SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સિંહના નાદના સંદર્ભને મૂકતા એવા દેવતા સમૂહની સાથે ડોલતી એવી વિચિત્ર વનમાલાના સમૂહથી ચર્ચિત છે શરીર જેને એવો, પ્રશંસા કરતા નાગરલોકની સાથે ખુશ કર્યા છે અશેષ સ્નેહીજનના મનોરથ જેણે એવો મનીષી તથા દેવકુમારના આકારને ધારણ કરનારો આ મનીષી છે, એ પ્રમાણે કૌતુક સહિત નગરની સ્ત્રીઓ વડે, આ અમારા દષ્ટિપથને પામ્યો એ પ્રકારે હર્ષસહિત સ્ત્રીઓ વડે, અમારી સન્મુખ જુએ છે એ પ્રમાણે કામના રસથી વશ કરાયેલું હૃદયપણું હોવાથી અનેક પ્રકારના વિલાસવાળી શૃંગાર સહિત એવી સ્ત્રીઓ વડે. આ સ્ત્રી અને તિરોધાન કરીને દર્શનની આસક્તિ વડે સ્વયં=પોતે, જુએ છે એ પ્રમાણે પરસ્પર ઈર્ષા સહિત એવી સ્ત્રીઓ વડે, આ પ્રમાણે જોતી એવી અમોને જોતી એ સ્ત્રીઓને, ગુરુજન જુએ છે એ પ્રમાણે લજ્જા સહિત એવી સ્ત્રીઓ વડે, ખરેખર આ=મનીષી, પ્રવ્રજિત થશે એ પ્રમાણે શોક સહિત એવી સ્ત્રીઓ વડે, સંસાર વડે સર્યું જે આ=સંસાર, આવા પ્રકારના જીવો વડે પણ ત્યાગ કરાય છે એ પ્રમાણે સંવેગ સહિત એવી સ્ત્રીઓ વડે, બીજા રથમાં આરૂઢ થયેલા સ્વપ્રતિબિંબ જેવા મધ્યમબુદ્ધિ વડે અતુગમન કરાતો રથ, હાથી, ઘોડામાં રહેલા મોટાસામંતસમૂહથી, મોટા વિમર્દથી=મોટા વૈભવથી, મનીષી તિજવિલસિત ઉઘાતમાં પ્રાપ્ત થયો. રથમાંથી ઊતરીને રાજવૃદથી વીંટળાયેલ એવો મનીષી પ્રમોદશેખર દ્વારમાં રહ્યો અને આ બાજુ મનીષીના નિજવિલસિત ઉદ્યાનના આગમના કાળ દરમ્યાન આ બાજુ, રાજા રથના આરોહણથી માંડીને વિશેષથી ત્યારે સત્ત્વની પરીક્ષા માટે મનીષીના સંયમ માટેના સત્ત્વની પરીક્ષા માટે, મનીષીના સ્વરૂપને અત્યંત ધ્યાનપૂર્વક જોતા હતા. એટલામાં વિશુધ્ધમાન અધ્યવસાયથી પ્રક્ષાલિત મનોમલ કલંકવાળા તેના મનીષીના તેવા પ્રકારના હર્ષના હેતુ વિદ્યમાન હોતે છતે પણ તલના ફોતરના ત્રિભાગમાત્ર પણ ચિત્તનો વિકાર તેના વડે રાજા વડે, જોવાયો નહીં=રાજા મનીષીના રથના સારથિ તરીકે બેસે છે ત્યારથી માંડીને સતત મનીષીના મુખને જોઈને તેના નિર્લેપ ચિત્તની પરીક્ષા કરે છે અને મનીષીનું ચિત સંયમના અત્યંત રાગવાળું હોવાથી આ પ્રકારે હર્ષના હેતુ એવા દીક્ષા મહોત્સવકાળમાં પણ મનીષીના મુખ ઉપર લેશ પણ તેવો વિકાર દેખાતો નથી. પરંતુ ઊલટું ગાઢતર ભાર માટી વિગેરેના પુટ પાકાદિની જેમ વિચિત્ર સંસારના વિલસિત દર્શનથી સમુદ્ભૂત ભાવતાવિશેષ વડે ચિતરૂપી રત્ન નિર્મલ થયેલું હતું મનીષીનું ચિત્ત નિર્મલ હતું. જે મહોત્સવ સામાન્ય સંસારી જીવોને ગાઢરાગતું કારણ બને તેવો પણ મહોત્સવ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવામાં તત્પર થયેલ ભાવતાવિશેષને કારણે મનીષીના ચિત્તને અત્યંત અસંગભાવવાળું કરે છે. તેથી મન અને શરીરનું પરસ્પર અનુવિદ્ધપણું હોવાને કારણે આનું મનીષીનું દેદીપ્યમાન શરીર થયું. મનીષીનું ચિત્ત અત્યંત અસંગભાવવાળું હોવાથી અને શરીર સાથે સંબંધવાળું હોવાથી તે ઉત્તમમતની અસરથી દેહનો આકાર પણ પ્રશમભાવને બતાવે તેવો દેદીપ્યમાન થયો અને રાજા વડે જોવાયું ઉત્તમ મનને કારણે પ્રશાંત મુદ્રાવાળું મનીષીનું શરીર રાજા વડે જોવાયું. એટલામાં તેના તેજથી અભિભૂત થયેલું મનીષીના ઉત્તમચિત્તને કારણે જે દેદીપ્યમાન શરીર હતું તેના તેજથી અભિભૂત થયેલું, સૂર્યનાં કિરણોના સમૂહથી તિરસ્કાર કરાયેલા તારાઓના સમૂહની જેમ મનીષીનો અભ્યર્ણવર્તી તે રાજવૈભવ શોભતો નથી.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy