૮ાા શ્લોક ઃ नृपतिरुवाच अहो विवेको युष्माकमहो गम्भीरचित्तता । अहो वचनविन्यासस्तथाऽहो सत्त्वसारता ।।९।। શ્લોકાર્થ ઃ રાજા કહે છે – અહો, તમારો વિવેક=પ્રસ્તુત પ્રસંગમાં પણ તુચ્છબાહ્ય પદાર્થોને જોવાને બદલે મનીષીના ઉત્તમચિત્તે જોવાનો તમારો વિવેક, અહો ગંભીર ચિત્તતા=મનીષીના ઉત્તમચિત્તને જોઈને તત્ત્વને પ્રાપ્ત કરે તેવી ગંભીર ચિત્તતા, અહો, વચનવિન્યાસ=ઉચિત કાળે ઉચિત વચન કહેવાની કુશળતા, અહો સત્ત્વસારતા=ઉત્તમપુરુષોને જોઈને ઉત્તમ એવા મનીષીના તુલ્ય થવાની સુંદરબુદ્ધિ. IIII શ્લોક ઃ साध्वध्यवसितं भद्रैः, साधु प्रोत्साहिता वयम् । સાથુ મો: ક્ષળમાત્રેળ, ત્રોટિત મવપજ્ઞરમ્ ।।।। શ્લોકાર્થ : ભદ્રો વડે સુંદર અધ્યવસિત કરાયું. અને અમે સુંદર પ્રોત્સાહિત કરાયા. અર્થાત્ રાજા કહે છે
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy